ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

ભગવાન થાવરાણી

એહસાન રિઝવી પણ એક ગીતકાર તરીકે ઓછા અને એક પટકથા – સંવાદ લેખક તરીકે વધુ સુખ્યાત હતા. સોથી વધુ ફિલ્મો લખનાર એહસાન સાહેબની પાંચ સફળ ફિલ્મોના નામ લખીએ તો કાફી છે – ફુલ ઔર પથ્થર, વોહ કોન થી, તલાશ, ચોરી મેરા કામ અને મોગલે આઝમ.

૫૦ થી પણ વધુ ફિલ્મોમાં ૩૦૦ જેટલા ગીતો પણ એમણે લખ્યા પણ એ બધી ફિલ્મો ‘૫૦ અને એ પહેલાના દાયકાની હતી. આવી ફિલ્મોમાં બહેરામ ડાકુ, સુહાગ,  બડા ભાઈ, મહાત્મા કબીર, રંગીલા અને દામન જેવી ફિલ્મોના નામ ગણાવી શકાય.

એમની બે ગઝલો જોઈએ :

હૌસલે દિલ કે મિટે પ્યાર કે અરમાન ગયે
અપની બિગડી હુઈ તકદીર કો હમ જાન ગયે

તુજ સે હોતી ન મોહબ્બત ન બહાતે આંસુ
દિલને ધોકા દિયા હમ તેરા કહના માન ગયે

દોસ્ત સમજા થા મગર જાન કા દુશ્મન નિકલા
હટ ગયા આંખોં સે પરદા તુજે પહેચાન ગયે..

 

– ફિલ્મ : ભેદી બંગલા ૧૯૪૯

– લતા

– પંડિત રમાકાંત

( એટલે કે સી રામચંદ્ર ! એમણે જે અલગ અલગ નામે સંગીત પીરસ્યું એમાંનું આ પણ એક નામ ! )

શમા ગુલ કર કે ન જા યું કે જલા ભી ન શકું
રોશની તેરી મોહબ્બત કી મૈં પા ભી ન શકું

બદગુમાં ઇતના ન બન હાથ ઝટકને વાલે
અપની બિગડી હુઈ કિસ્મત કો બના ભી ન સકું

એક હી રાત મેં આંસુ કે ચિરાગ ઇતને જલે
ગમ અગર દિલ કા છુપાઉં તો છુપા ભી ના સકું

જાને વાલે મુજે કિસ રાહ મેં છોડા તુને
યાદ આ ભી ના સકું તુજકો ભુલા ભી ના સકું..

 

– ફિલ્મ : અરબ કા સિતારા – ૧૯૬૧

– મુબારક બેગમ

– સઆદત ખાન


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.