નિરંજન મહેતા

આ શ્રેણીનો આ ત્રીજો અને અંતિમ ભાગ છે જેમાં ૧૯૭૮ પછીના સાંપડેલા મુજરા ગીતોનો સમાવેશ કર્યો છે.

૧૯૭૮ની ફિલ્મ ‘મુકદ્દર કા સિકંદર’નુ મુજરા ગીત અત્યંત પ્રચલિત મુજરા ગીત છે.

इश्क़ वालों से न पूंछो कि उनकी रात का आलम तनहा कैसे गुज़रता है
जुदा हो हमसफ़र जिसका वो उसको याद करता है
……….
तुम हमसे प्यार करने की ज़रा सी भूल कर लो
मेरा दिल बेचैन मेरा दिल बेचैन है हमसफ़र के लिये

રેખા અને અમિતાભ બચ્ચન પર રચાયેલ આ મુજરા ગીતના રચયિતા છે અનજાન જેને સંગીત આપ્યું છે કલ્યાણજી આણંદજીએ. ગાનાર કલાકારો છે કિશોરકુમાર અને લતાજી.

૧૯૭૯ની ફિલ્મ ‘સુહાગ’નુ આ મુજરા ગીત પણ રેખા અને અમિતાભ બચ્ચન પર રચાયું છે.

आज इम्तेहान है, इम्तेहान है
आज इम्तेहान है
आज की रात तू मेरा मेहमान है
आज इम्तेहान है

ગીતના શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનુ. ફરી એકવાર કિશોરકુમાર અને લતાજી ગાયકો.

૧૯૮૧ની ફિલ્મ ‘ઉમરાવ જાન’ તવાયફની વાત કરતી હોય તો તેમાં એક કરતાં વધુ મુજરા ગીતો હોવાના. પ્રથમ મુજરા ગીત છે

इन आँखों की मस्ती के मस्ताने हज़ारों हैं

इन आँखों से वाबस्ता अफ़साने हज़ारों हैं

બીજું મુજરા ગીત છે

दिल चीज़ क्या है आप मिरी जान लीजिए
बस एक बार मेरा कहा मान लीजिए

ત્રીજું મુજરા ગીત છે

ये क्या जगह है दोस्तो ये कौन सा दयार है
हद-ए-निगाह तक जहाँ ग़ुबार ही ग़ुबार है

ત્રણેય મુજરાના કલાકાર છે રેખા. ગીતના શબ્દો છે શહરિયારના અને સંગીત આપ્યું છે ખય્યામે. ગાયિકા આશા ભોસલે

૧૯૮૨ની ફિલ્મ ‘ધરમ કાંટા’નુ મુજરા ગીત જોઈએ.

जालीम तेरा जहा की हर रसम छोड़ दी है
………….
के घुँघरू टूट गये

મુજરા કલાકાર છે સુલક્ષણા પંડિત જે અમજદ ખાન આગળ મુજરો કરે છે. મજરૂહ સુલતાનપુરીના શબ્દોને સંગીત આપ્યું છે નૌશાદે. ગાયિકા આશા ભોસલે. के घुँघरू टूट गये પર ઘણા ગીતો જોઈ શકાશે.

૧૯૮૫ની ફિલ્મ ‘રામ તેરી ગંગા મૈલી’નુ આ મુજરા ગીત રાજીવ કપૂરની એક વખતની પ્રેમિકા તેના લગ્ન સમારંભમાં ગાય છે.

एक राधा, एक मीरा दोनों ने श्याम को चाहा
अंतर क्या दोनों की चाह में बोलो
अंतर क्या दोनों की चाह में बोलो
एक प्रेम दीवानी, एक दरस दीवानी

મંદાકિની આ ગીતના કલાકાર છે. ગીત અને સંગીત રવીન્દ્ર જૈનના અને ગાયિકા લતાજી

https://youtu.be/RC9LZWbhXGE?si=Ni_-HTBl5L8oVkVH

૧૯૮૭ની ફિલ્મ ‘માબેટી’નુ આ મુજરા ગીત મીનાક્ષી શેષાદ્રીની વ્યથાને વર્ણવે છે

मुझको सड़को से कोठे पे पहुँचा दिया

शुक्रिया आपके प्यार का शुक्रिया

ગીતના શબ્દો છે અનજાનના અને સંગીત આપ્યું છે આનંદ મિલિંદે. સ્વર છે અનુરાધા પૌડવાલનો.

૧૯૮૯ની ફિલ્મ ‘મેરી લલકાર’નુ મુજરા ગીત છે

बादल के भेष आँखों को तुम बहका नहीं सकते
जो धोका देनेवाले है वो धोका खा नहीं सकते

કલાકાર હ્યુમા ખાન(?). શબ્દો સનમ ગાઝીપુરીના અને સંગીત વિજય બતાલવીનુ. ગાનાર કલાકારો છે દિલરાજ કૌર અને સુદેશ ભોસલે

૧૯૮૯ની ફિલ્મ ‘રામ લખન’નુ આ ગીત હજી પણ પ્રચલિત છે.

ओ राम जी बड़ा दुःख दीना

तेरे लखन ने बड़ा दुःख दीनासुद-बूद बिसराई, मेरी नींद चुराईमेरा मुश्किल कर दिया जीनाમાધુરી દિક્ષિત આ મુજરાના કલાકાર છે જેના શબ્દો છે આનંદ બક્ષીનાં અને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે લતાજી ગીતના ગાયિકા.

૧૯૮૯ની ફિલ્મના નામમાં જ તવાયફ શબ્દ છે એટલે મુજરા નૃત્ય હોવાનું. ફિલ્મ છે ‘પતિ પત્ની ઔર તવાયફ’

कहाँ मैं कहाँ हैं पता तेरा
इज़ाज़त अगर हो तो करलु सलाम
मुझे लोग कहते हैं कदमों की धूल

સલમા આગા આ મુજરા ગીતના કલાકાર છે. આનદ બક્ષીના શબ્દો અને લક્ષ્મીકાંત પ્યારેલાલનુ સંગીત. ગાયિકા છે સલમા આગા

૧૯૯૪ની ફિલ્મ ‘જય વિક્રાંતા’નુ મુજરા ગીત છે

शमा रोशन हुयी महफ़िल में नया नूर आया
आपके जैसा कोई पहले न हज़ूर आया

प्यार इक़रार मेरे यार हो गया

ઝેબા બખ્તિયાર સંજય દત્ત સામે આ મુજરો કરે છે. શબ્દો છે સમીરનાં અને સંગીત આપ્યું છે આનંદ મિલિંદે. કુમાર સાનુ અને અલકા યાજ્ઞિક ગીતના ગાયકો.

૨૦૦૨ની ફિલ્મ ‘દેવદાસ’નુ આ મુજરા ગીત આટલા સમય બાદ પણ તરોતાજા છે.

यह किसकी है आहाट
यह किसका है साया
हुई दिल मे दस्तकयहा कौन आया
हम पे यह किसने हरा रंग डाला
ख़ुशी ने हमारी हमे मार डाला ओह मार डाला
मार डाला हा मार डाला

શાહરૂખ ખાન અને ઐશ્વર્યા રાય આ ગીતના કલાકારો. શબ્દો છે નસરત બદરના અને સંગીત આપ્યું છે ઈસ્માઈલ દરબારે. સ્વર છે કવિતા ક્રિશ્નામૂર્તિ અને કે.કે.ના

૨૦૦૫ની ફિલ્મ ‘મંગલ પાંડેનુ મુજરા ગીત છે

हर एक बात हैं जैसे
मीठी करारी
तुम्हारी अदाओं पे मैं वारी वारी

રાની મુકરજી પર રચાયેલ આ મુજરા ગીતના શબ્દો છે જાવેદ અખ્તરના. સંગીત આપ્યું છે એ.આર. રેહમાને અને ગાયિકાઓ છે કવિતા ક્રિશ્નામૂર્તિ અને રીના ભારદ્વાજ.

૨૦૦૫ની ફિલ્મ ‘ક્રિશ્ના’નુ ગીત જોઈએ.

खूब पर्दा है के चिलमन से लगे बैठे है
साफ़ छुपाते भी नहीं सामने आते भी नहीं

સુસ્મિતા સેન અને વિવેક ઓબેરોય આ ગીતના કલાકારો છે. શબ્દો છે જાવેદ અખ્તરના અને સંગીત છે ઈસ્માઈલ દરબારનુ. ગાયકો એક કરતાં વધુ

૨૦૧૨ની ફિલ્મ ‘એજન્ટ વિનોદ’ માં પણ એક મુજરા ગીત છે.

फेंके नज़र के सिक्के उसने लगे के नइ हु मै
उसने जो छू लिया तो हाये लगे के नइ हु मै

ગીત રચાયું છે કરીના કપૂર અને સૈફ અલીખાન પર. ગીતના શબ્દો છે નીલેશ મિશ્રના અને સંગીત છે પ્રિતમનુ.  આ ગીતમાં પણ ગાયકો એક કરતાં વધુ છે.


Niranjan Mehta

A/602, Ashoknagar(old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com