ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

ભગવાન થાવરાણી

સ્ત્રી ગીતકારો અને સંગીતકારોનો હિંદી ફિલ્મોમાં પહેલેથી દુકાળ હતો અને છે. આ લેખમાળાને જે સમયગાળાના ફિલ્મી ગઝલકારો પૂરતી મર્યાદિત રાખવાનો નિર્ણય કર્યો છે એ ૭૦ – ૭૫ ના દશક સુધીમાં ફિલ્મોમાં જે સ્ત્રી સર્જકોના ગીતો આવ્યાં એ ગણ્યા ગાંઠ્યા સ્ત્રી સર્જકો – અમૃતા પ્રીતમ, પ્રભા ઠાકુર, ઈંદુ જૈન, પદ્મા સચદેવ, માયા ગોવિંદ વગેરેએ આંગળીના વેઢે ગણાય એટલા ગીતો આપ્યા અને મારી જાણ પ્રમાણે એમાં કોઈ ગઝલ નથી.

અહીં સામેલ કર્યા છે ( બલ્કે કરવા પડ્યા છે ) એ ગીતકાર રાની મલિક હિંદી ફિલ્મોમાં છેક ૧૯૯૦ માં પ્રવેશ્યા. લેખમાળા સ્ત્રી ગઝલકાર વિહોણી રહે એ પણ બરાબર ન લાગ્યું એટલે અને એમણે ગઝલો પણ આપી છે એટલે એમને સમાવિષ્ટ કર્યા.

રાની મલિકને શરુઆતી ખ્યાતિ મળી એમના આશિકી ( ૧૯૯૦ ) ના ગીત ‘ ધીરે ધીરે મેરી ઝિંદગી મેં આના ‘ થી. એ પછી પણ ‘ તુમસે મિલને કો દિલ કરતા હૈ ‘ ( ફૂલ ઔર કાંટે ) ‘ છુપાના ભી નહીં આતા ‘ ( બાઝીગર ) અને ‘ ચુરા કે દિલ મેરા ગોરિયા ચલી ‘ ( મૈં ખિલાડી તૂ અનાડી ) ખૂબ ચાલ્યાં.

એમણે પચાસ જેટલી ફિલ્મોમાં બસો ઉપરાંત ગીતો લખ્યાં. એમણે લખેલી બે ગઝલો :

દેખિયે કલિયોં કે ખિલ જાને કા મૌસમ આ ગયા
યું સમજિયે અબ કરીબ આને કા મૌસમ આ ગયા

હમને કબ સોચા થા યું તકદીર હોગી મેહરબાં
બેકરારી મેં કરાર આને કા મૌસમ આ ગયા

શોખિયોં મેં ધુલ ગઈ જબ પ્યાર કી શર્મો હયા
યું લગા, રંગીં ગઝલ ગાને કા મૌસમ આ ગયા

આપ સે કુછ નૂર લેકર ઝિલમિલાયા આસ્માં
ચાંદ કે ઘૂંઘટ કો સરકાને કા મૌસમ આ ગયા..

– ફિલ્મ : એક હી રાસ્તા ૧૯૯૩
– બેલા સુલાખે, ઉદિત નારાયણ
– મહેશ કિશોર

ઉતરા ન દિલ મેં કોઈ ઈસ દિલરુબા કે બાદ
લબ પે ઈસી કા નામ હૈ આતા ખુદા કા બાદ

દેખે હૈં ફૂલ, તારે, હવાએં, ઘટા, ચમન
ફીકે લગે હૈં રંગ યે તેરી હર અદા કે બાદ

તેરે પ્યાર સે સજે હોં મેરે દિલ કે રાસ્તે
ઉઠેં ન હાથ મેરે અબ ઈસ દુઆ કે બાદ..

– ફિલ્મ : ઉફ સે મુહબ્બત ૧૯૯૬
– કુમાર શાનુ
– નિખિલ વિજય


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.