ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

ભગવાન થાવરાણી

ગીતકાર બહાર અજમેરી વિષે ( પણ ) ખાસ ઔપચારિક માહિતી ઉપલબ્ધ નથી. હવે પછીના લગભગ દરેક શાયર માટે આ લખનારને રાજેંદ્ર શુક્લનો આ શેર યાદ આવે છે :

આખરી અઘરાં ચઢાણો મૌનનાં
શબ્દ જેવો શબ્દ પણ સંકટ બને..

અહીં જે ફિલ્મની ગઝલ આપી છે એ ૧૯૫૧ ની ફિલ્મ ‘ દામાદ ‘ ની કથા – પટકથા એમણે લખેલી. એ ફિલ્મ ઉપરાંત ડોલતી નૈયા ( ૧૯૫૦ ), જાસૂસ ( ૧૯૫૫ ) અને બ્લેકમેઈલર ( ૧૯૫૯ ) એ ફિલ્મોમાં કુલ તેર ગીત લખ્યાં. એમાં આ બે ગઝલોનો પણ સમાવેશ થાય છે :

ચુપકે ચુપકે હાએ હમ પર થા રહા હૈ આજ કૌન
દિલ કો યે બેચૈનિયાં દિખલા રહા હૈ આજ કૌન

નીચી નઝરોં સે હમારે છીન કર હોશો હવાસ
સામને યું બૈઠ કર શરમા રહા હૈ આજ કૌન

દિલ કે તારોં કો મેરે તીરે નઝર સે છેડ કર
ઈસ કદર બેચેન નગમા ગા રહા હૈ આજ કૌન

મુસ્કુરા ઉઠીં ઉમીદેં ભી સિતારોં કી તરહ
ચાંદની રાતોં મેં યાદ આ રહા હૈ આજ કૌન..

– ફિલ્મ : ડોલતી નૈયા ૧૯૫૦
– પ્રેમલતા
– રામપ્રસાદ

ઝાલિમ યે ઝમાને વાલે
ઈસ દિલ કા તડપના ક્યા જાને

જબ દર્દ ઉઠે દિલ મેં તો આંસૂ ન બહાના
રોએગી તો હંસ દેગા યે બેદર્દ ઝમાના

દુનિયા મેં તેરા કોઈ ભી હમદર્દ નહીં હૈ
ટૂટા હુઆ દિલ અપના કિસી કો ન દિખાના

તકદીર ને અરમાનોં મેં વો આગ લગાઈ
મુશ્કિલ હૈ જિસે ઐ દિલે નાશાદ બુઝાના..

– ફિલ્મ : દામાદ ૧૯૫૧
– વિશની લાલ
– ઈંદ્રવદન ભટ્ટ, રામ પંજવાણી, શ્યામલ

( કાફિયો જ રદીફ હોય એવી આ પ્રકારની ગઝલોને હમકાફિયા – હમરદીફ ગઝલ કહે છે.

પહેલી બન્ને પંક્તિઓ ગીતની સાખી છે જે મૂળ ગઝલથી સ્વતંત્ર છે. )


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.