ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
સૂર્ય માટે ઉર્દુમાં પર્યાયવાચી શબ્દો છે આફતાબ, ખુરશીદ અને શમ્સ.
આજે વાત કરીએ ગીતકાર શમ્સ લખનવીની. લખનવીઓમાં આરઝૂ લખનવી અને નૂર લખનવીની વાત આપણે કરી ગયા. શમ્સ સાહેબે પણ ગીતો કરતા ફિલ્મોની વાર્તા, કથા – પટકથા લેખનમાં વધુ કાઠું કાઢેલું. વ્હી. શાંતારામની પરછાંઈ, દહેજ અને સહેરા ઉપરાંત મહેબુબ ખાનની અંદાઝ તેમજ દુલારી, ઝાંસી કી રાની અને નૌશેરવાને આદિલ જેવી ફિલ્મો એમણે લખેલી.
સોએક ફિલ્મી ગીતો પણ એમનું પ્રદાન. એમણે ગીતો લખ્યા એવી કેટલીક ફિલ્મો એટલે દોસ્ત, શીશ મહેલ, લાલ હવેલી, ઈસ્મત, સમ્રાટ અશોક, મઝધાર, શમા, દિલ, નૌકર, હીરા, બોલતી બુલબુલ, બેડા પાર અને વિશ્વાસ વગેરે.
તેમની લખેલી બે ગઝલો :
દિલ લગાને મેં કુછ મઝા હી નહીં
ઇસ ઝમાને મેં જબ વફા હી નહીં
દિલજલોં કા વો હાલ ક્યા જાને
જિસકા દિલ ખુદ કભી જલા હી નહીં
ફસ્લે ગુલ આઈ ભી ચલી ભી ગઈ
ગુંચા એ આરઝુ ખિલા હી નહીં..
ફિલ્મ: શહેનશાહ બાબર ૧૯૪૪
– ખુરશીદ
-ખેમચંદ પ્રકાશ
દો દિન બહાર ફૂલ તો દિખલા કે રહ ગયે
જલતી હુઈ હવાઓ મેં કુમ્હલા કે રહ ગયે
વો ઐસે ખુશનસીબ નઈ ઝિંદગી મિલી
હમ ઐસે બદનસીબ – ઉન્હે પા કે રહ ગએ
જો દિલ કી હસરતેં થીં વો દિલ હી મે રહ ગઈ
મંઝિલ કે હમ કરીબ ગએ – જા કે રહ ગએ
ગુંદી હે હમને પ્રેમ કે સહરે કી હર લડી
આંસુ હમારી આંખ મેં આ – આ કે રહ ગએ..
– ફિલ્મ: દહેજ 1950
– જયશ્રી
– વસંત દેસાઈ
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
