નિરંજન મહેતા

ફિલ્મોમાં આમંત્રણ આપતા અવનવા ગીતો જોવા મળે છે કારણ આ આમંત્રણ જુદા જુદા પ્રકારના હોય છે. ક્યાંક પ્રેમી આપે છે તો ક્યાંક પ્રેમિકા. તો વળી મિત્ર કે વડીલ આમ કરે છે. તેવા ગીતોમાંથી થોડાક આ ભાગમાં સમાવાયા છે.

૧૯૫૨ની ફિલ્મ ‘જાલ’નું આ ગીત એક પ્રેમી પ્રેમિકાને આવવાનું આમંત્રણ આપતું ગીત છે..

ये रात ये चाँदनी फिर कहाँ
सुन जा दिल की दास्ताँ
पेड़ों की शाखों पे सोई सोई चाँदनी
तेरे खयालों में खोई खोई चाँदनी
और थोड़ी देर में थक के लौट जाएगी
रात ये बहार की फिर कभी न आएगी
दो एक पल और है ये समा

આ આમંત્રણ દેવઆનંદ ગીતા બાલીને આપે છે. શબ્દો છે સાહિર લુધિયાનવીના અને સંગીત છે સચિન દેવ બર્મનનું. ગાયકો છે હેમંતકુમાર અને લતાજી. ૭૦થી વધુ વર્ષો પછી પણ આ ગીત લોકો ભૂલ્યા નથી.

૧૯૫૩ની ફિલ્મ ‘અનારકલી’નું ગીત એક વિરહી અબળાના ભાવોને વ્યક્ત કરે છે

आ जा अब तो आ जा मेरी क़िस्मत के ख़रीदार
नीलाम हो रही है मेरी चाहत सर-ए-बाज़ार

કલાકાર છે બીના રોય. ગીતના શબ્દો છે શૈલેન્દ્રનાં અને સંગીતકાર છે સી. રામચંદ્ર. સ્વર છે લતાજીનો.

૧૯૫૩ની ફિલ્મ ‘ફૂટપાથ’નું ગીત એક વિરહણી પ્રેમીને યાદ કરીને તેને આવવા કહે છે.

पिया आजा रे दिल मेरा पुकारे
समा है प्यारा प्यारा

મીનાકુમારી પર રચાયેલ આ ગીતના ગીતકાર છે મજરૂહ સુલતાનપુરી જેણે સંગીત આપ્યું છે ખય્યામેં ગાયિકા છે આશા ભોસલે.

૧૯૫૩ની ફિલ્મ ‘આબશાર’નું આ ગીત પણ ઉપર મુજબ પ્રેમીને આવવા કહેતું ગીત છે.

चले आओ तुम्हे आंसू
हमारे याद करते है
चले आओ तुम्हे आंसू
हमारे याद करते है
तड़पते है तड़प कर
गम के मारे याद करते है
चले आओ तुम्हे आंसू

ગીત રાજકુમાર માટે છે જે કુલદીપ કૌર પર રચાયું છે. શબ્દો છે સરશાર સૈલાનીના અને સંગીત આપ્યું છે ભોલા શ્રેષ્ઠાએ. સ્વર છે લતાજીનો.

૧૯૫૪ની ફિલ્મ ‘નાગિન’નાં બધા ગીતો પ્રખ્યાત છે જેમાં આ ગીત પ્રેમીને બોલાવવા ગવાયું છે

मेरा दिल ये पुकारे आ जा
मेरे ग़म के सहारे आ जा
भीगा भीगा है समा
ऐसे में है तू कहाँ
मेरा दिल ये पुकारे आजा

કલાકાર છે વૈજયંતિમાલા. રાજીન્દર કૃષ્ણનાં ગીતો અને હેમંતકુમારનું સંગીત. ગાયિકા લતાજી.

૧૯૫૪ની ફિલ્મ ‘જાગૃતિ’નું આ ગીત એક શિક્ષક પોતાના વિધાર્થીઓને ભારત ભ્રમણ કરાવતી વખતે ગાય છે જેમાં ભારતના વિવિધ શહેરો દર્શાવાય છે.

आओ बच्चों तुम्हें दिखाएं झांकी हिंदुस्तान की
इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की
वंदे मातरम वंदे मातरम

શિક્ષક છે અભી ભટ્ટાચાર્ય જેના શબ્દો અને ગાનાર કલાકાર છે કવિ પ્રદીપ. હેમંતકુમારનું સંગીત

૧૯૫૬ની ફિલ્મ ‘હલાકુ’નું આ ગીત એક વિરહીની વેદનાને ઉજાગર કરે છે.

आजा के इन्तज़ार में जाने को है बहार भी
तेरे बगैर ज़िन्दगी दर्द बन के रह गई

અજીત અને મીનાકુમારી પર રચાયેલ આ ગીતના શબ્દો છે શૈલેન્દ્રનાં અને સંગીત આપ્યું છે શંકર જયકિસને. ગાયકો છે રફીસાહેબ અને લતાજી.

૧૯૫૭ની ફિલ્મ ‘નયા દૌર’નું આ ગીત એક જુદા જ પ્રકારનું આમંત્રણ ગીત છે. મંદિરમાં લોકોને આવવા માટે અનામ કલાકાર કહે છે કે આવો, હજી સમય છે મંદિરમાં આવવાનો.

आना है तो आ, राह में कुछ फेर नहीं है
भगवान के घर देर है, अन्धेर नहीं है

કલાકાર અજાણ પણ મુખ્ય કલાકાર દીલીપકુમાર, અજીત અને વૈજયંતિમાલા. સાહિર લુધિયાનવીના શબ્દો અને ઓ.પી. નય્યરના સંગીતને સ્વર આપ્યો છે રફીસાહેબે.

૧૯૫૮ની ફિલ્મ ‘મધુમતી’નું આ ગીત પણ એક રાહ જોતી મહિલાના ભાવોને વ્યક્ત કરે છે.

आ जा रे ऽऽऽ परदेसी
मैं तो कब से खड़ी इस पार
ये अँखियाँ, थक गई पंथ निहार
आ जा रे, परदेसी

કલાકાર છે વૈજયંતિમાલા. શબ્દો છે શૈલેન્દ્રના અને સંગીત આપ્યું છે સલિલ ચૌધરીએ. લતાજીનો સ્વર.

૧૯૫૮ની ફિલ્મ ‘હાવરા બ્રીજ’નું આ ગીત એક હોટેલમાં ગવાતું ગીત છે જેમાં આવનારને આવકાર અપાય છે.

आइए मेहरबाँ, बैठिए जान-ए-जाँ
शौक़ से लीजिए जी इश्क़ के इम्तिहाँ

આવકાર આપે છે મધુબાલા અને જેણે માટે ગવાયું છે તે છે અશોકકુમાર. કમર જલાલાબાદીના શબ્દો અને ઓ.પી. નય્યરનું અપ્રતિમ સંગીત. સ્વર છે આશા ભોસલેનો.

૧૯૫૯ની ફિલ્મ ‘લવ મેરજ’નું આ ગીત પણ અન્ય આમંત્રણ ગીતોથી થોડું જુદું લાગે છે.

करीब आओ ना तडपाओ
हमें कहना है कुछ तुम से

દેવઆનંદને સંબોધતું આ ગીત કાંચનમાલા(?) પર રચાયું છે. શૈલેન્દ્રનાં શબ્દો અને શંકર જયકિસનનું સંગીત. ગાયિકા છે ગીતા દત્ત.

૧૯૬૧ની ફિલ્મ ‘જિસ દેશ મેં ગંગા બેહતી હૈ’નું આ ગીત અન્ય આમંત્રણ ગીતથી થોડું હટકે ગણી શકાય.

ओ बसंती पवन पागल ना जा रे ना जा रोको कोई
बन के पत्थर हम पड़े थे सूनी सूनी राह में
जी उठे हम जब से तेरी बांह आई बांह में
बह उठे नैनों के काजल ना जा रे ना जा रोको कोई

જનાર રાજકપૂરને બોલાવતી પદ્મિની પર આ ગીત રચાયું છે જેના શબ્દો છે શૈલેન્દ્રના અને સંગીત આપ્યું છે શંકર જયકિસને. દર્દભર્યો સ્વર છે લતાજીનો.

૧૯૬૨ની ફિલ્મ ‘સાહિબ બીબી ઔર ગુલામ’નું ગીત પતિને કોઠે ન જવા વિનવતું ગીત છે.

न जाओ सैंया छुड़ा के बैंया
क़सम तुम्हारी मैं रो पडूँगी रो पडूँगी
मचल रहा है सुहाग मेरा
जो तुम न हो तो मैं क्या करूँगी क्या करूँगी

રેહમાનને જતાં અટકાવવા મીનાકુમારી આ ગીત ગાય છે. ગીતના શબ્દો છે શકીલ બદાયુનીના અને સંગીત આપ્યું છે હેમંતકુમારે. ગીતા દત્ત ગીતના ગાયિકા

આ જ ફિલ્મનું એક અન્ય ગીત જોઈએ

जिया बुझा बुझा, नैना थके थके
पिया धीरे धीरे चले आओ
कोई दूर से आवाज़ दे चले आओ
चले आओ, चले आओ, चले आओ

આ એક પાર્શ્વગીત છે જે ગુરુદત્ત પર રચાયું છે. બાકીની વિગતો ઉપર મુજબ.

૧૯૬૨ની રહસ્મય ફિલ્મ ‘બીસ સાલ બાદ’ના ગીતો પણ લોકપ્રિય થયા છે જેમાનું ગીત છે

कहीं दीप जले कहीं दिल
ज़रा देख ले आ कर परवाने
तेरी कौन सी है मंज़िल
कहीं दीप जले कहीं दिल

આ ગીત વહીદા રેહમાન પર રચાયું છે જેના શબ્દો છે શકીલ બદાયુનીના અને સંગીત છે હેમંતકુમારનું. સ્વર છે લતાજીનો.

૧૯૬૩ની ફિલ્મ ‘ગુમરાહ’નું ગીત એક પૂર્વ પ્રેમી પોતાની પ્રેમિકાને ફરી એકવાર આ ગીત દ્વારા મળવા કહે છે.

इन हवाओं में, इन फ़िज़ाओं में तुझको मेरा प्यार पुकारे
आजा आजा रे, तुझको मेरा प्यार पुकारे

કલાકારો છે સુનીલ દત્ત અને માલા સિંહા. સાહિર લુધિયાનવીના શબ્દો અને રવિનું સંગીત. ગાયકો છે મહેન્દ્ર કપૂર અને આશા ભોસલે’

૧૯૬૩ની ફિલ્મ ‘હમરાહી’નું આ ગીત એક પ્રેમિકાનું વિરહ ગીત છે જે પોતાની ભાવના વ્યક્ત કરે છે.

मुझ को अपने गले लगा लो, ऐ मेरे हमराही
तुमको क्या बतलाऊं मैं
के तुमसे कितना प्यार है

રાજેન્દ્રકુમાર અને જમુના પર રચાયેલ આ ગીતના ગીતકાર છે હસરત જયપુરી અને સંગીતકાર છે શંકર જયકિસન. સ્વર છે મુબારક બેગમ અને રફીસાહેબના.

૧૯૬૪ની ફિલ્મ ‘વો કૌન થી’ જે એક રહસ્યમય ફિલ્મ તરીકે પ્રખ્યાત છે તેમાં આ પ્રકારના બે ગીતો જોવા મળે છે.

लग जा गले कि फिर ये हसीं रात हो न हो
शायद फिर इस जनम में मुलाक़ात हो न हो
लग जा गले कि फिर ये हसीं रात हो न हो
शायद फिर इस जनम में मुलाक़ात हो न हो

नैना बरसे रिमझिम-रिमझिम
नैना बरसे रिमझिम-रिमझिम
पिया, तोहरे आवन की आस
नैना बरसे रिमझिम-रिमझिम
नैना बरसे, बरसे, बरसे

બંનેના કલાકાર સાધના. ગીતકાર રાજા મેહંદી અલી ખાન અને સંગીતકાર મદન મોહન. ગાયિકા લતાજી.

૧૯૬૪ણી ફિલ્મ ‘તીસરી કસમ’માં આ ગીત એક નૃત્યગીત છે જે ચાહકોને આમંત્રિત કરે છે

रहेगा इश्क़ तेरा ख़ाक में मिलाके मुझे
हुए हैं इब्तिदा में रंज इन्तिहा के मुझे
आ आ भी जा
रात ढलने लगी चाँद छुपने चला
आ आ भी जा
तेरी याद में बेख़बर शमा की तरह रातभर
जली आरज़ू दिल जला

કલાકાર છે વહીદા રેહમાન. શૈલેન્દ્રના શબ્દો અને શંકર જયકિસનનું સંગીત. લતાજીનો સ્વર.

આ પછીના વર્ષોના આવા ગીતો હવે પછીના ભાગમાં.


Niranjan Mehta

A/602, Ashoknagar(old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. +91 22 28339258/ 91 9819018295
વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com