નિરંજન મહેતા
આ શીર્ષક હેઠળ કેટલાક ગીતો તાં. ૦૮.૦૨.૨૦૨૫નાં લેખમાં સમાવ્યા હતાં. આ લેખમાં ત્યાર પછીના થોડા વધુ ગીતોનો સમાવેશ કરાયો છે.
૧૯૬૫ની ફિલ્મ ‘ભૂત બંગલા’નું ગીત એક સમારંભમાં ગવાતું ગીત છે
ओ मेरे प्यार आजा बनके बहार आजा
दिल में है तीर तेरा पाऊँ न चैन हाय
કલાકાર છે તનુજા. સાથે કલાકાર છે મેહમુદ. ગીતના શબ્દો છે હસરત જયપુરીના અને સંગીત આપ્યું છે આર.ડી.બર્મને. ગાયિકા છે લતાજી.
૧૯૬૭ ફિલ્મ ‘રાઝ’નું ગીત એક વિરહ ગીત છે.
अकेले हैं चले आओ जहाँ हो
कहाँ आवाज़ दें तुमको कहाँ हो
अकेले हैं चले आओ
રાજેશ ખન્ના પર રચિત આ ગીતના શબ્દો છે શમીમ જયપુરીના અને સંગીતકાર છે કલ્યાણજી આણંદજી. ગાનાર કલાકાર રફીસાહેબ. ગીત બબીતાની યાદમાં ગવાયું છે.
આજ ગીત બીજીવાર આવે છે જે બબીતા પર રચાયું છે. ગીતના શબ્દો છે શમીમ જયપુરીના અને સંગીતકાર છે કલ્યાણજી આણંદજી. ગાનાર કલાકાર લતાજી. ગીતની શરૂઆત ઉપરના શબ્દોથી થાય છે પણ પછી આ ગીતના શબ્દો આગલા ગીતથી જુદા છે
૧૯૬૭ની ફિલ્મ ‘બહારો કે સપને’નું આ ગીત ઉદાસ બેઠેલા રાજેશ ખન્નાને સંબોધાયું છે.
आ जा पिया तोहे प्यार दूँ
गोरी बइयां तोपे वार दूँ
किस लिये तू इतना उदास
सूखे सूखे होंठ अँखियों मे प्यास
किस लिये किस लिये हो
આશા પારેખ પર રચાયેલ આ ગીતના રચયિતા છે મજરૂહ સુલતાનપુરી અને સંગીત આપ્યું છે આર.ડી.બર્મને. ગાયિકા લતાજી.
૧૯૬૭ની ફિલ્મ ‘આખરી ખત’નું આ ગીત ચાલી જતી ઇન્દ્રાણી મુકરજીને સંબોધીને રાજેશ ખન્ના ગાય છે
और कुछ देर ठहर
रात बाक़ी है अभी रात में रस बाक़ी है
पाके तुझको तुझे पाने की हवस बाक़ी है
और कुछ देर ठहर और कुछ देर न जा
કૈફી આઝમીના શબ્દો અને ખય્યામનું સંગીત. ગાયક રફીસાહેબ.
૧૯૬૭ની ફિલ્મ ‘જ્વેલથીફ’નું આ ગીત દેવઆનંદ પાછળ પાગલ તનુજા તેને આમંત્રણ આપે છે કે તું આવ અને જે કરવું હોય તે કર.
रात अकेली है, बुझ गए दिये
आके मेरे पास, कानों में मेरे
जो भी चाहे कहिये, जो भी चाहे कहिये
ગીતકાર મજરૂહ સુલતાનપુરી જેનાં શબ્દોને સંગીત આપ્યું છે સચિન દેવ બર્મને. ગાયિકા આશા ભોસલે.
૧૯૬૮ની ફિલ્મ ‘નીલકમલ’ નું ગીત એક પ્રેમી પોતાની પ્રેયસીને યાદ કરીને આવવાનું કહે છે.
आ जा आ जा आ जा
तुझको पुकारे मेरा प्यार
आजा मैं तो मिटा हूँ तेरी चाह में
રાજકુમાર આ ગીત વહીદા રેહમાનને સંબોધીને ગાય છે. ગીતના શબ્દો છે સાહિર લુધિયાનવીના અને સંગીત આપ્યું છે રવિએ. સ્વર છે રફીસાહેબનો.
૧૯૬૮ની ફિલ્મ ‘તીસરી મંઝીલ’નું આ ગીત એક હોટેલમાં ગવાયું છે જે શમ્મીકપૂર આશા પારેખને ઉદ્દેશીને ગાય છે.
आ जा आ जा मैं हूँ प्यार तेरा
अल्लाह अल्लाह इन्कार तेरा ओ
ગીતકાર છે મજરૂહ સુલતાનપુરી. સંગીતકાર છે આર. ડી. બર્મન અને ગાયકો છે રફીસાહેબ અને આશા ભોસલે.
૧૯૬૯ની ફિલ્મ ‘આરાધના’નું આ ગીત એક જુદા જ પ્રકારનું ગીત છે જેમાં ટ્રેનમાં મુસાફરી કરતી શર્મિલા ટાગોરને બાજુના રસ્તેથી જીપમાં જતા રાજેશ ખન્ના સંબોધીને ગાય છે.
मेरे सपनों की रानी कब आयेगी तू
आई रुत मस्तानी कब आयेगी तू
बीती जाये ज़िंदगनी कब आयेगी तू
चली आ आ तू चली आ
આનંદ બક્ષીના શબ્દોને સંગીત આપ્યું છે સચિન દેવ બર્મને અને ગાયક છે કિશોરકુમાર.
૧૯૬૯ની ફિલ્મ ‘મહલ’નું ગીત એક કેબ્રે ડાન્સર દ્વારા આમંત્રણ અપાતું ગીત છે.
आईये आपका इंतज़ार था
देर लगी आने में तुमको
शुक्र्र हैं फिर भी आये तोह
आस ने दिल का साथ न छोड़ा
ડાન્સર છે ફરીદા જલાલ જે દેવઆનંદને ઉદ્દેશીને ગાય છે. આનંદ બક્ષીના શબ્દો અને કલ્યાણજી આણંદજીનું સંગીત. આશા ભોસલેના સ્વર સાથે દેવઆનંદનો સ્વર પણ મુકાયો છે.
૧૯૭૧ની ફિલ્મ ‘બલિદાન’નું ગીત છે
चले आओ दिल में बचा के नज़र
आहिस्ता आहिस्ता आहिस्ता
ज़माने को होने न पाए खबर
आहिस्ता आहिस्ता आहिस्ता
દેવકુમારને આમંત્રણ આપનાર કલાકારનું નામ નથી દર્શાવાયું પણ ગીતના ગીતકાર છે વર્મા મલિક અને સંગીતકાર છે શંકર જયકિસન. ગાયિકા લતાજી.
હજી થોડા ગીતો બાકી હોય તે હવે પછીના લેખમાં.
Niranjan Mehta
