નિરંજન મહેતા

૧૯૭૫ની ફિલ્મ ‘રફતાર’નું ગીત જોઈએ

संसार है इक नदिया दुःख-सुख दो किनारे हैं
न जाने कहाँ जाएं हम बहते धारे हैं
चलते हुए जीवन की रफ़्तार में इक लय है

इक राग में इक सुर में सँसार की हर शय है
इक तार पे गर्दिश में, ये चाँद सितारे हैं
धरती पे अम्बर की आँखों से बरसती है
इक रोज़ यही बूँदें फिर बादल बनती हैं
इस बनने बिगड़ने के दस्तूर में सारे हैं

कोई भी किसी के लिए अपना न पराया है
रिस्श्ते के उजाले में हर आदमी साया है
कुदरत के भी देखो तो ये खेल पुराने हैं
है कौन वो दुनिया में न पाप किया जिसने
बिन उलझे काँटो से हैं फूल चुने किसने
बे-दाग नहीं कोई, यहाँ पापी सारे हैं

 

અભિલાષના શબ્દોને સંગીત આપ્યું છે સોનિક ઓમીએ. કલાકારો છે મદનપુરી અને મૌસમી ચેટરજી.

આપણે જીવનને એક સાગર સમાન માનીએ છીએ (ભવસાગર). પણ અહી કવિ તેને નદી સાથે સરખાવે છે કારણ  સાગરને એક કિનારો છે જ્યારે નદીને બે કિનારા છે અને આપણા જીવનમાં પણ સુખ અને દુઃખ જેવા બે વિભાજનો જોવા મળે છે. વળી જેમ નદી વહેતી વહેતી ક્યા જાય છે તે આપણને કિનારે ઊભા રહીને જણાતું નથી તેમ આપણું જીવન પણ એક વહેતી ધારા છે અને તેની ધારા ક્યા જશે તે કોણ કહી શકે છે? કહ્યું છે ને કે કાલ કોણે દીઠી?

વહેતા જીવનમાં પણ એક લય છે. સંસાર ચાલે છે એક રાગ અને એક સુરરૂપી બે પૈડાઓ ઉપર. જેમ આકાશમાં ચંદ્ર અને તારા એક તારથી બંધાયેલા છે.

આકાશમાંથી વાદળ દ્વારા ધરતી પર વરસતું પાણી ફરી તે વાદળના રૂપમાં ફેરવાઈ જાય છે તેમ આપણે પણ બનાવવામાં અને બગાડવામાં વ્યસ્ત રહીએ છીએ કારણ કોઈને આપણું ગણીએ છીએ ન પરાયું.

ભલે સંબંધ હોય પણ હરેક વ્યક્તિની એક કાળી બાજુ હોય છે જે કુદરતની એક જૂની રમત છે. આગળ કવિ કહે છે કે દુનિયામાં કોણ એવું હશે જેણે કોઈ પાપ ન કર્યું હોય. કોણ એવું છે જેણે ફૂલ ચૂંટતી વખતે કાંટા અનુભવ્યા નથી?

બસ એ જ રીતે અહી કોઈ નિર્મળ નથી બધા જ એક યા બીજી રીતે પાપી છે.

આ સંદર્ભમાં લૈલા મજનૂની કથાનો એક પ્રસંગ યાદ આવે છે જેમાં મજનુને મારવા જતાં ગામલોકોને લૈલા કહે છે કે ફક્ત એ જ વ્યક્તિ પત્થરમારે જેણે કોઈ પાપ ન કર્યું હોય. આ સાંભળી દરેકના હાથમાંથી પત્થર નીચે ફેંકાઈ જાય છે કારણ કોઈ એવું નથી જેણે કોઈ પાપ ન કર્યું હોય.


Niranjan Mehta

A/602, Ashoknagar(old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. +91 22 28339258/ 91 9819018295
વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com