હરેશ ધોળકિયા
આપણને મહાપુરુષો ગમે ખૂખ છે, તેમને પૂજવા પણ તૈયાર હોઈએ છીએ, પણ તેઓ જે કહે છે તેમાં આપણને ખાસ રસ હોતો નથી, કારણ કે તેઓ જ્યારે આપણા સાથે વાત કરે છે ત્યારે આપણને એમ લાગે છે કે તેઓ આપણી મર્યાદાઓને ખુલ્લી કેરે છે. અલબત, તેઓ એમ કરતા હોતા નથી. તેઓ તો સામાન્ય સંદર્ભમાં વાત કરતા હોય છે, પણ આપણે અનેક મર્યાદાઓથી પીડાતા હોવાથી આ સામાન્ય સંદર્ભ પણ આપણને અંગત ટીકા લાગે છે અને આપણે જલ્દી નારાજ થઈ જઈએ છીએ. અરે, એમના ગયા પછી પણ, વર્ષો પછી પણ, તેમની વાણી પણ આપણને અકળાવે છે. એટલે આપણે તેમને ખાસ વાંચતા પણ નથી અને ભૂલી જવાનો પ્રયાસ કરીએ છીએ. હા, ફરજિયાત માન આપવું પડે ત્યારે થોડી ક્ષણો માટે સંયમ રાખી તે કાર્ય કરી લઈએ છીએ, પણ પછી તરત ભૂલી જઈએ છીએ. આનું કારણ એ છે કે આપણી મર્યાદાઓને જાણવા છતાં આપણે તે દૂર કરી શકતા નથી અને તેની પીડાથી તો હેરાન થતા હોઈએ જ છીએ. તેમાં વળી આ લોકો જાહેરમાં કહે છે ! તે સહન થાય વળી ?
આપણા વચ્ચે મહર્ષિ શ્રી અરવિંદ આવી ગયા. તેઓ શર્આતમાં એક જબરા ક્રાન્તિકારી હતા, પણ પછી અચાનક યોગ તરફ વળી ગયા અને ભારતના એક મહાન આધુનિક યોગી બની ગયા. તેમણે યોગમાં જે સંશોધનો અને અનુભૂતિઓ કરી છે તે જાણીએ તો ચકિત જ થઈ જઈએ. તેમને જાણવા કે વાંચવા એક લહાવો છે. અલખત, એ થોડા કઠીન છે, છતાં વાંચવા ગમે તેવા છે. પણ, કરી, અહી એ જ સવાલ ઊભો થાય છે કે તેમની વાણી પણ કયારેક આપણને કેડે તેવી છે. કયારેક એવું સીધું કહી દે છે કે આપણને માડું લાગી જાય.
હમણાં તેમનાં બે વિધાન વાંચવાં મળ્યાં. આ વિધાનો પરથી આ બાબત સ્પષ્ટ થશે. એક વિધાન વ્યકિત માટે છે અને બીજ વિધાન સમુઢ માટે છે. સાદાં સીધાં લાગતાં વિધાન હચમચાવે તેવાં છે.
પ્રથમ વિધાન આ છે :
” લાગણીની મૂરચ્છાવસ્થામાં વ્યકિત ઘણી વાર પોતાના અગ્રાનને જ ગ્રાન સમજી તેમાં સૌ કોઈને બાંધી રાખવા માગે છે.”
સીધું સાદું લાગતું આ વિધાન ખતરનાક છે-આળા હોઈએ તો ! (અને છીએ જ !) બે આક્ષેપ છે આ વાકયમાં. એક છે કે માણસ અગ્ઞાની છે. અને બીજો છે કે માણસ મૂચ્છિત છે. ત્રીજો આક્ષેપ ગૂઢ છે કે માણસ
બુધ્ધિ અને લાગણીમાં સમતોલ નથી. વધારે પડતો લાગણીશીલ છે.
આ વાત સાચી છે ?
પોતાને જ પૂછવાની જરૃર છે. શું વ્યકિત સમતોલ બુધ્ધિ -એટલે કે બુધ્ધિ અને લાગણીનું સમત્વ- ધરાવે છે ? સદીઓથી માનવજાતનું અવલોકન કરશું- ઈતિહાસના માઘ્યમથી-તો માણસ ખુઠ્ધિથી ઓછો જીવે છે અને આવેશથી વધારે જીવે છે. કોઈ પણ કાર્ય રવા પહેલાં ખુધ્ધિથી વિચાર ઓછો કરે છે, પણ લાગણીથી વિચાર કરે છે. હવે તકલીફ જ આ છે. વિચાર બુધ્ધિ થી કરવાનો છે અને કામ લાગણીથી કરવાનું છે. માણસ મોટા ભાગે ઉલટું કરે છે. એટલે જો લાગણીથી વિચાર કરાશે તો તેમાં સમત્વ નહીં સચવાય. વ્યકિત એક તરફ ઢળી જશે. પક્ષપાત અને પૂર્વગ્રઢનો ભોગ બની જરો. પરિણામે તેનાં બધાં જ કામ અસમતુલિત થશે. સમાજોમાં નજર કરશું તો આવું જ જોવા મળશે. કોઈ લાભ આપવાનો હરો તો આપનાર ” પોતાના! લોકોને વધારે લાભ આપશે. ‘ પારકા’ને લાભ આપવામાં ખચકાશે. પોતામાં પણ પ્રથમ તો કુટુંબ જ રહેશે. પછી આગળ વધશે. એટલે જ સર્વત્ર પરિવારવાદની બોલબાલા છે. આ બધાનું કારણ એ છે કે, શ્રી અરવિંદ કહે છે તેમ, વ્યકિત લાગણીમાં મૂર્ચ્છિત થઈ જાય છે. મૂર્ચ્છિત થવુ એટલે સ્વસ્થ અને સમતોલ વિચાર ન કરી શકવો. કોઈ એક બાજુ ઢળી પડવું.
બીજ, પાયામાં માણસ અજ્ઞાની છે. અહીં અજ્ઞાનનો અર્થ સામાન્ય જ્ઞાનનું અજ્ઞાન એવો નથી. જગતનું તેને બરાબર સાન છે, પણ જે ”સત્ય” છે તેનું અજ્ઞાન છે. અને સત્ય એક જ છે કે બધું જ ચેતના છે. સમગ્ર જગત એક જ ચેતનાથી ચાલે છે. આ જ્ઞાન માણસ પાસે નથી. તે એમ માને છે કે ” પોતે જે માને છે ” તે જ સત્ય છે. અને આ સત્ય બધાએ માનવું જ જોઈએ એવો તેનો હડાગ્રહ હોય છે. અને જેટલું અગ્ઞાન વધારે, તેટલો હઠાગ્રહ વધારે હોય છે. આ હઠાગ્રહ અંગત રહે ત્યાં સુધી ચાલે, પણ તેને બીજાઓએ પણ માનવું જોઈએ એ આગ્રહ બીજાઓને હેરાન કરે છે. આવી વ્યકિત બીજાઓને પોતાના મતમાં ખાંધી રાખવા માગે છે. ન માને તો જબરદસ્તી કર છે. બળનો ઉપયોગ કંરે છે. પોતાની જ વિચારસરણી બધાએ માનવી એવો હઠાગ્રહ રાખે છે. આજે ઘરના વડીલોથી માંડીને દેશના સતાધીશો સુધી ખધા તેમના આસપાસ રહેનારાઓને -સંતાનો અને પ્રજાને- તકલીફ આપ્યા કરે છે. અનેક ઘરો, ઘરો બદલે, હકીકતે જેલ જ હોય છે. સંતાનો ગુંગળાતાં હોય છે. પ્રજા પણ સતાધીશોના તુકકાઓથી સતત હેરાન થયા કરે છે. પરંપરા, ધર્મ, કલ્યાણ યોજના જેવાં રૂપાળાં નામોથી આ ત્રાસ આપવામાં આવે છે. આ બધાને સમજાવીએ તો નથી સમજતા કારણ કે તેઓ ” લાગણીથી મૂચ્છિત” હોય છે. “‘ પોતાનાં અજ્ઞાનને” જ જ્ઞાનન અને સત્ય માને છે. અને મજાની વાત એ હોય છે કે હેરાન થનારા પણ બીજા સંદર્ભમાં ” આવા જ ” હોય છે. તેઓ બીજા સંદર્ભમાંઅન્યોને હેરાન કરતા હોય છે. જાણે કે ખો-ખો”ની રમત ચાલે છે. દેરક જણ બીજાને ‘ખો’ આપી પ્રેમ વગેરેને નામે હેરાન કરે છે. આ સંદર્ભમાં આ વિધાન ખતરનાક છે. માણસની જબરી નબળાઈ જાહેર કરી દે છે.
એવું જ બીજું વિધાન છે -સમૃહને લાગુ પડતું…
શ્રીઅરવિંદ કહે છે :
!’ જે જમાનામાં કે દેશમાં સમાધાન માટે સદ્દા તૈયાર એવા બુધ્ધિમાન મૃત્સદીઓ જ હશે, તે દેશ કે જમાનો કદી મહાન નહીં હોય. વારંવાર વાંચશું તો કાંટા જેમ ચૂભરો.
અત્યારનો જમાનો કેવો છે ? આજના કહેવાતા બુધ્ધિમાન મૃત્સદીઓ કેવા છે ? દેખાય છે કયાંય સત્યનિષ્ઠા ? સિધ્ધાંત, પ્રેમ ? સત્ય માટે લડવા કે જરૂર પડે તો મરવા કોઈ દેખાય છે ? બધી જ બાબતોમાં સમાધાન નથી દેખાતું ? બધું જ ચલાવી લેવાની વૃતિ નથી જોવા મળતી ? પૈસા, સતા, પ૬ વગેરે માટે સતત નીચા નમી પોતાની આત્મછબીને હલકી કરતા નેતાઓ કે ખુઘ્ધિમાનો નથી દેખાતા ?
આ બધું મળતું હોય તો કોઈ પણ વિચારો કે મૂલ્યો છોડવાની તૈયારી બતાવતા નથી દેખાતા ? એક નાનાં પ૬ કે થોડા પૈસા કે સતા માટે મૂલ્યવાન વિચારોનો ત્યાગ નથી કરતા ? તરત સમાધાન સાધી લેવા તત્પર નથી દેખાતા ?
આજે – આવા ખુધ્ધિમાનો દ્વારા- જેને ખૂબ ગાળો અપાય છે તે ગાંધીને તપાસો. ચૌરીચીરામાં નાની હિંસા થઈ કે તરત ચળવળ બંધ કરી દીધી હતી તેમણે. બધાએ ખૂબ વિરોધ કર્યો કે આવું તો બને. પણ ગાંધીએ ના જ પાડી દીધી. ન જ માન્યા.માટે આપણો સ્વાતંત્ર્ય સંગ્રામ સ્વસ્થ રહ્યો. નૈતિક રહ્યો. માટે ગાંધીનો પ્રભાવ રહયો-સમાધાન ન સાધવાની વૃતિના કારણે. આજે જાહેરમાં એવું કોઈ જોવા મળે છે જે કોઈ મૂલ્ય માટે સમાધાન ન કરી કહેવાતા લાભો જતા કરે ? ચારે બાજ બધી જ બાબતોમાં સમાધાન કરતા જોવા મળે છે. ‘ ચલાવી લો”, ” જવા દો!’ એ જ જાણે વર્તમાન સૂત્રો છે. એટલે જ ટ્રમ્પ કે પુતીન જેવા નેતાઓ ચલાવી લેવાય છે. ગમે તેવા સતાધીશો ચલાવી લેવાય છે. અને પ્રજાને પણ આવા જ સતાધીશો ફાવે છે, કારણ કે તેને પણ ”લાભ’ લેવો છે. મફતનું લેવું છે. લાયકાત વિના લેવું છે. અને આ માટે તો સતત સમાધાન કર્યા કરવું પડે.
અને તેનું પરિણામ શું આવે છે ?
શ્રી અરવિંદ કઢે છે કે આવો સમય કે દેશ કયારેય મહાન હોતા કે થતા નથી.
સંભવ છે, તરત દલીલ થશે કે આપણો દેરા તો સતત પ્રગતિ કરે છે. જી.ડી.પી વધતો જ જાય છે. આ મહાનતા નથી ? વર્તમાન ભૌતિક પ્રગતિ કદ્દાચ આર્થિક રીતે ‘ મહાન” કહેવાતી હશો, પણ છે નહીં. આ પ્રગતિનું પરિણામ શું દેખાય છે ? સમગ્ર જગત “કલાઈમેટ ચેન્જ”નો ભોગ અન્્યું છે. સતત પ્રદૂષણ વધે છે. ગરમી-ઠંડી વરસાદ બધામાં અતિરેક છે. ચારે બાજ હિંસાનું સામ્રાજ્ય ચાલે છે. ૬૨ પળે સ્વચ્છંદતા વધે છે. મશીનની ગુલામી વધે છે. આ ભોગવાદ સંતોષવા !’ ગમે તેમ કરીને ” વધારે પૈસા મેળવવાની હાયવોય કરાય છે. પૈસો જ પરમેશ્વર ખની ગયો છે. તે મેળવવા ગમે તેવા કાવાદાવા, કપટ, ભ્રષ્ટાચાર કરવા પડે તો ચલાવી લેવાય છે. શરીર પણ વૈંચવું પડે તો માન્ય છે. અરે, ધર્મનો પણ દુર્પયોગ કરવો પડે તો તે કરવાની પણ તૈયારી છે. જી.ડી.પી. કોઈ શ્રમ, મહેનત, પ્રમાણિકતા કે મૂલ્યોના પરિણામે નથી વધતો. આ જી.ડી.પી.થી કોઈને શાંતિ નથી મળતી. આવક સાથે અશાંતિ પણ વધે છે. હોસ્પિટલો પણ વધે છે. માનસિક અસ્વસ્થતા પણ વધે છે. તાણ, ખી.પી., હદયરોગ, ડાયાખિટીસ વગેરે પણ વધે છે. નાના યુવાનોનાં મોત પણ વધે છે. પરિવારો તૂટતાં જાય છે.
જ્યાં ચારે બાજ હાયવોય હોય તેને સ્વસ્થ સમાજ ન કહી શકાય. આજે પ્રગતિ છે, સ્વાસ્થ્ય નથી. ઉતમ ટેકનોલોજી છે, પણ તે જ અશાંતિનું કારણ બની છે. તેણે માણસને ગુલામ બનાવી દીધો છે. સગવડોએ કુદરતને અસમતુલિત કરી નાખી છે. સમગ્ર જગતમાં દરેક સ્થળે એક યા બીજી અશાંતિ અને અસ્વસ્થતા દેખાય છે. સંસારીઓ તો ડીક, સન્યાસીઓ પણ તેનો ભોગ બને છે. તપસ્યાનું સ્થાન ફાઈવ સ્ટાર આશ્રમોએ લીધું છે. ત્યાગનું સ્થાન વિવિધ ભોગોએ લીધું છે. સન્્યાસીઓ પણ સતાધીશો અને ધનવાનો સામે માથું નમાવતા જોવા મળે છે. એ શાંતિ આપી શકે ? તેમને પણ ટકવા સતત સમાધાન કરવું પડે છે.
એટલે આજનું જગત ભલે ”પ્રગતિશીલ” દેખાતું હશે, પણ એ પ્રગતિ સતત સમાધાનનું પરિણામ છે. મૂલ્યહીન છે. એટલે જ આંતરિક સમાધાન નથી. તૃષ્તિનો ઓડકાર નથી. એટલે, સ્વસ્થ જીવન માટે લાગણીની મૂચ્છા દૂર કરવી પડશે અને પોતાના અગ્રાનને અગ્રાન જ માની નમ્ર થવું પડશે અને સત્ય મેળવવાનો આગ્રહ રાખવો પડશે. સમાંતરે સત્ય ખાખતે સમાધાન નથી કરવાનું. સત્ય ખાતર બધાનો ત્યાગ કરવાનો આગ્રહ રાખવો પડશે.
કહેવાતા ખુધ્ધિમાન કે મૃત્સદી નથી થવાનું, પણ સ્વસ્થ વિચારશીલ વ્યકિત થવાનું છે.
આવું થાય તો કાલે જગત સ્વસ્થ થઈ જાય. પ્રજા સ્વસ્થ થઈ જાય. સર્વત્ર શાંતિ પણ સ્થપાઈ જાય.
એ માટે કેવળ ઈચ્છાશકિતની જરૃર છે.
( કચ્છમિત્ર : તા: ૧૩-૪- ૨૦૨૫ : રવિવાર )
૦૦૦
શ્રી હરેશ ધોળકિયાનાં સંપર્ક સૂત્રો
નિવાસસ્થાન – ન્યુ મિન્ટ રોડ , ભુજ (ક્ચ્છ) , ગુજરાત, ૩૭૦૦૦૧
ફોન +૯૧૨૮૨૨૨૭૯૪૬ | ઈ-મેલ : dholakiahc@gmail.com
