દેવિકા ધ્રુવ

કાલ હતી, તે આજ છે ને વળી કાલમાં ઢળી ચાલતી થશે.
કાળની પીંછી ક્ષણના રંગે યુગને ચીતરી આપતી જશે.

 ચાલને ભેરુ સંગેસંગે નવું વરસ સત્કારી લઈએ.
નભે નીતરતા રંગોથી આજે બેઉ નયન છલકાવી દઈએ.
નહિ તો નોખા માપથી એ તો, માપતી જશે, નાથતી જશે.
કાલ હતી તે આજ છે ને વળી કાલમાં ઢળી ચાલતી થશે.

 નવા સમયનો રંગ છે જુદો, માણે તે ખરો જાણી શકે.
પાનખરે ખરી છટા દેખાશે, વાસંતી છાંટ છંટાઈ જશે.
પળની પીંછી હળવે હળવે ખરતી જઈને ઊડતી જશે.
કાલ હતી, તે આજ છે ને વળી કાલમાં ઢળી ચાલતી થશે.


Devika Dhruva: ddhruva1948@yahoo.com | http://devikadhruva.wordpress.com