નિરંજન મહેતા

જિંદગીમાં આવતા ઉતાર ચઢાવને લગતા ગીતો અનેક આવ્યા છે જેમાં વધુ એક છે ૧૯૭૪ણી ફિલ્મ ‘આપ કી કસમ’નું આ ગીત

 

ज़िंदगी के सफ़र में गुज़र जाते हैं जो मक़ाम
वो फिर नहीं आते, वो फिर नहीं आते

फूल खिलते हैं, लोग मिलते हैं
फूल खिलते हैं, लोग मिलते हैं मगर
पतझड़ में जो फूल मुरझा जाते हैं
वो बहारों के आने से खिलते नहीं

कुछ लोग जो सफ़र में बिछड़ जाते हैं
वो हज़ारों के आने से मिलते नहीं
उम्र भर चाहे कोई पुकारा करे उनका नाम
वो फिर नहीं आते, वो फिर नहीं आते
ज़िन्दगी के सफ़र में …

आंख धोखा है, क्या भरोसा है
आंख धोखा है, क्या भरोसा है सुनो
दोस्तों शक़ दोस्ती का दुश्मन है
अपने दिल में इसे घर बनाने न दो
कल तड़पना पड़े याद में जिनकी
रोक लो रूठ कर उनको जाने न दो
बाद में प्यार के चाहे भेजो हज़ारों सलाम
वो फिर नहीं आते, वो फिर नहीं आते
ज़िन्दगी के सफ़र में …

सुबह आती है, शाम जाती है 
सुबह आती है, शाम जाती है यूंही
वक़्त चलता ही रहता है रुकता नहीं
एक पल में ये आगे निकल जाता है
आदमी ठीक से देख पाता नहीं
और परदे पे मंज़र बदल जाता है
एक बार चले जाते हैं जो दिन\-रात सुबह\-\-शाम
वो फिर नहीं आते, वो फिर नहीं आते
ज़िन्दगी के सफ़र में …

કહે છે કે જિંદગીની સફર દરમિયાન કંઈ કેટલાય મુકામ આવે છે અને જાય છે પણ એકવાર તેના ગયા પછી તે પાછા નથી આવતા, જેમ કે ફૂલ ખીલે છે પણ પાનખર આવતા જે ફૂલો કરમાઈ જાય છે તે જ ફૂલો વસંત આવે ત્યારે ફરી નથી ઉગતા એટલે કે તેને સ્થાને નવા ફૂલો આવે છે. તે જ રીતે કેટલાક લોકો એવા છે જેનો એકવાર સાથ છૂટી જાય પછી મળતા નથી ભલેને બીજા હજારો લોકો આપણને મળે!  તમે તેમને યાદ કર્યા કરો પણ તેમનો મેળાપ થતો નથી.

આગળ કહેવાયું છે કે આંખો દેખી વાત પર ભરોસો ન કરો. તેને કારણે થતી શંકા મિત્રતાની દુશ્મન છે. ભલભલા મિત્રો એક શંકાને કારણે દુશ્મન બની જાય છે. એટલે જ શંકાને તમારી અંદર સ્થાઈ થવા ન દો કારણ આગળ જતા તે મિત્રની યાદ આવતા પસ્તાવું પણ પડે. જે રિસાઈ ગયા છે તેને રોકો જવા ન દો નહી તો પાછળથી હજારવાર પ્રયત્ન કરશો તો પણ તે કદાચ પાછા ન પણ આવે.

સવાર પડે છે અને સાંજ પણ ચાલી જાય છે. સમય કોઈના માટે અટકતો નથી બીજી જ મિનિટે તે આગળ નીકળી જાય છે. પણ માનવીને તેની સમજ નથી. તે જોઈ સમજી શકે તે પહેલા તો દ્રશ્ય બદલાઈ જાય છે.

એકવાર જે સવાર, સાંજ, દિવસ, રાત પસાર થઇ જાય પછી તે જ સવાર, સાંજ, દિવસ, રાત પાછા નથી આવતા. તે જ રીતે તમારી જિંદગીમાં જે સમય આવે છે તેનો યોગ્ય ઉપયોગ કરો. સમય વર્તે સાવધાન જે કહેવાયું છે તેનો મર્મ સમજશો તો પાછળથી પસ્તાવાનો વખત નહી આવે.

ગીત રાજેશ ખન્ના પર રચાયું છે જેના શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત છે આર.ડી.બર્મનનું. ગાયક કિશોરકુમાર.


Niranjan Mehta

A/602, Ashoknagar(old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com