ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
મુલ્કરાજ ભાકરી એક ગીતકાર કરતાં વધુ જાણીતા હતા એક નિર્માતા, નિર્દેશક અને વાર્તા લેખક તરીકે. એમના ભાઈ લેખરાજ ભાકરીએ આ ક્ષેત્રોમાં એમના કરતાં પણ વધુ સફળતા હાંસલ કરેલી. બન્ને સફળ અભિનેતા મનોજ કુમારના પિતરાઈ હતાં.
મુલ્કરાજજીએ બાંસુરિયા, ભાંગડા, ગેસ્ટહાઉસ, અલ્લાદીન લૈલા, દરબાર, ખુલ જા સિમસિમ, મોતી મહલ, મમ્મી ડેડી, નાગ પદ્મિની, પપીહા રે, શાહ બેહરામ, સિમસિમ મરજીના, ટેક્સી ૫૫૫ જેવી ફિલ્મોનું નિર્માણ કર્યું તો ફૌલાદ, ચાર મીનાર, ચંગેઝ ખાન, દારા સિંહ, દીદાર ( ૧૯૭૦ નું ), દોસ્ત (૧૯૫૪ ), પ્રોફેસર એક્સ, સંસાર અને અવસ્થા જેવી ફિલ્મોનું લેખન પણ.
એમણે ચકોરી, લૈલા, નાચ, પપીહા રે, બાંસુરિયા, રૂમાલ, શગુન, બરસાત કી એક રાત, ચુનરિયા, સાવન ભાદો, જલ તરંગ, જય મહાલક્ષ્મી જેવી ફિલ્મોમાં પચાસથી વધુ ગીત પણ લખ્યા.
એ ગીતોમાં ગઝલ આ એક જ –
ઈશ્ક મેં મેહરૂમિયાં, નાકામિયાં, બરબાદિયાં
મેરી કિસ્મત મેં જો લિખા હૈ મુજે માલૂમ હૈ
જો તુમ બદલે જહાં બદલા નઝર બદલી ઝમાને કી
યે આંસુ ચાર બાકી હૈં નિશાની દિલ લગાને કી
ઉજડના ઈસકો કહતે હૈં, બિગડના ઈસકો કહતે હૈં
કે ના તિનકે રહેં ના શાખ બાકી આશિયાને કી
જરા રુક જાઓ મેરે આંસુઓં બહને સે રુક જાઓ
અભી તો ઈબ્તેદા હી હૈ મેરે ગમ કે ફસાને કી ..
– ફિલ્મ : નાચ ૧૯૪૯
– સુરૈયા
– હુસ્નલાલ ભગતરામ
( શરુઆતની બે પંક્તિઓ ગીતની સ્વતંત્ર સાખી છે જે મૂળ ગઝલથી અલાયદી છે. )
ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
