જીવનની અર્થવ્યવસ્થાનો
વ્યાવહારિક અમલ
પ્રકરણ ૫ : અંશ # ૨ થી આગળ
દિવ્યભાષ સી. અંજારીઆ
આપણાં જીવનની અર્થવ્યવસ્થાનાં મૉડેલનો નીચોડ – બે રેખાકૃતિઓ
બે છેલ્લા સવાલ
આ છેલ્લા બે સવાલના આપણા પ્રતિભાવ પર આપણી પોતાની અર્થવ્યવસ્થાનાં ઘડતર નિર્ભર કરે છે –
૧. તમારી ઉમર શું છે?
૨. તમારી રેખાકૃતિની શરૂઆત ક્યાંથી થાય છે?
આપણી પોતાની અર્થવ્યવસ્થાની રેખાકૃતિને એક એવાં મૉડેલ સ્વરૂપે નિશ્ચિત કરી શકવું શક્ય છે જે આપણાં વાંછિત સુખનું ધ્યેય સિદ્ધ કરવામાં મદદરૂપ બની શકેછે.
તમારાં જીવનની અર્થવ્યવસ્થાનું મૉડેલ નાણાકેન્દ્રી હોય કે બીનનાણાકીય સંસાધનો કેન્દ્રી હોય્ કે પછી બન્નેનું તમારું પોતાનું આગવું સંમિશ્રણ હોય, એ મૉડેલ તમારૂં પોતાનું, આગવું છે અને અમલ કરવા બાબતે સરળ પણ છે.
તમે યુવાન છો કે મોટી વયનાં છો એ મુજબનાં બે મૉડેલ અહીં રજૂ કર્યાં છે. આ મૉડેલના આધારે નાણાકેન્દ્રી અર્થવ્યવસ્થાનો ઉપયોગ કરીને આપણી પોતાની અર્થવ્યવસ્થાની રેખાકૃતિ તૈયાર કરી શકાશે.
વ્યક્તિનાં જીવનનું નાણાકેન્દ્રી અર્થવ્યવસ્થા મૉડેલ
જો તમે યુવાન છો અને તમારી માનસિક રુચિઓ આ તરફ સ્પષ્ટપણે ઢળતી હોય તો
| તમારાં જીવનનો તબક્કો
યુવાનીનો પ્રારંભ |
|||
| તમારી માનસિક રુચિઓ | સામાન્ય | અતિખર્ચાળ / ઉડાઉ | પરગજુ |
| કમાવું | હા | હા | હા |
| ખર્ચવું | હા | હા | હા |
| બચત કરવી | હા | ના | હા |
| રોકાણ કરવું | હા | ના | હા |
| રોકાણનો ઉપાડ | હા | ના | હા |
| વહેંચવું કે એમને એમ આપી દેવું | હા | ના | હા |
તમે સામાન્ય રુચિ ધરાવતાં હો કે પરગજુ વૃતિ ધરાવતાં હો, તો અંગત અર્થવ્યવસ્થાની રેખાકૃતિની છ એ છ પ્રવૃતિઓ તમારે કરવી જોઈશે. જો તમારું વલણ અતિખર્ચાળ કે ઉડાઉ હોવા તરફ હશે તો તમે નાણાની બચત કે રોકાણ કરવાની વૃતિ નહી ધરાવતાં હો. એ સંજોગોમાં આવક, ખર્ચ, બચત, રોકાણ અને શક્ય હોય તો તમરી સંપત્તિની વહેંચણી માટે તમારે બીજાં કોઈ બીનનાણાકીય સંસાધનો જોઈશે.
વ્યક્તિનાં જીવનનું નાણાકેન્દ્રી અર્થવ્યવસ્થા મૉડેલ
જો તમે મોટી વયનાં છો અને તમારી માનસિક રુચિઓ આ તરફ સ્પષ્ટપણે ઢળતી હોય તો
| તમારાં જીવનનો તબક્કો
ઢળતી વયે |
|||
| તમારી માનસિક રુચિઓ | નિવૃત
સુખી |
નિવૃત
જરૂરિયાતમંદ |
નિવૃત
પરગજુ |
| કમાવું | ના | હા | હા |
| ખર્ચવું | હા | હા | હા |
| બચત કરવી | ના | ના | હા |
| રોકાણ કરવું | ના | ના | હા |
| રોકાણનો ઉપાડ | હા | ના | હા |
| વહેંચવું કે એમને એમ આપી દેવું | હા | ના | હા |
જો તમે નિવૃત્ત છો અને તમારી ભૂતકાળની બચતોથી ખુશ છો તો તમે તમારી સંપત્તિ ખર્ચી શકો છો, અને કદાચ, વહેંચી પણ શકો છો. તમારે કમાવાની, બચત કરવાની કે રોકાણ કરવાની જરૂર નથી. તમારે બીનનાણાકીય સાધનો પર પણ આધાર રાખવાની જરૂર નથી. જો તમારી પાસે પહેલેથી કોઈ બીનનાણાકીય સંસાધનો હોય તો તેનો તમે તમારા ઉદ્દેશ્યો મુજબનો ઉપયોગ કરી શકો છો.
પરંતુ, તમે નિવૃત્ત છો અને તમારે હજુ પણ નાણાની જરૂર રહે છે, તો તમારે કમાવાનું, અને ખર્ચ કરતાં રહેવાનું, ચાલુ રાખવું પડશે. તમારા માટે બચત કે રોકાણ કરવાં શક્ય નથી કે સંપત્તિની વહેંચણી કે સખાવત કરવી હિતાવહ નથી.
પરંતુ તમારે આ ઉંમરે પરગજુ થવું જ છે તો તમારે અંગત અર્થવ્યવસ્થાની છ એ છ પ્રવૃત્તિઓ ચાલુ રાખવી જોઈશે. તે ઉપરાંત્ પરગજુ વૃત્તિને ટકાવી રાખવા માટે તમારે હજુપણ વધારે બીનનાણાકીય સંસાધનો પણ ઊભાં કરવાં જોઈશે.
આપણી અંગત અર્થવ્યવસ્થા વિશેની સમજ સ્પષ્ટ કરીએ – વર્તમાન સ્થિતિ અને આપણી ભવિષ્યની અર્થવ્યવસ્થાનું આયોજન
ઉપર જોયું એ મુજબની આપણી અર્થવ્યવસ્થાની બે શક્ય રેખાકૃતિઓ મુજબ, આપણી ઉમર અને અને આપણી માનસિક રુચિઓને અનુરૂપ, આપણે આપણું આર્થિક મૉડેલ ઘડી કાઢી શકીએ. એ પ્રક્રિયા દરમ્યાન આપણે આપણે જે સમાજનો ભાગ છીએ એવાં આપણાં આસપાસનાં વાતાવરણ, આપણી સાંસ્કૃતિક ધાર્મિક માન્યતાઓ અને પરંપરાઓ, આપણા હમસફર વ્યાવસાયિકોનાં વલણો અને પસંદનાપસંદ તેમ જ પ્રથામિકતાઓ વગેરે જેવાં પરિબળોને પણ આપણે ગણતરીમાં લેવાં જોઈએ.
આપણું પોતાનું મૉડેલ ઘડી કાઢવા માટે, અંગત અર્થવ્યવસ્થાની છ સર્વસામાન્ય પ્રવૃત્તિઓ આધારિત બે નમૂનાઓ અહીં રજૂ કર્યા છે. તેમાં પ્રશ્નો સામેના જવાબો ખાલી છે. આપણાં જીવનના વર્તમાન તબક્કા અનુસાર જવાબો આપણે જ તેમાં મુકવાના છે. યાદ રહે કે આ આપણાં આર્થિક લક્ષ્યો નથી, પણ આપણી વર્તમાન સ્થિતિનું ચિત્રણ છે જે આપણને આપણી આર્થિક પરિસ્થિતિ સમજવામાં મદદરૂપ થશે.
તમારી વર્તમાન પરિસ્થિતિ
તમારાં જીવનનો તબક્કો
કમાઓ છો?
ખર્ચા કરો છો?
બચત કરો છો?
રોકાણ કરો છો?
રોકાણના ઉપાડ કરો છો?
સંપત્તિની વહેંચણી કરો છો,
કે એમ ને એમ જ આપી દો છો?
આપણા જીવનની આટલી ઉલટતપાસ જીવનમાં, અને જીવનની અર્થવ્યવસ્થામાં, આપણે ક્યાં છીએ તેનું ચિત્ર સ્પષ્ટ કરી આપશે.
હવે ઉપર મુજબની જ વિગતોની મદદથી આપણે આપણા વાંછિત લક્ષ્યને પણ સ્પષ્ટ કરી શકીશું. અહીં પણ સવાલોની સામેની ખાલી જગ્યામાં આપણાં લક્ષ્યો લખી જણાવવાનાં છે.
આપણું આર્થિક લક્ષ્ય
તમારાં જીવનનો તબક્કો
કમાઓ છો?
ખર્ચા કરો છો?
બચત કરો છો?
રોકાણ કરો છો?
રોકાણના ઉપાડ કરો છો?
સંપત્તિની વહેંચણી કરો છો,
કે એમ ને એમ જ આપી દો છો?
આ છે આપણું પોતાનું – નાણાકેન્દ્રી – આર્થિક આયોજન ….
એક વાર ફરીથી ઉપર મુજબની વિગતોની મદદ લઈને હવે આપણાં જ્ઞાન-અનુભવ, કૌશલ્ય, સમય, સેવાઓ જેવાં દરેક ઉપલબ્ધ બીનનાણાકીય સંસાધન માટે આપણા જીવનની અંગત અર્થવ્યવસ્થાની રૂપરેખાનું આલેખન કરીએ.
તમારી પાસેનું ઉપલબ્ધ સંસાધન
કમાઓ છો?
ખર્ચા કરો છો?
બચત કરો છો?
રોકાણ કરો છો?
રોકાણના ઉપાડ કરો છો?
સંપત્તિની વહેંચણી કરો છો,
કે એમ ને એમ જ આપી દો છો?
પહેલી બે રેખાકૃતિઓ આપણી સામે સર્વસામાન્ય આર્થિક મૉડેલની સરખામણીમાં આપણી પોતાની કઈ ઈચ્છાઓ, કેટલી હદે ઉચિત રહેશે તેનું ચિત્ર રજૂ કરે છે.
તે પછીની રેખાકૃતિ આપણી આર્થિક સ્થિતિને અને તેની સરખામણીમાં આપણાં આર્થિક લક્ષ્યોને, નાણાકીય માપદંડના સંદર્ભમાં, રજૂ કરે છે.
તેનાથી પછીની રેખાકૃતિ એવી કોરી પાટી છે જેમાં આપણે આપણાં દરેક બીનનાણાકીય સંસાધનની વર્તમાન સ્થિતિ અને તેની સામે આપણા ભાવિ આયોજનનું આલેખન રજૂ કરીએ છીએ.
છેલ્લો શબ્દ – ફરી મળવા માટેનું આમંત્રણ
જતાં જતાં, જીવનની અર્થવ્યવસ્થા માટે છેલ્લો શબ્દ
આપણા જીવનની અર્થવ્યવસ્થા આપણી પોતાની, આગવી છે.
આપણાં જીવનની અર્થવ્યવસ્થા માટે જે કોઈપણ મૉડેલ અપનાવ્યું હોય, તે આપણા જીવનનાં, નાણાવિષયક તેમ્જ બીનનાણાવિષયક, સુખની સિદ્ધિનું એક સાધન માત્ર જ છે.
અર્થશાસ્ત્રીઓ દ્વારા રજૂ કરતા વ્યાપક અર્થતંત્રના પ્રવાહો તેમજ તેઓ દ્વારા ઘડાતી આર્થિક નીતિઓની આપણી અર્થવ્યવસ્થા પરની અસરોને સમજવી જરૂર જોઈએ, પણ માત્ર તેના પર જ આધાર રાખીને આપણી પોતાની અર્થવ્યવસ્થાનું આયોજન કે ઘડતર ન કરાય.
આપણા જીવનની અર્થવ્યવસ્થાનાં આયોજન, ઘડતર અને સંભાળ આપણે જ, અને માત્ર આપણે જ, આપણી સમજ અને ક્ષમતા કેળવીને, કરવાનાં છે.
આર્થિક દૃષ્ટિએ જીવન સુખમય રહે એવી શુભેચ્છાઓ……
ફરી મળવા માટેનું આમંત્રણ
મારા આ પુસ્તકના લેખક તરીકે અને તમારા આ પુસ્તકના વાચક તરીકે આ પુસ્તકનું આ છેલ્લું પાનું છે. પરંતુ આપણી પોતપોતાની અર્થવ્યવસ્થાઓના હમસફર તરીકેના સંબંધનો અહીં અંત નથી આવતો.
“તમારી પોતાની અર્થવ્યવસ્થા’ બાબતે તમારા વિચારો, અનુભવો, મૉડેલ, રેખાકૃતિઓ, કે પુસ્તકમાં આવરી લેવાયેલ મુદ્દઓ વિશે તમારા પ્રતિભાવો ફરી ફરીને મળવાનું આપ સૌને હાર્દિક આમંત્રણ છે.
આપણે એકબીજાના સંપર્કમાં રહીએ એવી હું આશા સેવું છું.
મારા સંપર્ક માટે આપને અનુકૂળ રહે એ વિકલ્પનો ઉપયોગ કરી શકશો –
૧. ઇ-મેઇલ dca@iifs.co.in અથવા dca@economicsoflife.com
૨. WhatsApp – xxxxxxxxxx – લેખીત પ્રતિભાવ માટે
૩. મારી વેબસાઈટ economicsoflife.com પર પ્રતિભાવ, કે પછી
૪. નીચેના સરનામે પત્ર સંપર્ક
Anjaria, D. C.
8 square Leon Blum
92800 Puteaux
France
અથવા
દિવ્યભાષ સી. અંજારીઆ
૨૦ સંસ્કાર ભારતી સોસાયટી
અંકુર રોડ, નારણપુરા
અમદાવાદ ૩૮૦૦૧૩
ગુજરાત, ભારત
શ્રી દિવ્યભાષ સી. અંજારીઆનો સંપર્ક dc@anjaria.email વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
