દિવ્યેશ મહેતા
ડો. દિવ્યેશ મહેતા નિવૃત્ત હેમેટોલોજિસ્ટ ઓન્કોલોજિસ્ટ છે. તેઓ શિકાગોની યુનિવર્સિટી ઓફ ઇલિનોઇસમાં હેમેટોલોજી અને ઓન્કોલોજીના ડિવિઝન ચીફ હતા અને યુનિવર્સિટી ઓફ ઇલિનોઇસ અને એરિઝોનામાં મેડિસિનના પ્રોફેસર હતા. તેમનાં સંશોધનના મુખ્ય રસ કેન્સરમાં નવી દવાઓ અંગે છે. તેમને અને તેમની ટીમને P-28(Azurin)ની શોધ અને તેના પ્રથમ માનવ અજમાયશ માટે શ્રેય આપવામાં આવે છે.
“ધ મેસેજ” માં લેખક તા-નેહિસી કોટ્સ દમન પ્રણાલી, સાંસ્કૃતિક ઓળખ અને સ્વતંત્રતા માટેના સંઘર્ષના દૃષ્ટિકોણ દ્વારા આફ્રિકન અમેરિકન લોકોના અનુભવને તાદૃશ કરે છે. આ કાર્ય, કોટ્સનું મોટા ભાગનું લેખન વ્યક્તિગત, ગહન ચિંતન અને ઐતિહાસિક તેમજ સમકાલીન અન્યાયના વ્યાપક વિષય વસ્તુ પર કેન્દ્રીત હોય છે. ‘ધ મેસેજ’ પણ તેમાં અપવાદ નથી, ‘ધ મેસેજ’ની વાત અમેરિકાની સરહદોથી આગળ વધીને માત્ર આફ્રિકન અમેરિકન સંઘર્ષમાં પુરતી મર્યાદિત ન રહીને પેલેસ્ટાઈનની પરિસ્થિતિ સહિત ન્યાય માટેના વૈશ્વિક સંઘર્ષોને આવરી લે છે.
કોટ્સની પેલેસ્ટાઇનની મુલાકાત દરમ્યાન કોટ્સે વિસ્થાપન, પોતાના સમાજથી વિખૂટા પડવાનાં અને શાસનની અનુમતિથી કરાતી હિસા વચ્ચે પીસાઈ રહેલાં પેલેસ્ટિનિયનોનાં જે જીવનને જોયું તેની સાથે આફ્રિકન અમેરિકનો અનુભવોની જીવંત સમાનતા “ધ મેસેજ” નું વિશેષ નોંધપાત્ર આકર્ષણ છે.. ઇઝરાયેલના કબ્જા હેઠળ પેલેસ્ટિનિયનોની પ્રતિબંધિત હિલચાલથી માંડીને લશ્કરી શક્તિની નરી આંખે દેખાતી હાજરી પેલેસ્ટિનિયન જીવનને જે રીતે અસર કરે છે વિશેનું કોટ્સનું સવેદનાત્મક અવલોકન, યુનાઇટેડ સ્ટેટ્સમાં અશ્વેત સમુદાયોપરના તેમણે વર્ણવેલ નિયંત્રણ અને જાપ્તાનો પડઘો પાડે છે.
અહીં રજૂ કરાયેલ ચિંતન આખીને આખી જાતિ દ્વારા સામૂહિક રીતે અનુભવાતા અપમાનની ભાવનાનું ચિત્રણ છે. કોટ્સ ભારપૂર્વક જણાવે છે કે ગૌરવનો વ્યવસ્થિત ઇનકાર, પછી ભલેને અથવા આફ્રિકન અમેરિકનો અને પેલેસ્ટિનિયનો એમ બંને લોકોએ સહન કરેલી ફરજિયાત ઓળખ તપાસ, પ્રતિબંધિત હિલચાલ કે પછી સતત રખાતો જાપ્તો માનવ ગૌરવના વ્યવસ્થિત ઇનકાર દ્વારા એ લોકોની માનવતા છીનવી રહી છે. હીનતા અને પરાધીનતાની ભાવનાને મજબૂત કરવા માટે આ અપમાન માત્ર શારીરિક નથી રહેતું, પરંતુ મનોવૈજ્ઞાનિક પણ બની રહે છે.
કોટ્સ આ પુસ્તકમાં આફ્રિકન અમેરિકન અને પેલેસ્ટિનિયનોની સ્થિતિની જે સરખામણી કરે છે તેનો અર્થ એમના સંઘર્ષનાં મહત્વને ઓછું કરવાનો નથી પરંતુ જુલમની પ્રણાલીઓ વિવિધ સંદર્ભોમાં પણ કેવી સમાન રીતે કેવી રીતે કામ કરે છે તે બતાવવાનો છે. ન્યાય માટેની તેમની લડતમાં આફ્રિકન અમેરિકનો અને પેલેસ્ટિનિયનોને જોડતી માનવતાની કડી અંગેનાં તેમનાં અવલોકનો માત્ર વર્ણનાત્મક નથી પણ ગહન સંવેદનાની સમાનુભૂતિપૂર્ણ પણ છે,
“ધ મેસેજ” આખરે મુક્તિ માટેના આ વૈશ્વિક સંઘર્ષોને ઓળખવા માટેના કોલ તરીકે સેવા આપે છે, વાચકોને યાદ કરાવે છે કે ચોક્કસ સંદર્ભો ભલે અલગ-અલગ હોઈ શકે, પણ નિયંત્રણ, અપમાન અને અમાનવીયીકરણ માટે અપનાવાતી પદ્ધતિઓ દરેક સત્તાધારી શાસન માટે આશ્ચર્યજનક રીતે સમાન રહે છે. કોટ્સ તેના વાચકોને રાષ્ટ્રીય સરહદોની બહાર જોવા અને ન્યાય માટેની લડત વૈશ્વિક છે તે સમજવા માટે સંદેશ આપે છે.
+ + +
તા-નેહિસી કોટ્સ એક બહુખ્યાત લેખક, પત્રકાર અને બૌદ્ધિક છે, તેઓ અમેરિકામાં જાતિ અને ઓળખના ગહન સંશોધન માટે જાણીતા છે. બિટવીન ધ વર્લ્ડ એન્ડ મી (૨૦૧૫) અને ધ વોટર ડાન્સર (૨૦૧૯) જેવાં જાણીતા પુસ્તકોએ આફ્રિકન અમેરિકન અનુભવ પરનાં તેમનાં પ્રભાવશાળી વિવરણો માટે વિવેચકોની પ્રશંસા પામેલ છે.
+ + +
૧૫ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ તેમણે ‘ધ મેસેજ’નાં વિષયવસ્તુ પર આપેલ વ્યક્તવ્યની વિડીયો ક્લિપ અહીં રજૂ કરેલ છે.
ડો. દિવ્યેશ મહેતાનો સંપર્ક divyeshm@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
