ટાઈટલ સોન્ગ
(આ શ્રેણીમાં હિન્દી ફિલ્મોમાં આવતાં ટાઈટલ્સ દરમિયાન વાગતાં ગીતો વિશે વાત કરવાનો ઉપક્રમ છે.)
બીરેન કોઠારી
હિન્દી ફિલ્મોમાં ટાઈટલ્સ દરમિયાન જ્યારે જ્યારે ગીતનો ઉપયોગ થાય છે ત્યારે તેના હેતુ વિવિધ હોય છે. ક્યારેક તે ફિલ્મની કથાનો મધ્યવર્તી સાર જણાવે છે, ક્યારેક તે એક પરિસ્થિતિમાંથી બીજી પરિસ્થિતિમાં સંક્રાંતિ દર્શાવે છે, તો ક્યારેક તે ફિલ્મના મુખ્ય પાત્રની વિશેષતાઓ દર્શાવે છે. ઘણી વખત આમાંનું કશું ન હોય એમ પણ બને છે. ફિલ્મની કથાનો સાર જણાવતું ટાઈટલ સોન્ગ ફિલ્મમાં મોટે ભાગે બે-ત્રણ વખત આવે એમ બને. ઘણા કિસ્સામાં ફિલ્મના અંતે પણ તે હોય છે, જેથી કથનનું આખું વર્તુળ પૂરું થયું હોય એમ જણાય છે.
એક પરિસ્થિતિમાંથી બીજી પરિસ્થિતિમાં સંક્રાંતિના કિસ્સે મોટે ભાગે ફિલ્મનો નાયક નાનેથી મોટો થાય અને એ સૂચવતું ગીત વાગે એ અતિ સામાન્ય પરિસ્થિતિ છે. આ સ્થિતિમાં નાયકના બાળપણનો હિસ્સો ટાઈટલ્સ પૂર્વે બતાવાય છે.
૧૯૮૦માં રજૂઆત પામેલી ‘મુક્તા ફિલ્મ્સ’ નિર્મિત, સુભાષ ઘાઈ દિગ્દર્શીત ‘કર્ઝ’માં પણ કંઈક આવી જ વાત હતી. અભિનેતા તરીકે કારકિર્દી બનાવવા ઈચ્છતા સુભાષ ઘાઈને વધુ પ્રસિદ્ધિ લેખક-દિગ્દર્શક તરીકે પ્રાપ્ત થઈ. જો કે, પોતાની ફિલ્મના એકાદ ગીતની એકાદી કડીમાં તેઓ દેખા દઈ દેતા હતા. ‘કાલીચરણ’ (૧૯૭૬), ‘વિશ્વનાથ’ (૧૯૭૮), ‘ગૌતમગોવિંદા’ (૧૯૭૯) પછી આવેલી તેમની ‘કર્ઝ’ દ્વારા તેમને વ્યાપક પ્રસિદ્ધિ મળી. આ ફિલ્મ ૧૯૭૫માં આવેલી અંગ્રેજી ફિલ્મ ‘The reincarnation of Peter Proud’ પરથી પ્રેરિત હતી. ફિલ્મમાં પુનર્જન્મની સાવ અતાર્કિક અને ગળે ન ઉતરે એવી વાર્તા હતી, છતાં તેનાં ગીત-સંગીત અને માવજતને લઈને આ ફિલ્મ અત્યંત સફળ રહી. પોતાની સામાન્ય છબિથી વિપરીત, લક્ષ્મીકાન્ત- પ્યારેલાલે આમાં કથાને અનુરૂપ પાશ્ચાત્ય સંગીત તૈયાર કર્યું અને તેનાં મોટા ભાગનાં ગીતો લોકપ્રિય બની રહ્યાં. અલબત્ત, આ ફિલ્મનું સૌથી લોકપ્રિય બનેલું ગીત ‘ઓમ શાંતિ ઓમ’ મૂળ અંગ્રેજી આલ્બમ Soca Explosion ના લોર્ડ શોર્ટીએ ગાયેલા ગીત ‘Om shanti om’ (https://www.youtube.com/watch?v=jvTiFwqy1CE)ની સીધી જ નકલ હતું, તો બીજું લોકપ્રિય ગીત ‘એક હસીના થી, એક દિવાના થા’ અંગ્રેજી આલ્બમ ‘We as love’ના જ્યોર્જ બેન્સનની ધૂનની સીધી ઉઠાંતરી હતું. (https://www.youtube.com/watch?v=ohUVwZkD1W0 )

આ ફિલ્મ અને તેનાં ગીતો લક્ષ્મીકાન્ત- પ્યારેલાલ, ઋષિ કપૂર, સુભાષ ઘાઈ વગેરેની ઓળખ બની ગયાં.
2008માં ‘કર્ઝ’ (Karzzz) નામે રજૂ થયેલી, સતીશ કૌશિક દિગ્દર્શીત ફિલ્મ આ જ ફિલ્મનું પુનર્નિર્માણ હતી, જેમાં હીમેશ રેશમિયા અને ઉર્મિલા માતોંડકરની મુખ્ય ભૂમિકા હતી. ‘કર્ઝ’નાં ગીતો એવાં જાણીતાં બન્યાં કે એનાં ગીતોમાં આવતા મુખ્ય શબ્દસમૂહનો ઉપયોગ કરીને ‘મૈં સોલહ બરસ કી’, ‘ઓમ શાંતિ ઓમ’, ‘પૈસા યે પૈસા’, એક હસીના થી’, ‘આશિક બનાયા આપને’, ‘દર્દે-દિલ’, ‘એક દીવાના થા’ જેવી ફિલ્મો બની. ‘ઓમ શાંતિ ઓમ’ ફિલ્મની કથાનો આરંભ જ ‘કર્ઝ’ના મૂળ ગીત ‘ઓમ શાંતિ ઓમ’થી થાય છે.

1980માં રજૂઆત પામેલી ‘કર્ઝ’માં ઋષિ કપૂર, રાજકિરણ, ટીના મુનિમ, સીમ્મી ગ્રેવાલ, પ્રાણ વગેરે કલાકારોની મુખ્ય ભૂમિકા હતી. ફિલ્મનાં કુલ છ ગીતો હતાં. ‘દર્દે દિલ. દર્દે જિગર’ (મ.રફી), ‘ઓમ શાંતિ ઓમ’ (કિશોરકુમાર), ‘તૂ કિતને બરસ કા’ (કિશોરકુમાર, લતા મંગેશકર), ‘એક હસીના થી, એક દિવાના થા’ (કિશોરકુમાર, આશા, ઋષિ કપૂર), ‘કમાલ હૈ કમાલ હૈ’ (મન્નાડે, કિશોરકુમાર, અનુરાધા અને સાથીઓ) તેમજ ‘પૈસા યે પૈસા’. આનંદ બક્ષીએ લખેલાં આ તમામ ગીતોને લક્ષ્મીકાન્ત- પ્યારેલાલે સંગીતબદ્ધ કર્યાં હતાં.
આ ગીતો પૈકીનું ‘પૈસા યે પૈસા’ ગીત ફિલ્મના ટાઈટલ સોન્ગ તરીકે લેવાયું હતું, જેમાં કથાનાયકના બાળપણથી લઈને પુખ્ત થવા સુધીની અને પુખ્ત થયા પછી ગાયક બનવાની સફર દર્શાવાયેલી છે. ગીત ઘણું લાંબું જણાય, પણ હકીકતમાં આ ગીતનો એક જ અંતરો છે, અને મુખડાનું પુનરાવર્તન સતત થતું રહે છે, છતાં ગીત કર્ણપ્રિય બની રહે છે.
ગીતના શબ્દો આ મુજબ છે:
लललला…एक दो
लालालालाला…तीन चार,
ललला लालालालाला पांच छ
एक
पैसा ये पैसा,
दो
पैसा है कैसा
तीन
नहीं कोई ऐसा,
चार
जैसा ये पैसा
पांच
ये हो मुसीबत
छ
न हो मुसीबत
हो मुसीबत, ना हो मुसीबत
सात आठ नौ दस!
एक
पैसा ये पैसा,
दो
पैसा है कैसा
तीन
नहीं कोई ऐसा,
चार
जैसा ये पैसा
पांच
ये हो मुसीबत
छ
न हो मुसीबत
हो मुसीबत, ना हो मुसीबत
सात आठ नौ दस!
एक
पैसा ये पैसा,
दो
पैसा है कैसा
तीन
नहीं कोई ऐसा,
चार
जैसा ये पैसा
पांच
ये हो मुसीबत
छ
न हो मुसीबत
हो मुसीबत, ना हो मुसीबत
सात आठ नौ दस!
प्रेम देखा, प्यार देखा
यारी देखी, यार देखा
दिल के आरपार देखा
ये सारा संसार देखा
ऊपर-नीचे, अन्दर-बाहर, दूर-पास
मौसम है इक जैसा….पैसा
एक
पैसा ये पैसा,
दो
पैसा है कैसा
तीन
नहीं कोई ऐसा,
चार
जैसा ये पैसा
पांच
ये हो मुसीबत
छ
न हो मुसीबत
हो मुसीबत, ना हो मुसीबत
सात आठ नौ दस!
एक
पैसा ये पैसा,
दो
पैसा है कैसा
तीन
नहीं कोई ऐसा,
चार
जैसा ये पैसा
पांच
ये हो मुसीबत
छ
न हो मुसीबत
हो मुसीबत, ना हो मुसीबत
सात आठ नौ दस!
एक
पैसा ये पैसा,
दो
पैसा है कैसा
तीन
नहीं कोई ऐसा,
चार
जैसा ये पैसा
पांच
ये हो मुसीबत
छ
न हो मुसीबत
हो मुसीबत, ना हो मुसीबत
सात आठ नौ दस!
આ ગીત નીચેની લીન્ક પર સાંભળી શકાશે.
(તસવીરો નેટના અને વિડીયો ક્લીપો યુ ટ્યૂબના સૌજન્યથી)
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)
