ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

ભગવાન થાવરાણી

મુખરામ શર્મા એટલે હિન્દી ફિલ્મોમાં પટકથા અને સંવાદ લેખનના બેતાજ બાદશાહ ! ૧૯૪૦ થી ૧૯૭૦ ના દશકોમાં એ નિરંતર સક્રિય રહ્યા. બી આર ચોપરા, જેમિની, એ વી એમ, પ્રસાદ પ્રોડક્શન જેવી માતબર નિર્માણ સંસ્થાઓના એ સ્થાયી લેખક હતા. એમણે લખેલી સેંકડોમાંની થોડીક ફિલ્મોના નામ જ એમનું કદ દર્શાવવા પર્યાપ્ત થશે. એક હી રસ્તા, સાધના, ધૂલ કા ફૂલ, ગૃહસ્થી, દૂર કી આવાઝ, દાદી મા, રાજા ઔર રંક, જીને કી રાહ, મૈં સુંદર હું, હમજોલી.

૧૯૬૭ ની રાજ કપૂરની ફિલ્મ ‘ દીવાના ‘ નું નિર્માણ પણ એમણે કરેલું..

૭૦ વર્ષની ઉંમરે જ્યારે એ પોતાની સફળતાના ચરમોત્કર્ષ પર હતા, ફિલ્મોમાં સ્વેચ્છાએ નિવૃત્ત થઈને પોતાના વતન મેરઠ જઈ વસ્યા અને ત્યાં જ અવસાન પામ્યા .

કારકિર્દીની શરૂઆતના વર્ષોમાં શ્રી વિષ્ણુ ભગવાન, શાદી સે પહલે, ચુનરિયા, રાજરાણી દમયંતી, શ્રીકૃષ્ણ સત્યભામા, માયા બાઝાર, બચ્ચોં કા ખેલ જેવી ગણીગાંઠી ફિલ્મોમાં પચાસેક ગીત પણ લખ્યાં. એમાં એક આ ગઝલ :

સબ કુછ લૂટાયા હમને આ કર તેરી ગલી મેં
ઘર છોડ કર બનાયા હૈ ઘર તેરી ગલી મેં

ખંજર તને હુએ હૈં ઔર સર ઝુકે હુએ હૈં
મકતલ સા દિખ રહા હૈ મંઝર તેરી ગલી મેં

માથે પે ઉસકો રખ લું, સિજદે મેં સર ઝુકા દું
મિલ જાએ જો ભી હમકો પથ્થર તેરી ગલી મેં

તેરે લિયે જીયે હૈં, તેરે લિયે મરેંગે
હમકો દિખાના હૈ યે મર કર તેરી ગલી મેં..

 

– ફિલ્મ : ચુનરિયા ૧૯૪૯
– મુહમ્મદ રફી
– હંસરાજ બહલ


ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.