ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

ભગવાન થાવરાણી

અર્શ હૈદરી સાહેબ પણ ગુમનામ ગીતકાર. બિંદિયા, રાસ્તા અને દિલ નામની ત્રણ ફિલ્મો માટે કુલ તેર ગીતો લખ્યાં. ‘ ડાકુ કી લડકી ‘ (૧૯૫૨) ના સંવાદો પણ લખ્યા. ( આ ફિલ્મનું હેમંત – લતાનું યુગલ ગીત ‘ ચાંદ સે પૂછો સિતારો સે પૂછો મુજે તુમ સે પ્યાર હૈ ‘ સાંભળી કાન અને અંતર પવિત્ર કરવા જેવાં છે ! )

અર્શ સાહેબની લખેલી એક જ ફિલ્મની યુગલ ગીત સ્વરૂપની બે ગઝલ :

આ જા તુઝે એક બાર મૈં સીને સે લગા લું
તુજ સે હી તેરે દર્દે મુહબ્બત કો મિટા લું

ઐ મેરી તમન્ના મુઝે ઇતના તો બતા દે
અરમાન જો દિલ મેં હૈં ઉન્હેં કૈસે નિકાલું

મૈં આ ગઈ દિલ ખોલ કે બાતેં કરો દિલ કી
મૈં ભી જો મેરે દિલ મેં હૈ જી ભર કે સુના લું

ઐ પ્યાર કે રાહી તેરી આવાઝ કે સદકે
મૈં રાગિની બન જાઉં તુઝે રાગ બના લું..

– ફિલ્મ : બિંદિયા ૧૯૫૫
– હબીબ વલી મોહમ્મદ / આશા ભોંસલે
– સ્નેહલ ભાટકર

( આ ફિલ્મમાં વિખ્યાત ગઝલ ગાયક હબીબ વલી મોહમ્મદે ‘ કમલ ‘ નામથી ગાયું હતું કારણ કે એમના પ્રતિષ્ઠિત પરિવારને એ ફિલ્મમાં ગાય એ મંજૂર નહોતું ! )

હો તુજકો મુબારક અબ તેરી તકદીર બદલને વાલી હૈ
જો દિલ મેં હૈ ઉસસે મિલને કી ઉમ્મીદ નિકલને વાલી હૈ

ઉમ્મીદ કે ફૂલોં કો દુનિયા ચુટકી મેં મસલને વાલી હૈ
દુનિયા કે સિતમ કી તેઝ છુરી અરમાનો પે ચલને વાલી હૈ

અરમાનો કે દિન ભી જાગ ગએ તુમ પ્યાર કી બાઝી જીત ગએ
દોનોં કે લિયે ફુરકત કી ઘડી દો રોઝ મેં ટલને વાલી હૈ

દો રોઝ મેં દો દિલ ટુટેંગે દો પ્રેમ કે સાથી છૂટેંગે
પાઈ થી મુહબ્બત મેં જો ખુશી વો ગમ મેં બદલને વાલી હૈ..

– ફિલ્મ : બિંદિયા ૧૯૫૫
– રાજકુમારી / આશા ભોંસલે
– સ્નેહલ ભાટકર


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.