ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
મુનશી દિલનું મૂળ નામ હતું અઝીઝ અહમદ. ગીતકાર ઉપરાંત એ લેખક અને નિર્દેશક પણ હતા. ભાગલા પછી એ પાકિસ્તાન જતા રહેલા. ત્યાં પણ કેટલીક ફિલ્મોનું લેખન અને નિર્દેશન કર્યું. અહીં ભારતમાં એમણે દો ભાઈ અને મુલાકાત એ બે ફિલ્મો નિર્દેશિત કરી. મહારાણા પ્રતાપ, વામિક અઝરા, લૈલા મજનુ ફિલ્મોના સંવાદ અને વાર્તા પણ એમણે લખી.
રાજ મહલ, લૈલા, નૂર મહલ, હોલીડે ઈન બોમ્બે ( ૧૯૪૧ ), શિકારી ( ૧૯૩૨ ) અને ઇકરાર જેવી ફિલ્મોમાં ચાલીસથી વધુ ગીત લખ્યા.
એમાં ગઝલ આ એક જ –
કુછ જાન ન થી પહચાન ન થી હમ ઉનસે મુહબ્બત કર બૈઠે
નાદાન જવાની કા સૌદા હમ દિલ કી બદૌલત કર બૈઠે
અબ ચૈન નહીં આરામ નહીં, હર બાત હૈ ઉનકી યાદ હમેં
આંખોં મેં તડપતે હૈં આંસુ, દો દિન મેં યે હાલત કર બૈઠે
મુરઝા ગઈ હોટોં કી કલિયાં, હંસને કા ઝમાના બીત ગયા
આ જા મુજ પર મરને વાલે, અબ મિલને સે નફરત કર બૈઠે
– ફિલ્મ : રાજ મહલ ૧૯૫૩
– આશા ભોંસલે
– ગોવિંદ રામ
ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
