ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
પંડિત સુદર્શનનું મૂળ નામ હતું બદ્રીનાથ શર્મા. એ મૂલત: નવલકથાકાર અને ટૂંકી વાર્તાઓના લેખક હતા. ફિલ્મોમાં એ પ્રવેશ્યા પૃથ્વીરાજ કપુર અભિનિત ફિલ્મ ‘ રામાયણ ‘ ના પટકથા લેખક તરીકે. એ પછી ૧૯૩૫ની ન્યુ ટોકીઝની ફિલ્મ ‘ ધૂપછાંવ ‘ માં એમણે પટકથા ઉપરાંત ગીતો પણ લખ્યા. ( ‘ તેરી ગઠરી મેં લાગા ચોર મુસાફિર જાગ ઝરા ‘ કે સી ડે ). સોહરાબ મોદીની સફળ ફિલ્મ ‘ સિકંદર ‘ ની પટકથા, સંવાદ અને ગીત પણ એમના જ. એ પછી એમની લખેલી ફિર મિલેંગે, પૃથ્વીવલ્લભ અને જલતરંગ પ્રદર્શિત થઈ.
મહાત્મા ગાંધી પોતે પંડિતજીના લેખનના પ્રશંસક હતા.
ઉપર દર્શાવી એ ઉપરાંત ધરતી માતા (‘ દુનિયા રંગરંગીલી બાબા ‘ અને ‘ અબ મૈં કાહ કરું કિત જાઉં ‘) પડોસી, સુભદ્રા, પથ્થરોં કા સોદાગર અને પરખ જેવી ફિલ્મોમાં એમણે લખેલા ચાલીસ ઉપરાંત ગીતોને સાયગલ, પંકજ મલિક, રાજકુમારી, અમીરબાઈ કર્ણાટકી, ઉમા દેવી, ઉમા શશિ, મોહમ્મદ રફી, લતા મંગેશકર અને શમશાદ બેગમ જેવા દિગ્ગજ ગાયકોનો કંઠ સાંપડ્યો.
૧૯૬૭માં એમનું અવસાન થયું.
એમની બે ગઝલો જોઈએ :
ઝિંદગી હૈ પ્યાર સે પ્યાર મેં બિતાએ જા
હુસ્ન કે હુઝુર મેં અપના દિલ લુટાએ જા
ઝિંદગી હૈ એક રાત, પ્યાર ઉસ મેં હૈ ચિરાગ
યે ચિરાગ જિતની દેર જલ સકે જલાએ જા
ઝિંદગી હૈ એક બાગ, પ્યાર ઉસમેં હૈ બહાર
ઉસ મેં આંખ કા ખુમાર ડાલ કર મિલાએ જા
ઝિંદગી હૈ એક જુઆ, દૂર સે દેખતા હૈ ક્યા
આગે બઢ કે અપની જાં દાવ પર લગાએ જા
ઝિંદગી જુનૂન હૈ, જુનૂન સે નિભાએ જા
તુ અપને અઝ્મ કો ખુદા એ ઝિંદગી બનાએ જા
હુસ્ન હૈ શબાબ હૈ, વક્ત લાજવાબ હૈ
મૈં ભી ચહચહા ઊઠું, તુ ભી ચહચહાએ જા..
– ફિલ્મ : સિકંદર ૧૯૪૧
– ખાન મસ્તાના
– મીર સાહેબ, રફીક ગઝનવી
મુસાફિર સદા ગીત ગાએ ચલા ચલ
સફર કી કહાની સુનાએ ચલા ચલ
કહીં બન કે રહેમત કા બાદલ બરસ જા
કહીં દિલ પે બિજલી ગિરાએ ચલા ચલ
રુકાવટ કે પથ્થર હટાએ ચલા ચલ
ધુંએં આસમાં કે ઉડાએ ચલા ચલ
તુ દુનિયા મેં અપના સભી કુછ લુટા કર
તુ દુનિયા કો અપના બનાએ ચલા ચલ
સુના કર હમેં ચાર સુખદુખ કી બાતેં
રુલાએ ચલા ચલ, હંસાએ ચલા ચલ..
– ફિલ્મ : જલતરંગ ૧૯૪૯
– રફી, શમશાદ
– હુસ્નલાલ ભગતરામ
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
