ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

ભગવાન થાવરાણી

કયો ભારતીય હશે જેણે રામપ્રસાદ ‘ બિસ્મિલ ‘ નું નામ નહીં સાંભળ્યું હોય ? ૧૯ ડિસેમ્બર ૧૯૨૭ ના માત્ર ત્રીસ વર્ષની વયે એમની ક્રાંતિકારી ગતિવિધિઓ માટે એમને અંગ્રેજ હકુમત દ્વારા ફાંસી અપાયેલી. દેશ માટે આહુતિ આપનારા અમર શહીદોમાં એમની ગણના થાય છે.

બિસ્મિલ એમની દેશભક્તિની જોશીલી કવિતાઓ માટે જાણીતા હતા. એમની આવી કવિતાઓ એમના ‘ મન કી લહર ‘ નામના સંગ્રહમાં સંચયિત છે. પોતાની આત્મકથા પણ એમણે ગોરખપૂર જેલમાં લખેલી જે એમના મરણોપરાંત ‘ કાકોરી કા શહીદ ‘ નામે ૧૯૨૮ માં પ્રકાશિત થયેલી.

એમને ફિલ્મી ગઝલકાર તરીકે ઉલ્લેખીને એમની ગરિમાનું ઉલ્લંઘન કરાય નહીં પરંતુ એમણે લખેલી નિમ્નલિખિત બે જાણીતી રચનાઓ ગઝલનું માળખું ધરાવે છે અને એમના મૃત્યુના વર્ષો બાદ ફિલ્મોમાં લેવાયેલી છે. પહેલી રચના તો એકથી વધુ સંગીતકારો દ્વારા અલગ અલગ ફિલ્મો માટે તર્જબદ્ધ કરવામાં આવી છે.

એમને અંજલિરૂપે બન્ને રચના – ગઝલો પ્રસ્તુત છે :

સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ
દેખના હૈ જોર કિતના બાઝુ એ કાતિલ મેં હૈ

ખીંચ કર લાઈ હૈ હમકો કત્લ હોને કી ઉમ્મીદ
આશિકોં કા એક ઝમઘટ કૂચા એ કાતિલ મેં હૈ

વક્ત આને દે બતા દેંગે તુજે ઐ આસમાં
હમ અભી સે ક્યા બતાએં ક્યા હમારે દિલ મેં હૈ

આજ મક્તલ મેં યે કાતિલ કહ રહા હૈ બાર બાર
ક્યા શહાદત કી તમન્ના અબ કિસી કે દિલ મેં હૈ

અબ ન અગલે વલવલે હૈં ઔર ન અરમાનોં કી ભીડ
એક મિટ જાને કી હસરત અબ દિલે બિસ્મિલ મેં હૈ..

 

 

– ફિલ્મ : શહીદે આઝમ ભગત સિંહ ( ૧૯૫૫ )
– મોહમ્મદ રફી
– લચ્છી રામ તોમર

દિલ ફિદા કરતે હૈં કુરબાન જિગર કરતે હૈં
પાસ જો કુછ ભી હૈ માતા કી નઝર કરતે હૈં

ટૂટ જાએ ન કહીં વાદા યે આઝાદી કા
ખૂન સે અપને ઈસે ઈસલિયે તર કરતે હૈં

હમકો ભી પાલા થા માં-બાપ ને દુખ સહ સહ કર
દરો દીવાર પે હસરત કી નઝર કરતે હૈં..

– ફિલ્મ : આઝાદી કી રાહ પર ( ૧૯૪૮ )
– જી એમ દુર્રાની
– જી ડી કપૂર


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.