ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

ભગવાન થાવરાણી

તનવીર નકવી જેવા ઘણા ફિલ્મી ગીતકારો છે જેમનો જન્મ અખંડ હિંદુસ્તાનમાં થયો એટલે એક સમયે હિંદુસ્તાની હતા પણ ભાગલા પછી એમના નિવાસના શહેરો પાકિસ્તાનમાં ગયા એટલે રાતોરાત પાકિસ્તાની બની ગયા ! તનવીર નકવીનું અસલી નામ હતું ખુરશીદ અલી. એમના તખલ્લુસ તનવીરનો અર્થ થાય પ્રકાશ અથવા ચમક.

એમના ગીતો વિષે તો શું કહેવું ! અનમોલ ઘડી ( ૧૯૪૬ ) ના ૧૧ ગીતો યાદ કરો ( આવાઝ દે કહાં હૈ, મેરે બચપન કે સાથી, જવાં હૈ મુહબ્બત ), જુગ્નુ ( ૧૯૪૭ ) નું ‘ યહાં બદલા વફા કા બેવફાઈ કે સિવા ક્યા હૈ ‘ , શીરીં ફરહાદ ( ૧૯૫૦ ) ના ‘ ગુઝરા હુઆ ઝમાના આતા નહીં દુબારા‘ અને ‘ હઝારોં રંગ બદલેગા ઝમાના ‘ સહિત ચાલીસેક હિંદી ઉપરાંત ૨૦૦ આસપાસ પાકિસ્તાની ફિલ્મો. એમની એક પેટા ઓળખ એ કે તેઓ મલકા – એ – તરન્નુમ નૂરજહાંના બનેવી હતા, નૂરજહાંની બહેન ઈદનબાઈના ખાવિંદ.

એમણે ગઝલો પણ ખાસ્સી લખી. બે હાજર છે :

નિગાહેં મિલાને કો જી ચાહતા હૈ
તુજે આઝમાને કો જી ચાહતા હૈ

અગર દૂર સે હમ તુજે દેખતે હૈં
તેરે પાસ આને કો જી ચાહતા હૈ

વો બાતેં જો તેરે તસવ્વુર સે કી હૈં
તુજે ભી સુનાને કો જી ચાહતા હૈ

તેરી રાહ મેં તેરે હર હર કદમ પર
નિગાહેં બિછાને કો જી ચાહતા હૈ ..

 

– ફિલ્મ : પરાઈ આગ ૧૯૪૮

– મુહમ્મદ રફી

– ગુલામ મોહમ્મદ

( આ જ બહર અને આ જ મતલાના પહેલા મિસરાથી સાહિર લુધિયાનવીએ ૧૯૬૩ માં એક ગઝલ લખી જેને કવ્વાલી તરીકે ‘ દિલ હી તો હૈ ‘ ફિલ્મમાં લેવાઈ અને આના કરતાં ક્યાંય વધુ લોકપ્રિય થઈ. )

એક મુદ્દત સે દીવાના દિલ ખુશિયોં કા ઝમાના ભૂલ ગયા
ફુરકત કી કહાની યાદ રહી, ઉલફત કા ફસાના ભૂલ ગયા

ઉન નઝરોં મેં કૈસા જાદૂ થા પૂછો તો મુજે કુછ યાદ નહીં
એક બાર તો મૈં બેહોશ હુઆ ફિર હોશ મેં આના ભૂલ ગયા

સૂનસાન અંધેરી રાહેં હૈ, સાથી ભી નહીં મંઝિલ ભી નહીં
દિલ મૌત કી ઈસ ખામોશી મેં જીને કા તરાના ભૂલ ગયા ..

 

– ફિલ્મ : નાતા ૧૯૫૫

– મુહમ્મદ રફી / એસ ડી બાતિશ

– એસ મોહિંદર

( આ જ ધુન પરથી ‘પ્રેરણા’ લઈને પછી રવિએ ૧૯૬૦ માં ફિલ્મ ‘ ચૌદહવીં કા ચાંદ ‘ માં ‘ શરમા કે યે ક્યોં સબ પર્દાનશીં આંચલ કો સંવારા કરતે હૈં ‘ નું સર્જન કર્યું. )


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.