નિરંજન મહેતા

અગાઉ ૧૯૭૦ સુધીના ગીતોની મજા માણ્યા બાદ આવકાર માટે ગવાતા ગીતોનો આ ત્રીજો અને છેલ્લો લેખ પ્રસ્તુત છે.

૧૯૭૧ની ફિલ્મ ‘પરાયા ધન’નું આ ગીત ખેતરમાં કામ કરતાં લોકો વચ્ચે ગવાય છે.

आओ झूमें गाए
मिलके धूम मचाये
आओ झूमें गाए
मिलके धूम मचाये
चुनले गम के कांटे
खुशियों के फूल खिलाए

મુખ્ય ભૂમિકામાં છે બલરાજ સહાની અને હેમા માલિની, આનંદ બક્ષીના શબ્દોને સંગીત આપ્યું છે આર.ડી..બર્મને અને ગાયક છે કિશોરકુમાર તથા આશા ભોસલે.

૧૯૭૪ની ફિલ્મ ‘આરોપ’નું ગીત એક મુજરા ગીત છે જે રેહમાન સમક્ષ ગવાયું છે.

चंपा के दस पहले
चमेली की एक काली
अरे हाय मुख की साडी रेन
चतुर की एक घडी
चले आओ न सताओ

નૃત્ય કલાકારનું નામ જણાવાયું નથી પણ ગીતના શબ્દો છે માયા ગોવિંદનાં અને સંગીત છે ભૂપેન હઝારિકાનું. સ્વર છે આશા ભોસલેનો.

૧૯૭૫ની ફિલ્મ ‘ઝખ્મી’નું ગીત એક માર્મિક ગીત છે

आओ तुम्हे चाँद पे ले जाएं
प्यार भरे सपने सजाएं
छोटासा बंगला बनाएं
एक नयी दुनिया बसाएं

કારમાં સફર કરતાં આશા પારેખ સુનીલ દત્ત અને બેબી પીન્કી પર રચાયેલ આ ગીતના ગીતકાર છે ગૌહર કાનપુરી જેનું સંગીત છે બપ્પી લાહિરીનું. ગાયિકાઓ છે સુષ્મા અને લતાજી.

૧૯૭૬ની ફિલ્મ ‘મંથન’નું આ ગીત દૂધની સહકારી સંસ્થામાં દૂધ આપવા આવતી મહિલાઓ દ્વારા ગવાયું છે જે લોકોને પોતાના ગામ આવવા આમંત્રે છે

मेरो गाम काठा पारे
जहाँ दूध की नदियाँ बाहे
जहाँ कोयल कू कू गाये
म्हारे घर अंगना न भूलो ना

મુખ્ય કલાકાર છે સ્મિતા પાટીલ. ગીતના શબ્દો છે નીતિ સાગરના અને સંગીત આપ્યું છે વનરાજ ભાટિયાએ. સ્વર છે પ્રીતિ સાગરનો.

૧૯૭૭ની ફિલ્મ ‘અમાનત’નું આ ગીત બે પ્રેમી વચ્ચેની છેડછાડનું ગીત છે

दूर रह कर न करो बात क़रीब आ जाओ
याद रह जाएगी ये रात क़रीब आ जाओ
एक मुद्दत से तमन्ना थी तुम्हें छूने की
आज बस में नहीं जज़्बात क़रीब आ जाओ

સાધનાને ઉદ્દેશતા મનોજકુમાર પર આ ગીત રચાયું છે. ગીતકાર સાહિર લુધિયાનવી અને સંગીતકાર છે રવિ. સ્વર છે રફીસાહેબનો.

૧૯૭૮ની ફિલ્મ ‘હીરાલાલ પન્નાલાલ’નું આ ગીત એક કેબ્રે ગીત છે

आजा मेरे प्यार आजा
देख ऐसे ना सता
अब तो रहा नहीं जाए
आजा आजा आ
मेरे गले से लग जा

https://youtu.be/LusS6dvtQ90

ગીતના કલાકરો છે અજીત, પ્રેમનાથ ને ઝીનત અમાન. શબ્દો છે મજરૂહ સુલતાનપુરીના અને સંગીત આપ્યું છે આર.ડી.બર્મને. આર.ડી.બર્મન અને આશા ભોસલે ગીતના ગાયકો.

આ ગીત બીજીવાર આવે છે જેમાં પ્રેમનાથ પોતાની પુત્રીને મનાવતા દેખાય છે. શબ્દો છે મજરૂહ સુલતાનપુરીના અને સંગીત આપ્યું છે આર.ડી.બર્મને. સ્વર છે હેમંતકુમારનો.

૧૯૭૯ની ફિલ્મ મિ. નટવરલાલ’નું આમંત્રણ આપતું ગીત છે

आओ बच्चो आज तुम्हे एक कहानी सुनता हू
मैं शेर की कहानी सुनोगे
मेरे पास आओ मेरे दोस्तो एक किस्सा सुनो

બાળકોનું દિલ બહેલાવવા અમિતાભ બચ્ચન તેમને વાર્તા સાંભળવા બોલાવે છે. આનંદ બક્ષીનાં શબ્દો અને રાજેશ રોશનનું સંગીત. સ્વર છે અમિતાભ બચ્ચન અને માસ્ટર રવિના.

૧૯૭૯ની ફિલ્મ ‘જુર્માના’નું ગીત

सावन के झूले पड़े, तुम चले आओ
आँचल ना छोड़े मेरा, पागल हुई है पवन
अब क्या करूं मैं जतन, धड़के जिया जैसे, पंछी उड़े

કલાકરો છે રાખી, અમિતાભ બચ્ચન અને વિનોદ મેહરા. શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત આપ્યું છે આર.ડી. બર્મને. ગાયિકા લતાજી.

આ જ ગીત બીજીવાર મુકાયું છે જે દર્દભર્યું છે જેમાં ગાયકો છે આશા ભોસલે અને આર.ડી .બર્મન

૧૯૭૯ણની ફિલ્મ ‘નૂરીનું આ ગીત બે પ્રેમીઓ વચ્ચે રચાયું છે.

आजा रे आजा रे ओ मेरे दिलबर आजा
दिल की प्यास बुझा जा रे
उजला उजला नर्म सवेरा रूह में मेरी झाँके
प्यार से पूछे कौन बसा है तेरे दिल में आ के
आजा रे आजा रे ओ मेरे दिलबर आजा
तू ही आ के बता जा रे

ફારુક શેખ અને પૂનમ ધિલ્લોન ગીતના કલાકારો છે જેના શબ્દો છે જાનીસાર અખ્તરના અને સંગીતકાર છે ખય્યામ. ગાયકો છે લતાજી અને નીતિન મુકેશ.

૧૯૮૩ની ફિલ્મ ‘લવર્સ’નું આ ગીત નામ પ્રમાણે બે પ્રેમીઓ પર રચાયું છે.

आजा ला ला ला
आजा ला ला ला
आ मुलाकातों का मौसम आ गया
आ मुलाकातों का मौसम आ गया
प्यार की बातों का मौसम आ गया

પ્રેમીઓ છે કુમાર ગૌરવ અને પદ્મિની કોલ્હાપુરે. ગીતના શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત આપ્યું છે આર.ડી. બર્મને. સ્વર છે લતાજી અને અમિતકુમારનાં.

૧૯૮૨ની ફિલ્મ ‘બાઝાર’નું આ ગીત લગ્ન પ્રસંગે ગવાતું એક પારંપરિક ગીત છે

चले आओ सैयाँ रंगीले मैं वारी रे
साजन मोहे तुम बिन भाए ना
गजरा जी भाए ना गजरा
हो भाए ना गजरा ना मोतिया चमेली ना जूही ना मोगरा

ગીતમાં એક કરતાં વધુ કલાકારો છે જેનું સંગીત ખય્યામનું છે. ગાયિકાઓ છે જગજીત કૌર અને પામેલા ચોપરા.

૧૯૮૯ની ફિલ્મ ‘મૈને પ્યાર કિયા’નું આ ગીત બે યુવાન પ્રેમીઓ વચ્ચે એક નોકઝોક પ્રકારનું ગીત છે

आजा शाम होने आई
मौसम ने ली अंगड़ाई
तो किस बात की है लड़ाई
तू चल मैं आई

આ નોકઝોક સલમાન ખાન અને ભાગ્યશ્રી વચ્ચે થાય છે જેના શબ્દો છે અસદ ભોપાલીનાં અને સંગીતકાર છે રામ લક્ષ્મણ. સ્વર છે એસ.પી.બાલાસુબ્રમનીયમ અને લતાજીના.

૧૯૮૯ની ફિલ્મ ‘તાકતવર’નું ગીત એક પાર્ટી ગીત છે

आइए आपका इन्तजार था
आइए कब से दिल बेकरार था

સંજય દત્તને આવકાર આપતા આ ગીતના કલાકાર છે અનીતા રાજ. સમીર-ઇન્દીવરના શબ્દો અને અનુ મલિકનું સંગીત. ગાયકો છે અનુ મલિક અને અલીશા ચિનાઈ.

૧૯૯૪ની ફિલ્મ ‘વિજયપથ’નું ગીત છે

आइये आपका इंतजार था
देर लगी आने में तुमको
शुक्र हैं फिर भी आये तो
आस ने दिल का साथ ना छोड़ा
वैसे हम घबराये तो
आइये आपका इंतजार था

રાહ જોતી તબુ માટે અજય દેવગણ આ ગીત ગાય છે. ફૈઝ અનવરના શબ્દોને સંગીત આપ્યું છે અનુ મલિકે જેને સ્વર મળ્યો છે કુમાર સાનુનો.

૧૯૯૭ની ફિલ્મ ‘ઇન્સાફ;નું આ ગીત બે પ્રેમીઓ વચ્ચે રચાયું છે જેમાં પ્રેમિકા શિલ્પા શેટ્ટી અક્ષયકુમારને આમંત્રે છે.

मेरी जाने जाना आजा
तुझे प्यार दूँ
दिल में बसाओ
सिर्फ तुझे चहु
जान लुटाऊ मैं तुझ पे
दिल में बसाओ

ગીતના શબ્દો છે સમીરના અને સંગીત છે આનંદ મિલિન્દનું. ગાયિકા છે પરવેઝ ગાયત્રી.

બને તેટલા ગીતોને સમાવવાનો પ્રયત્ન કર્યો છે તેમ છતાં કદાચ કોઈ ગીત બાકાત હોય તો ક્ષમા કરશો.


Niranjan Mehta

A/602, Ashoknagar(old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. +91 22 28339258/ 91 9819018295
વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com