ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
સફદર આહ સીતાપુરીએ મહદંશે ૧૯૪૦ અને કંઈક અંશે ૧૯૫૦ ના દાયકામાં સોથી વધુ ગીતો લખ્યાં. એ પહેલાં પણ ઉર્દુ શેરો શાયરીની દુનિયામાં એમનું ખાસ્સું નામ હતું. એ ક્યારેક સફદર આહ તો ક્યારેક ‘ આહ ‘ સીતાપુરી તરીકે ઓળખાતા. એમની ઓળખાણ માટે કોઈ એક જ ગીત રચનાનો ઉલ્લેખ કરવો હોય તો ‘ પહલી નઝર ‘ ( ૧૯૪૫ ) ફિલ્મની મુકેશે ગાયેલ યાદગાર ગઝલ ‘ દિલ જલતા હૈ તો જલને દે, આંસૂ ન બહા ફરિયાદ ન કર ‘ કાફી છે.
આ ફિલ્મ ઉપરાંત એમણે અલીબાબા, ઔરત, રોટી, બહન, પ્રાર્થના, પૈગામ, માન, નાઝ, લાડલી, ભક્ત રૈદાસ, ભૂખ, આસરા, ઉમર ખૈયામ, બોલતી બુલબુલ, ફરમાન, વિજય, શ્રી કૃષ્ણ અર્જુન યુદ્ધ અને બડી બહુ જેવી ફિલ્મોમાં ગીતો લખ્યાં.
તેઓ ૧૯૮૦ માં મુંબઈ અવસાન પામ્યા.
એમની લખેલી બે ગઝલો :
કભી જલવે દિખાએ જાતે હૈં
કભી પરદે ગિરાએ જાતે હૈં
મુંહ પે મુંહ હૈ ગલે મેં બાહેં હૈં
આજ રૂઠે મનાએ જાતે હૈં
અઝ્મ સહરા – નવર્દિયોં કા હાએ
આગ ઘર મેં લગાએ જાતે હૈં..
( સહરા નવર્દિયાં = રણમાં ભટકવાની મોજ )
– ફિલ્મ : ગરીબ ૧૯૪૨
– સુરેન્દ્ર
– અનિલ બિશ્વાસ
ભૂલ જા જો દેખતા હૈ, જો હૈ દેખા ભૂલ જા
યાદ રખ કર ક્યા કરેગા, યે તમાશા ભૂલ જા
ખ્વાબ કી રૂદાદ પર કૈસી ખુશી કૈસા મલાલ
અપની હાલત પર યે હંસના ઔર રોના ભૂલ જા
ક્યા ભરોસા ઝિંદગી કે ઝિલમિલાતે દીપ કા
અપને અરમાનોં કી યે દુનિયા બચાના ભૂલ જા
ખુદ કદમ ઉઠેંગે તેરે અપની મંઝિલ કી તરફ
બસ ચલા ચલ, કિસ તરફ હૈ તુજકો જાના ભૂલ જા..
– ફિલ્મ : વિશ્વાસ ૧૯૪૩
– સુરેન્દ્ર
– ફિરોઝ નિઝામી
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
