ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
ગઝલો ન મળવાને કારણે અગાઉ રહી ગયેલા બીજા મોટા ગીતકાર એટલે ઇન્દીવર. ( ઇન્દીવર સંસ્કૃત ભાષાનો શબ્દ છે જેનો અર્થ થાય નીલકમલ ). એમનું મૂળ નામ શ્યામલાલ બાબુ રાય.
એમનું લખેલું ‘ મલ્હાર ‘ ફિલ્મનું ‘ બડે અરમાન સે રખા હે બલમ તેરી કસમ ‘ કયા સંગીત પ્રેમીએ નહીં સાંભળ્યું હોય ! પ્રચંડ લોકપ્રિયતાને વરેલ
‘ કુરબાની ‘ ફિલ્મનું નાઝિયા હસને ગાયેલું ‘ આપ જૈસા કોઇ મેરી ઝિંદગી મે આયે ‘ પણ એમની જ કલમનું સર્જન. ‘ રોશન તુમ્હી સે દુનિયા ‘ ( પારસમણિ ), ‘ વક્ત કરતા જો વફા ‘ ( દિલને પુકારા ), કસમે વાદે પ્યાર વફા ( ઉપકાર ), ‘ ચંદન સા બદન ‘ ( સરસ્વતીચંદ્ર ) અને ‘ઓહ રે તાલ મિલે નદી કે જલ મેં ‘ (અનોખી રાત ) પણ એમની જ કૃતિઓ.
એમના ૧૬૦૦ આસપાસના ગીતોની ૪૦૦ ફિલ્મોમાંની હજુ વધુ કેટલીક ફિલ્મો એટલે સચ્ચા જુઠા, સફર, પારસ, અપરાધ, એક બાર મુસ્કુરા દો, સમજૌતા, ધર્માત્મા, પ્રેમગીત વગેરે.
એંસીના દશકમાં બપ્પી લહેરી જેવા સંગીતકારો માટે તેમણે કેટલાક ઘટિયા ગીતો પણ લખ્યા જે ખૂબ ચાલ્યા. એમના સર્જકત્વના સુવર્ણ કાળમાં એમણે જે લખ્યું એમાંની બે ગઝલો :
સતાયેગા કિસે તુ આસમાં જબ હમ નહીં હોંગે
દિયે હૈ તુને ઐસે ગમ કભી જો કમ નહી હોંગે
સિતારે ટુટને સે આસમાં કા ક્યા બિગડતા હૈ
કમી ક્યા હોગી દુનિયા મેં અગર એક હમ નહીં હોંગે
હૈં જબ તક હમ તભી તક દુશ્મની હૈ હમ સે દુનિયા કો
યહી દુનિયા હમે ઢુંઢેગી જિસ દમ હમ નહીં હોંગે..
– ફિલ્મ : શીશમ ૧૯૫૨
– મુકેશ
– રોશન
રંગો કે બદલને સે તસવીર ન બદલેગી
તદબીર લાખ કર લે તકદીર ન બદલેગી
એક ગમ કે ભુલાને કો એક ઔર ગમ લગા લે
સોને કે રંગ ચઢા લે ઝંજીર ન બદલેગી
તન્હાઈ હો કે મહેફિલ દિલ તો વહી રહેગા
બદલેંગે ગમ – ગમોં કી તાસીર ન બદલેગી…
– ફિલ્મ : શિકાર ૧૯૫૫
– લતા
– બુલો સી રાની..
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
