નિરંજન મહેતા
ફિલ્મીગીતોમાં કેટલાક એવા ગીતો છે જે સવાલથી શરૂ થાય અને આગળ તેનો જવાબ મળે. જો કે કેટલાક ગીતોમાં ફક્ત સવાલ જ દર્શાવાયા છે. આવા બંને પ્રકારના ગીતો આ લેખમાં સમાવાયા છે. પણ જે ગીતમાં શરૂઆતમાં સવાલ નથી પણ આગળના અંતરામાં આવે છે તેવા ગીતો આ લેખમાં નથી સામેલ કર્યા.
સૌ પ્રથમ આવે છે ૧૯૫૪ની ફિલ્મ ‘બુટપોલીસ’નું ગીત
चली कौनसे देश गुजरिया तू सज धज के
जाऊँ पिया के देश ओ रसिया मैं सज धज के
ઝુંપડપટ્ટીમાં રહેતા બાળકોને લગતી આ ફિલ્મ છે જેમાં બેબી નાઝ મુખ્ય કલાકાર છે. આ ગીતમાં તે અને અન્ય
કલાકાર દેખાય છે. શબ્દો છે શૈલેન્દ્રના અને સંગીત આપ્યું છે શંકર જયકિસને. ગાનાર કલાકરો છે આશા ભોસલે અને તલત મહેમુદ.
૧૯૫૫ની ફિલ્મ ‘સીમા’ એક રીબેલિયન સ્ત્રી પર આધારિત છે જેણે જીવનમાં દુઃખ જ જોયું છે. અનાથાશ્રમમાંથી તે ભાગી જાય છે ત્યારે તેના સંચાલક બલરાજ સહાની દ્વારા ગવાતું આ ગીત છે.
कहाँ जा रहा है तू, ऐ जानेवाले
अँधेरा है मन का, दिया तो जला ले
कहाँ जा रहा है तू, ऐ जानेवाले
कहाँ जा रहा है
મહિલા કલાકાર છે નુતન. ગીતના શબ્દો છે શૈલેન્દ્રનાં અને સંગીત છે શંકર જયકિસનનું. સ્વર છે રફીસાહેબનો.
૧૯૫૬ની ફિલ્મ ‘સી.આઈ.ડી.’નું આ ગીત સાંકેતિક ગીત છે.
जाता कहाँ है दीवाने सब कुछ यहाँ है सनम
बाक़ी के सारे फ़साने झूठे हैं तेरी क़सम
कुछ तेरे दिल में कुछ मेरे दिल में
ज़माना है बुरा
વહીદા રહેમાન દેવઆનંદને ઉદ્દેશીને આ ગીત ગાય છે જેના શબ્દો છે મજરૂહ સુલતાનપુરીનાં અને સંગીત આપ્યું છે ઓ.પી.નય્યરે. ગાયિકા ગીતા દત્ત.
૧૯૫૬ની અન્ય ફિલ્મ ‘ચોરી ચોરી’નાં ગીતમાં શરૂઆતમાં કઠપૂતળીનો ખેલ દેખાય છે પણ પછી તે કઠપુતળીઓની જગ્યાએ રાજકપૂર અને નરગીસ પોતાની જાતને જુએ છે અને ગીતને આગળ વધારે છે.
जहाँ मैं जाती हूँ वहीं चले आते हो
चोरी-चोरी मेरे दिल में समाते हो
ये तो बताओ के तुम मेरे कौन हो
ગીતકાર શૈલેન્દ્ર અને સંગીતકાર શંકર જયકિસન. ગાયકો છે મન્નાડે અને લતાજી.
૧૯૫૭ની ફિલ્મ ‘દેખ કબીર રોયા’ના આ ગીતમાં કોઈની રાહ જોતા અનુપકુમાર વિચારે છે કે
कौन आया मेरे मन के द्वारे
पायल की झनकार लिये
कौन आया …
રાજીન્દર કૃષ્ણનાં શબ્દોને સંગીત આપ્યું છે મદનમોહને અને સ્વર છે મન્નાડેનો.
૧૯૫૯ની ફિલ્મ ‘નવરંગ’ એક કલાકારની મનોદશા વર્ણવે છે.
तू छुपी है कहाँ मैं तड़पता यहां
तेरे बिन फीका फीका है दिल का जहां
तू छुपी है कहाँ मैं तड़पता यहां
तू गयी उड़ गया रंग जाने कहाँ
મહિપાલ માનસ પ્રેમિકા સંધ્યાને માટે આ ગીત ગાય છે જેના શબ્દો છે ભરત વ્યાસના અને સંગીત છે સી. રામચંદ્રનું. આશા ભોસલે અને મન્નાડે ગાયક કલાકારો.
૧૯૬૧ની ફિલ્મ ‘સસુરાલ’નાં આ ગીતમાં ખૂબી એ છે કે દરેક સવાલના જવાબ પણ સવાલથી આપવાના.
एक सवाल मैं करूँ
एक सवाल तुम करो
एक सवाल मैं करूँ
एक सवाल तुम करो
हर सवाल का सवाल ही जवाब हो
રાજેન્દ્ર કુમાર અને બી. સરોજાદેવી વચ્ચેની આ જુગલબંધીનાં રચનાકાર છે શૈલેન્દ્ર જેનું સંગીત છે શંકર જયકિસનનું. લતાજી અને રફીસાહેબ ગાયકો છે.
૧૯૬૩ની ફિલ્મ ‘તેરે ઘર કે સામને’નું આ ગીત એક વિરહીની મનોવ્યથા ઉજાગર કરે છે.
तू कहाँ ये बता इस नशीली रात में
माने ना मेरा दिल दीवाना
हाय रे माने ना मेरा दिल दीवाना
દેવઆનંદ નૂતનને અનુલક્ષીને આ ગીત ગાય છે. ગીતના શબ્દો છે હસરત જયપુરીનાં અને સંગીત છે સચિન દેવ બર્મનનું. ગાયક છે રફીસાહેબ.
૧૯૬૫ની ફિલ્મ ‘ગાઈડ’નું આ ગીત પાર્શ્વગીત છે અને તે ટાઈટલમાં મુકાયું છે.
वहाँ कौन है तेरा, मुसाफ़िर, जायेगा कहाँ
दम लेले घड़ी भर, ये छैयां, पायेगा कहाँ
वहां हौन है तेरा …
જેલમાંથી છુટેલા દેવઆનંદને ક્યા જવું તેની ખબર નથી એટલે તે અજાણ્યા શહેરમાં જવા નીકળે છે ત્યારે આ ગીત મુકાયું છે જેના રચયિતા છે શૈલેન્દ્ર અને સંગીતકાર છે સચિન દેવ બર્મન, તેમણે જ આ ગીતને સ્વર આપ્યો છે.
૧૯૬૮ની ફિલ્મ ‘ઝૂક ગયા આસમાં’નું આ ગીત એક પ્રેમી પ્રેમિકાને મળવા આતુર છે ત્યારે કારમાં સફર કરતાં આ ગીત ગાય છે.
कौन है जो सपनों में आया
कौन है जो दिल में समाया
लो झुक गया आसमां भी
इश्क़ मेरा रंग लाया
ओ प्रिया, ओ प्रिया…
કલાકાર છે રાજેન્દ્ર કુમાર. શબ્દો છે હસરત જયપુરીનાં અને સંગીત આપ્યું છે શંકર જયકિસને. સ્વર છે રફીસાહેબનો.
૧૯૬૮ની ફિલ્મ ‘બહારો કી મંઝીલ’નું ગીત એક પાર્શ્વગીત છે. તંદ્રામાંથી જાગેલ મીનાકુમારીને ઘરમાં બધું બદલાયેલું દેખાય છે ત્યારે આ ગીત સંભળાય છે.
निगाहे क्यों भटकती है
कदम क्यों डगमगाते है
हुमी तक है हर एक मंजिल
चले आओ चले आओ
चले आओ चले आओ
निगाहे क्यों भटकती है
ગીતકાર છે મજરૂહ સુલતાનપુરી અને સંગીતકાર છે લક્ષ્મીકાંત પ્યારેલાલ. ગાયિકા લતાજી.
૧૯૭૧ની ફિલ્મ ‘આન મિલો સજના’નું આ ગીત બે પ્રેમીઓ વચ્ચે સવાલ જવાબ દ્વારા થતી નોકઝોક છે.
अच्छा तो हम चलते हैं
अच्छा तो हम चलते हैं
फिर कब मिलोगे
जब तुम कहोगे
जुम्मे रात को
हाँ हाँ आधी रात को
આ નોકઝોક રાજેશ ખન્ના અને આશા પારેખ વચ્ચે થાય છે. ગીતના શબ્દો છે આનંદ બક્ષીનાં અને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે. લતાજી અને કિશોરકુમારના સ્વર.
૧૯૭૦ની ફિલ્મ ‘મેરા નામ જોકર’નું આ ગીત અત્યંત દર્દભર્યું અને સચોટ છે.
जाने कहाँ गए वो दिन कहते थे तेरी राह में
नज़रों को हम बिछाएंगे
चाहे कहीं भी तुम रहो चाहेंगे तुमको उम्र भर
तुमको ना भूल पाएंगे
યાદોમાં ખોવાયેલ રાજકપૂર પર રચાયેલ આ ગીતના ગીતકાર છે શૈલેન્દ્ર. સંગીત છે શંકર જયકિસનનું અને ગાયક છે મુકેશ.
૧૯૭૨ની ફિલ્મ ‘અનુરાગ’ના આ ગીતમાં સવાલ જવાબની હારમાળા દેખાશે.
तेरे नैनों के मैं दीप जलाऊँगा
अपनी आँखों से दुनिया दिखलाऊँगा
अच्छा
वो क्या है? इक मंदिर है
उस मंदिर में? इक मूरत है
ये मूरत कैसी होती है?
तेरी सूरत जैसी होती है
वो क्या है? इक मंदिर है
વિનોદ મેહરા અને પ્રજ્ઞાચક્ષુ મૌસમી ચેટરજી વચ્ચે આ સવાલ જવાબનો સિલસિલો રચાયો છે. આનંદ બક્ષીના શબ્દોને સચિન દેવ બર્મનનું સંગીત મળ્યું છે જ્યારે ગાયકો છે લતાજી અને રફીસાહેબ.
૧૯૭૨ની ફિલ્મ ‘પિયા કા ઘર’નું ગીત એક ઉત્સુક યુવાનના મનની લાગણીઓ દર્શાવે છે. પોતાની થનાર પત્નીનો ફોટો જોઈ તે કહે છે
ये जुल्फ कैसी है, जंजीर जैसी हैं
ये जुल्फ कैसी है, जंजीर जैसी हैं
वो कैसी होगी जिसकी तसवीर ऐसी है
અનીલ ધવન જયા ભાદુરીનાં ફોટાને જોઈ આ ગીત ગાય છે. બીજી બાજુ જયા ભાદુરી પણ કાંઇક અંશે આવું જ અનુભવે છે. ગીતકાર આનંદ બક્ષી અને સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ. ગાયકો લતાજી અને રફીસાહેબ.
૧૯૭૪ની ફિલ્મ ‘ઝહરીલા ઇન્સાન’
ओ हँसनी मेरी हँसनी, कहाँ उड़ चली
मेरे अरमानो के पँख लगाके, कहाँ उड़ चली
મૌસમી ચેટરજીને દોડી જતી જોતા રિશીકપૂર પોતાના મનોભાવ આ ગીત દ્વારા વ્યક્ત કરે છે. ગીતના શબ્દો છે મજરૂહ સુલતાનપુરીના અને સંગીતકાર છે આર.ડી. બર્મન. સ્વર છે કિશોરકુમારનો.
આ ગીત ૨૦૦૨ની ફિલ્મ ‘દિલ વિલ પ્યાર વ્યાર’માં પણ મુકાયું છે.
આ ગીતના કલાકરો છે નમ્રતા શિરોડકર અને આર. માધવન. ગીતકાર અને સંગીતકાર ઉપર મુજબ. ગાયકો છે સુનિધિ ચૌહાણ અને અભિજિત
૧૯૭૬ની ફિલ્મ ‘છોટી સી બાત’નું આ ગીત એક પાર્શ્વગીત છે જે પ્રેમીની યાદમાં વિદ્યા સિંહ ઉપર રચાયું છે.
ना जाने क्यूँ होता है ये ज़िंदगी के साथ
अचानक ये मन किसी के जाने के बाद
करे फिर उस की याद छोटी-छोटी सी बात
ગીતકાર યોગેશ અને સંગીતકાર સલીલ ચૌધરી. સ્વર છે લતાજીનો.
૧૯૭૯ની ફિલ્મ ‘ગ્રેટ ગેમ્બલર’નું આ ગીત પણ એક નોકઝોક સ્વરૂપે છે.
तुम कितने दिन बाद मिले
तुम इतने दिन कहाँ रहे
जानके क्यों अनजान बने
कोई उससे क्या कहे
तुमने है जाना नहीं
हमें पहचाना नहीं
આ નોકઝોક નીતુ સિંહ અને અમિતાભ બચ્ચન વચ્ચે થાય છે. આનંદ બક્ષીના શબ્દો અને આર. ડી. બર્મનનું સંગીત. કિશોરકુમાર અને આશા ભોસલે ગાયકો.
આ યાદી સંપૂર્ણ નથી પણ આશા છે જેટલા ગીતો મુકાયા છે તેનો મિત્રો આનંદ લેશે.
Niranjan Mehta

ગીતોમાં સવાલ બહુજ હૃદયસ્પર્શી મને લાગ્યો એ ” ઐસા કયું ? ફિર ઐસા કયું? ” અને પછી સંભળાતી ઉધરસ.
-નીતિન વ્યાસ
LikeLike