ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

ભગવાન થાવરાણી

આ જ શૃંખલાના ૪૩ નંબરના હપ્તામાં આપણે ગીતકાર નાઝિમ પાણીપતીની ગઝલો જોઈ ગયા. આજના ગીતકાર વલી સાહેબ ઉર્ફે વલી મોહંમદ ખાન એમના મોટા ભાઈ.

વલી સાહેબ ગીતકાર ઉપરાંત મોટા ગજાના નિર્માતા, દિગ્દર્શક અને લેખક પણ હતા. એમણે નિર્દેશિત કરેલી ફિલ્મોમાં દેખો જી ( ૧૯૪૭ ), હિર રાંઝા ( ૧૯૪૮ ), પુતલી ( ૧૯૫૦ ) અને ઝમાને કી હવા ( ૧૯૫૨ ) જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. એમણે કારકિર્દીની શરૂઆત ગ્રામોફોન કંપની ઓફ ઇન્ડિયામાં ૧૯૩૦ માં કરી.

એમણે કેટલાક સુંદર ભજનો પણ લખ્યા જેમાંના મોટા ભાગના ગીતા દત્તે ગાયાં છે. ૧૯૫૫ પછી એ લાહોર પાકિસ્તાન જઈ વસ્યા. ત્યાં જઈને ‘ ગુડ્ડા ગુડ્ડી ‘ નામની સફળ પંજાબી ફિલ્મ પણ બનાવી. ૧૯૭૭ માં અવસાન પામ્યા.

ગુલ બકાવલી, યમલા જાટ, ખઝાનચી, નઈ કહાની, સવાલ, બીવી, પન્ના, અમર કીર્તન, સોના ચાંદી, લેડી ડોકટર, દો દિલ હારે, એક દિન કા સુલતાન, સાથી, બૈરામ ખાન, સાલગિરહ, મુમતાઝ મહલ, પૂજારી, દુઃખસુખ, પદ્મિની, ચિરાગ, મહારાની, શ્રવણ કુમાર, પગલી દુનિયા, નયા તરાના, કુરબાની, પ્રીત, લડાઈ કે બાદ જેવી ફિલ્મોમાં ૨૦૦ ઉપરાંત ગીતો પણ લખ્યાં.

એમની બે ખૂબસૂરત ગઝલો જોઈએ. આમાંની પહેલી રચના તો દરેક રીતે ઉત્તમોત્તમ લેખાય છે –

 

કિસ તરહ ભૂલેગા દિલ ઉનકા ખયાલ આયા હુઆ
જા નહીં સકતા કભી શીશે મેં બાલ આયા હુઆ

ઓ ઘટા કાલી ઘટા અબ કે બરસ તુ ના બરસ
મેરે પ્રીતમ કો અભી પરદેસ હૈ ભાયા હુઆ

આ ચમન સે દુર બુલબુલ જા કે રોએં સાથ સાથ
તેરા દિલ ભી ચોટ હૈ મેરી તરહ ખાયા હુઆ

ખુશ રહે દુનિયા મેં વો જિસને હૈ તોડા દિલ મેરા
દે રહા હૈ યે દુઆ આંખોં મેં અશ્ક આયા હુઆ..

– ફિલ્મ: ગાંવ કી ગોરી ( ૧૯૪૫ )
– નૂરજહાં
– શ્યામ સુંદર

( આ ગઝલ જોહરાબાઈ અંબાલેવાલીએ પણ ગાઈ છે. )

આજ પહલુ મેં દર્દ – સા ક્યા હૈ
કુછ નહીં હૈ તો ફિર હુઆ કયા હૈ

તુમ ભી જબ મેરા આસરા ન બને
ફિર ન પૂછો કે આસરા ક્યા હૈ

યાદ આતે હો, યાદ કરતી હું
અબ બતાઓ મેરી ખતા ક્યા હૈ

મૌત સે જિસકી ઇબ્તેદા હો ‘ વલી ‘
ઉસ મુહોબત કી ઇન્તેહા ક્યા હૈ..

– ફિલ્મ : સવાલ ( ૧૯૪૩ )
– પારુલ ઘોષ
– પન્નાલાલ ઘોષ


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.