નિરંજન મહેતા
ये जीवन है इस जीवन का
यही है, यही है, यही है रंग रूप
थोड़े ग़म हैं, थोड़ी खुशियाँ
यही है यही है यही है छाँव धूप
ये जीवन है
ये ना सोचो इसमें अपनी
हार है कि जीत है
उसे अपना लो जो भी
जीवन की रीत है
ये ज़िद छोड़ो यूँ ना तोड़ो
हर पल एक दर्पण है
ये जीवन है
धन से ना दुनिया से
घर से न द्वार से
साँसों की डोर बंधी है
प्रीतम के प्यार से
दुनिया छूटे पर ना टूटे
ये कैसा बंधन है
ये जीवन है
મધ્યમ વર્ગની પરિસ્થિતિ વર્ણવતી ૧૯૭૨ની ફિલ્મ ‘પિયા કા ઘર’નું આ ગીત નવપરણિત યુગલની મન:સ્થિતિનું નિરૂપણ કરે છે. એક રૂમમાં સાંકડે મોકળે રહેતા એક બહોળા કુટુંબમાં યુગલને જે એકાંત જોઈતું હોય પણ ન મળે ત્યારે બંનેના મનોભાવ કેવા હોય તે આ પાર્શ્વગીત દ્વારા વર્ણવાયું છે, બંનેને જુદા સુવું પડે ત્યારે તેમનું વર્તન કેવું થાય છે તે આ ગીતમાં દર્શાવાયું છે. પણ સાથે સાથે જીવનની એક પ્રકારની ફિલસુફી પણ તે દ્વારા દર્શાવાઈ છે
કહે છે કે જીવનનું આ જ રંગ અને રૂપ છે. જેમ તડકો અને છાયડો જોવા મળે છે એટલે કે ક્યારેક ખુશી તો ક્યારે દુઃખ. આ જીવનનો ક્રમ છે. આ જો સમજી શકો તો તમે ક્યારેક હાર કે જીતનો વિચાર નહિ કરો અને સુખનો હર્ષ અને દુઃખનો સંતાપ આ બધું સમજી વિચારીને અપનાવી શકશો.
તમારો શ્વાસ કોઈ દુન્યવી માયા એટલે કે ઘર, ધનથી બંધાયેલ નથી પણ તે પ્રીતમ એટલે કે ઈશ્વર સાથે સંધાયેલો છે. એટલે જ જ્યારે તમે દુનિયા છોડશો ત્યારે પણ ઈશ્વરનું બંધન બંધાયેલું રહેશે. આ બંધન જ સત્ય છે અને તેને અપનાવો.
આનંદ બક્ષીના શબ્દોને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે. ગાયક છે કિશોરકુમાર.
Niranjan Mehta

One of my favourite songs.
LikeLike