ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
નિર્માતા, નિર્દેશક અને ગીતકાર સાવન કુમાર ટાક ( ૧૯૩૬ – ૨૦૨૨ ) એમના ગીતો અને ફિલ્મો કરતાંય વિશેષ એમના પ્રેમ પ્રકરણોને કારણે વધુ ચર્ચામાં રહ્યા.
એમની સર્જેલી સફળ ફિલ્મો એટલે સાજન બિના સુહાગન, સૌતન, સૌતન કી બેટી, સનમ બેવફા, બેવફા સે વફા વગેરે.
નિર્માતા તરીકે એમણે ૧૯૬૭ ની ફિલ્મ ‘ નૌનિહાલ ‘ થી અભિનેતા સંજીવ કુમારને બ્રેક આપ્યો. એમનું આ ફિલ્મી નામ પણ સાવન કુમારની જ શોધ. નિર્દેશક તરીકે એમની પહેલી ફિલ્મ હતી ૧૯૭૨ ની ‘ ગોમતી કે કિનારે ‘ જે અભિનેત્રી મીના કુમારીની આખરી ફિલ્મ બની રહી.
પછીના ગાળામાં એમણે સર્જેલી મોટા ભાગની ફિલ્મોના ગીતો પણ એમણે જ લખ્યા. એમના ગીતલેખનમાં લોકપ્રિયતા માટેના બધા જ અંશ હતા. એમના કેટલાંક જાણીતા ગીતોના મુખડાં જ એમની લોકપ્રિયતાની ગવાહી આપશે. ‘ તેરી ગલિયોં મેં ના રખેંગે કદમ ‘ ( હવસ ), ‘શાયદ મેરી શાદી કા ખયાલ દિલ મેં આયા હૈ ‘ ( સૌતન ), ચૂડી મઝા ન દેગી ( સનમ બેવફા ), અલ્લાહ કરમ કરના ( સનમ બેવફા ), ‘ ઝિંદગી પ્યાર કા ગીત હૈ ‘ ( સૌતન ) અને ‘ બરખા રાની ઝરા જમ કે બરસો ‘ ( સબક ). રાકેશ રોશનની સુપર હીટ ફિલ્મ ‘ કહો ના પ્યાર હૈ ‘ ના કેટલાંક ગીતો એમણે લખેલાં. ( પ્યાર કી કશ્તી મેં લહરોં કી મસ્તી મેં )
સંગીતકાર ઉષા ખન્ના સાથે એમણે લગ્ન કરેલા.
એમણે કુલ પચાસ ઉપરાંત ગીતો લખ્યાં. એમાંની બે ગઝલો પેશ છે :
વો જિધર દેખ રહે હૈં સબ ઉધર દેખ રહે હૈં
હમ તો બસ દેખને વાલોં કી નઝર દેખ રહે હૈં
કિસી કે આને સે રૌનક હૈ આજ મેહફિલ મેં
હમ તો બસ શામ સે ખુશિયોં કી સહર દેખ રહે હૈં
બહોત ખરાબ હૈ ગૈરોં સે બાત કરતે હૈં
એ જી સુનિયે હમ ઈધર હૈં, ક્યા ઉધર દેખ રહે હૈં..
– ફિલ્મ : સબક ૧૯૭૩
– સુમન કલ્યાણપૂર
– ઉષા ખન્ના
કહાં થે આપ ઝમાને કે બાદ આએ હૈં
મેરે શબાબ કે જાને કે બાદ આએ હૈં
મેરે હુઝૂર બતાઓ મેરી ખતા ક્યા હૈ
ભરી બહાર કે જાને કે બાદ આએ હૈં
ગિરાના થા તો ફલક સે હમેં ગિરા દેતે
નઝર સે હમકો ગિરાને કે બાદ આએ હૈં
વો જિનકે પ્યાર મેં સદિયાં ગુઝાર દીં હમને
હરેક ખ્વાબ જલાને કે બાદ આએ હૈં..
– ફિલ્મ : સૌતન કી બેટી ૧૯૯૦
– લતા
– વેદપાલ
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
