ટાઈટલ સોન્ગ
(આ શ્રેણીમાં હિન્દી ફિલ્મોમાં આવતાં ટાઈટલ્સ દરમિયાન વાગતાં ગીતો વિશે વાત કરવાનો ઉપક્રમ છે.)
બીરેન કોઠારી
ફિલ્મક્ષેત્રે શુકન-અપશુકન અને અંધશ્રદ્ધા જેટલા પ્રમાણમાં જોવા મળે છે એ જોતાં એની નવાઈ ન લાગવી જોઈએ, કેમ કે, ફિલ્મ સફળ થવાનું નથી કોઈ ગણિત કે નથી કશી ફોર્મ્યુલા. અંકશાસ્ત્ર અને અક્ષરશાસ્ત્રથી લઈને અનેકવિધ ‘શાસ્ત્રો’માં શ્રદ્ધા રાખતા આ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો બીજું તો ઠીક, પણ આ ‘શાસ્ત્ર’ પર નભતા લોકોને રોજગાર અવશ્ય પૂરો પાડે છે. ક્યાંક પોતાના નામમાં એકાદો અક્ષર ઉમેરાવવો કે ઓછો કરવો, ફિલ્મનું નામ અમુક જ અક્ષરથી રાખવું વગેરે બહુ જાણીતી અને પ્રચલિત માન્યતાઓ છે.
અગાઉ અનેક ફિલ્મો કર્યા પછી એક તબક્કે નિર્માતા-દિગ્દર્શક શક્તિ સામંતે પોતાની ફિલ્મોનાં નામ ‘અ’થી રાખવાનું શરૂ કરેલું. જેમ કે, આરાધના, અમર પ્રેમ, અનુરાગ, અજનબી, અમાનુષ, અનુરોધ, આનંદ આશ્રમ વગેરે…અલબત્ત, આ સિવાયના અક્ષરથી શરૂ થતી ફિલ્મો પણ તેમણે બનાવી જ છે. નિર્માતા- દિગ્દર્શક જે. ઓમપ્રકાશ પોતાની ફિલ્મોનાં નામ ‘આ’થી રાખતા. જેમ કે, આસ કા પંછી, આઈ મિલન કી બેલા, આયા સાવન ઝૂમ કે, આયે દિન બહાર કે, આયે દિન બહાર કે, આંખો આંખોં મેં, આપ કી કસમ, આક્રમણ, આશિક હૂં બહારોં કા , આશા, આસપાસ, આખિર ક્યોં?, આદમી ખિલૌના હૈ વગેરે..તેમણે પણ અપવાદરૂપ અન્ય અક્ષરથી કેટલીક ફિલ્મ બનાવી છે.
રાકેશ રોશન નિર્માતા- દિગ્દર્શક બન્યા એટલે એમનો પ્રિય અક્ષર બન્યો ‘ક’. જેમ કે, ખૂન ભરી માંગ, કરણ અર્જુન, કિશન કન્હૈયા, ખુદગર્ઝ, કિંગ અંકલ, કોઈ મિલ ગયા, કોયલા, કહો ના પ્યાર હૈ, ક્રિશ વગેરે…
અન્ય એક નિર્માતા-દિગ્દર્શક-અભિનેતા અર્જુન હીંગોરાણીનો પણ પ્રિય અક્ષર ‘ક’ હતો, પણ તેઓ પોતાની ફિલ્મના નામમાં એક નહીં, ત્રણ ‘ક’ રાખતા. જેમ કે, કબ, ક્યું ઔર કહાં, કહાની કિસ્મત કી, ખેલ ખિલાડી કા, કાતિલોં કે કાતિલ, કરિશ્મા કુદરત કા, કૌન કરે કુરબાની, કૈસે કહું કિ…પ્યાર હૈ વગેરે. તેમની મોટા ભાગની ફિલ્મોમાં કલ્યાણજી-આણંદજીનું સંગીત રહેતું. ‘કૈસે કહું કિ…’માં કલ્યાણજીના પુત્ર વીજુ શાહ સંગીતકાર હતા. તેમની ફિલ્મો મોટા ભાગે થ્રીલર પ્રકારની રહેતી, જેમાં મુખ્ય ભૂમિકા ધર્મેન્દ્રની રહેતી. ધર્મેન્દ્ર સાથે મારામારીમાં ઝીંક ઝીલી શકે એવા ફાઈટ માસ્ટર શેટ્ટી પણ દેખાતા.
૧૯૭૩માં રજૂઆત પામેલી, કપલેશ્વર ફિલ્મ્સ નિર્મિત, અર્જુન હીંગોરાણી દિગ્દર્શીત ‘કહાની કિસ્મત કી’માં પણ ધર્મેન્દ્રની મુખ્ય ભૂમિકા હતી. એ ઉપરાંત રેખા, અજિત, રાજેન્દ્ર નાથ, ભારતભૂષણ સહિત અનેક કલાકારો હતા. આ ફિલ્મનું કિશોરકુમારે ગાયેલું ગીત ‘અરે રફ્તા રફ્તા દેખો આંખ મેરી લડી હૈ’ અતિશય લોકપ્રિય થયેલું. એમાં પણ ગીતની વચ્ચે રેખા દ્વારા બોલાતું ‘મૈંને ઐસા તો નહીં કહા થા’ તો હજી એ પેઢીના લોકો જુદા જુદા સંદર્ભે બોલતા રહ્યા છે.

આ ફિલ્મનાં કુલ પાંચ ગીતો હતાં, જે રાજેન્દ્ર કૃષ્ણે લખેલાં. ‘કબ તક ન દોગી દિલ’ (આશા ભોંસલે અને સાથીઓ), ‘દુનિયા મુઝસે કહતી હૈ તૂ પીના છોડ દે’ (કિશોરકુમાર), ‘તૂ યાર હૈ મેરા, દિલદાર હૈ મેરા’ (આશા ભોંસલે), ‘અરે રફ્તા રફ્તા દેખો આંખ મેરી લડી હૈ’ (કિશોરકુમાર અને રેખા) તેમજ ‘ઈન્સાન હંસે યા રોયે’ (મુકેશ અને સાથીઓ).
આ પાંચ ગીતો પૈકી મુકેશ અને સાથીઓના સ્વરે ગવાયેલું ગીત ‘ઈન્સાન હંસે યા રોયે, જો હોના હૈ સો હોએ, કહાની કિસ્મત કી’ ફિલ્મના ટાઈટલ સોન્ગ તરીકે લેવાયું હતું. આ ગીતના શબ્દો ફિલ્મના કથાનકના મૂળભૂત વિચાર અનુસાર છે, પણ સ્વતંત્ર ગીત તરીકેય એ પ્રસ્તુત છે. ફિલ્મના ટાઈટલમાં તે એક ફકીર દ્વારા ગવાતું બતાવાયું છે, અને અન્યત્ર તે પાર્શ્વગાન તરીકે સંભળાય છે.
ગીતના કુલ છ અંતરા છે, જે પૈકીના ત્રણ ટાઈટલ દરમિયાન છે, અને બાકીના ત્રણ અલગ અલગ સમયે ફિલ્મમાં પરિસ્થિતિ અનુસાર સાંભળી શકાય છે.
इंसान हँसे या रोये
जो होना है सो होए
इंसान हँसे या रोये
जो होना है सो होए
क्या होना है,
कब होना है लिखनेवाला जाने
कहानी…
कहानी किस्मत की
कहानी किस्मत की
मन ही मन नादान ज़माना
समझे कि तदबीर बड़ी है
यह ना सोचे कदम कदम पर
रस्ते में तकदीर खड़ी है
हार है किसकी
जित है किसकी लिखनेवाला जाने
कहानी…
कहानी किस्मत की
कहानी किस्मत की
जीवन के जितने दिन होंगे
उसमें इक दिन कम न होगा
उसमें इक दिन कम न होगा
जिसने राझ यह जान लिया है
फिर उसको कोई गम न होगा
फिर उसको कोई गम न होगा
कब तक लगा रहे ये मेला लिखनेवाला जाने
कहानी…
कहानी किस्मत की
कहानी किस्मत की
અહીં ટાઈટલ પૂરાં થાય છે, અને ગીત પણ. એ પછી આ અંતરો ફિલ્મમાં વચ્ચે આવે છે.
कभी अर्श है कभी फर्श है
दुनिया की ये रीत पुरानी
कहीं पे सरगम, कहीं पे मातम
हर इक शय है आनीजानी
क्यूँ सुखदुःख के मौसम बदले लिखनेवाला जाने
कहानी….
कहानी किस्मत की
कहानी किस्मत की
ગીતનો પાંચમો અંતરો આ મુજબ છે.
जीवन के जितने दिन होंगे
उसमें इक दिन कम न होगा
उसमें इक दिन कम न होगा
जिसने राझ यह जान लिया है
फिर उसको कोई गम न होगा
फिर उसको कोई गम न होगा
कब तक लगा रहे ये मेला लिखनेवाला जाने
कहानी…
कहानी किस्मत की
कहानी किस्मत की
ગીતનો છઠ્ઠો અને છેલ્લો અંતરો ઝડપી લયમાં છે, જેના શબ્દો આ મુજબ છે.
होते होते भी अनहोनी
बात कोई ऐसी हो जाये
मंजिल पर राही जब पहुंचे
देखे तो मंजिल खो जाये
अभी हकीकत, अभी है सपना
लिखनेवाला जाने
कहानी…
कहानी किस्मत की
कहानी किस्मत की
ફિલ્મમાં અલગ અલગ રીતે આવતા આ ગીતના તમામ અંતરા આ લીન્ક પર એક સાથે સાંભળી શકાશે.
(તસવીરો નેટના અને વિડીયો ક્લીપો યુ ટ્યૂબના સૌજન્યથી)
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)
