સુશ્રી મૌલિકા દેરાસરી વેબ ગુર્જરીનાં શરૂઆતનાં વર્ષોમાં સંપાદક મંડળનાં સક્રિય સભ્ય હતાં. પછીથી તેમની વ્યાવસાયિક પ્રાથમિકતાને કારણે તેઓએ વેબ ગુર્જરીની તેમની જવાબદારીમાંથી મુક્તિ લીધી.
તેમનું પુસ્તક, ‘ચંદ્રકાંત બક્ષીના શબ્દોનો રોમાંસ’, ચંદ્રકાન્ત બક્ષીના શબ્દો અને શબ્દ પ્રયોગોનું એક આખું સંકલન છે.  આ પુસ્તક પર પર તેમણે કામ તો દસ બાર વર્ષ પહેલાં કરેલું, પણ પુસ્તક પ્રકશિત કરવાનું હવે શક્ય બન્યું.
૧૫મી ફેબ્રુઆરી ૨૦૧૫ના રોજ તેમનાં પુસ્તક ‘ચંદ્રકાંત બક્ષીના શબ્દોનો રોમાંસ’ નાં લોકાર્પણનો કાર્ય્રક્રમ સુરતમાં  યોજાયો હતો.
આ પ્રસંગે વેબ ગુજરી મૌલિકાબેનને હાર્દિક અભિનંદન પાઠવે છે.
સંપાદક મંડળ, વેબ ગુર્જરી

 


પુસ્તક મેળવવા પ્રવીણ પ્રકાશન,રાજકોટના કોન્ટેક્ટ નં.9265044262 તથા 9615696155 ઉપર સંપર્ક કરી શકાય છે…સાહિત્ય પ્રેમીઓને વિશેષ ડીસ્કાઉન્ટથી મળી શકશે.


સુશ્રી મૌલિકા દેરાસરી નો સંપર્ક maulika7@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.