ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

ભગવાન થાવરાણી

શમ્સ તખલ્લુસધારી બે ગીતકારની ગઝલો આપણે અત્યાર સુધી જોઈ ગયા. શમ્સ ઉલ હુદા બિહારી અને શમ્સ લખનવી. આજે જેમની રચનાઓ જોઈશું એ શમ્સ અઝીમાબાદી  ઉત્કૃષ્ટ ગીતકાર – ગઝલકાર હોવા છતાં એમના ગીતો અને ફિલ્મો સિવાય કોઈ વ્યક્તિગત માહિતી ઉપલબ્ધ નથી.

એમણે અનોખા પ્યાર, જિંગો, દેવર, ભૂલે ભટકે, દીવાની, ખૂબસુરત, બેવફા અને ખેલ જેવી ગણીગાંઠી ફિલ્મોમાં ત્રીસેક ગીતો લખ્યા. સજ્જાદ હુસૈન સાહેબે તર્જબદ્ધ કરેલું ફિલ્મ ‘ ખેલ ‘ નું લતાજીએ ગાયેલું ‘ ભૂલ જા ઐ દિલ મુહબ્બત કા ફસાના ‘ સાચા સંગીત રસિયાઓને યાદ હશે. ‘ ખૂબસુરત ‘ ( ૧૯૫૨ )ની સુરૈયાએ ગાયેલી ગઝલ ‘ ઐ ચાંદ અબ તુ જા મેરા દીવાના આ ગયા ‘ વિષે પણ શોખીનોને ખબર છે. ‘ અનોખા પ્યાર ‘ ( ૧૯૪૮ ) ના ગીતોમાંથી શમ્સ સાહેબે બે ગીત લખેલા – ‘ અબ યાદ ન કર ભૂલ જા ‘ અને ‘ ઐ દિલ મેરી વફા મેં કોઈ ‘.

એમની બે ખૂબસુરત ગઝલો જોઈએ :

કટ રહી હૈ બેકસી મેં હર ઘડી તેરે બગૈર
મૌત સે બદતર હૈ મેરી ઝિંદગી તેરે બગૈર

તનહાઈ કી વાદિયોં મેં દિલ ઠહરતા થા મેરા
આંસૂઓં સે આજ બહલાતી હું જી તેરે બગૈર

થીં હઝારોં આરઝુએં મિલ ગઈં સબ ખાક મેં
દિલ કી યે આબાદ દુનિયા લુટ ગઈ તેરે બગૈર

આસમાં પર હર સિતારા દેખ કર હંસતા રહા
એક દહકતી આગ હૈ યે ચાંદની તેરે બગૈર..

 

– ફિલ્મ : દીવાની ( ૧૯૪૭ )
– અમીરબાઈ કર્ણાટકી
– જ્ઞાન દત્ત

મેરી રાતોં કે અંધેરે મેં ઉજાલે તુમ હો
જિસ પે સૌ ચાંદ હૈં કુરબાન વો તારે તુમ હો

જિસ તરફ દેખતા હું તુમ હી નઝર આતે હો
જો નિગાહોં મેં બસે હૈં વો નઝારે તુમ હો

દિલ તો ક્યા ચીઝ હૈ અબ જાન ભી હૈ તુમ પે નિસાર
જાન દિલ સે ભી ઝિયાદા મુજે પ્યારે તુમ હો..

– ફિલ્મ : ખૂબસુરત ( ૧૯૫૨ )
– તલત મહેમૂદ
– મદન મોહન


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.