ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

ભગવાન થાવરાણી

એ જમાનામાં ફિલ્મી લેખકો અને ગીતકારોમાં પંડિતોની ભરમાર હતી. આ બધા ‘પંડિત’ જે સરળતાથી કોઈ ભક્તિ ગીત અથવા સંસ્કૃત – પ્રચુર  રચના લખી શકતા એટલી જ સરળતાથી ગઝલ પણ કહી શકતા કારણ કે ફિલ્મોની ભાષા હિન્દુસ્તાની હતી જેમાં ઉર્દુનો પ્રભાવ સાહજિક હતો એ ભાષા લોકોની હતી, કોઈ ધર્મ કે જાતિ – વિશેષની નહીં.

અત્યાર સુધી આ લેખમાળામાં જે પંડિતોની ગઝલો આપણે જોઈ ગયા એમાં પંડિત ન્યાય શર્મા, કેદાર શર્મા, નરેન્દ્ર શર્મા, ભરત વ્યાસ, દીનાનાથ મધોક અને પંડિત ઈન્દ્રનો સમાવેશ થાય છે.

વાત કરીએ પંડિત ગાફિલની. એ ગાફિલ હરનાલવી પણ કહેવાતા. માત્ર એક રચનાથી એમનો પરિચય આપવો હોય તો ‘ અફસાના ‘ ૧૯૫૧ નું લતાએ ગાયેલું ગીત ‘ અભી તો મૈં જવાન હું ‘ કાફી છે. એમનું અસલી નામ અને અન્ય માહિતી ઉપલબ્ધ નથી. એમણે દો શહઝાદે, ડાકુ મન્સુર, ઝંઝીર, મિડલ ફેલ, રૂપ બસંત, રસીલી, તુફાન, પરખ અને પત્થરો કે સૌદાગર જેવી પંદરેક ફિલ્મોમાં ૫૦ જેટલાં ગીત લખ્યાં.

એક જ ફિલ્મ ‘ દો શહઝાદે ‘ ( ૧૯૫૬ ) ની એમણે લખેલી બે ગઝલ પેશ છે :

 

ઐ ગમે દિલ તેરા ચારા મૈં કરું તો ક્યા કરું
જિંદગી હૈ બેસહારા, મૈં કરું તો ક્યા કરું

શબ અંધેરી દૂર સાહિલ નાખુદા મજબૂર હૈ
કોઈ બતલાઓ ખુદારા, મેં કરું તો ક્યા કરું

અપને અરમાનો કી બરબાદી કા મંઝર દેખકર
ખૂન હોકર દિલ પુકારા, મેં કરું તો ક્યા કરું

લોગ ગૈરોંકા ગિલા અપનોં સે કરતે હૈ મગર
મુજકો અપનોં હી ને મારા, મૈં કરું તો ક્યા કરું..

– મુબારક બેગમ
– લચ્છીરામ તોમર

 

ઇન્સાં કી મહોબ્બત ભુલ ગયા તુ રસ્મે વફા કો ભૂલ ગયા
દો રોઝ કી જુઠી દુનિયા મેં, બંદે તુ ખુદા કો ભુલ ગયા

તુ ઝુલ્મો સિતમ સે ઓ ઝાલિમ, ખાલિક કી શાન મિટાતા હૈ
જો દર પે ખડી હૈ શામો સહર,  ક્યા અપની કઝા કો ભુલ ગયા

દુનિયા કે સફર મેં ઐ રાહી, એક હાથ સે દે એક હાથ સે લે
યહાં સૌદા નકદ – બ – નકદી હૈ, તુ ઉસકી રઝા કો ભૂલ ગયા

નાદાન સંભલ કુછ હોશ મેં આ, યે ઝુલ્મ ન કર યું ઝોર ન ઢા
તાકત કે નશે મેં દીવાને, તુ કહરે ખુદા કો ભૂલ ગયા..

 

– શિવ દયાલ બાતિશ
– લચ્છીરામ તોમર


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.