પ્રવાસી યુ. ધોળકિયા
સનાતન ધર્મની પરંપરાના વટવૃક્ષ સમાન વૈદિક જ્ઞાનમાર્ગનો આપણે ‘આ ધર્મ સનાતન છે’ ને સમજવાની યાત્રાના અગાઉના લેખોમાં ઉલ્લેખ કરી ચુક્યાં છીએ. હવે તેનાં બાકી રહેલાં અંતિમ પાસાંઓ પર સંક્ષિપ્ત વિવેચન જોઈશું.
બ્રહ્માણ્ડની ઉત્પતિ સાથે સંબંધિત એવાં ઋગ્વેદનાં ૧૦મા મડલના ૧૨૯માં સૂક્તથી આજના મણકાની શરૂઆત કરીશું.[1]
नास॑दासी॒न्नो सदा॑सीत्त॒दानी॒म् नासी॒द्रजो॒ नो व्यो॑मा प॒रो यत्।
किमाव॑रीव॒: कुह॒ कस्य॒ शर्म॒न्नंभ॒: किमा॑सी॒द्गह॑नं गभी॒रम्॥१॥
न मृ॒त्युरा॑सीद॒मृतं॒ न तर्हि॒ न रात्र्या॒ अह्न॑ आसीत्प्रके॒तः।
आनी॑दवा॒तं स्व॒धया॒ तदेकं॒ तस्मा॑द्धा॒न्यन्न प॒रः किञ्च॒नास॑॥२॥
तम॑ आसी॒त्तम॑सा गू॒ळ्हमग्रे॑ऽप्रके॒तं स॑लि॒लं सर्व॑मा इ॒दं।
तु॒च्छ्येना॒भ्वपि॑हितं॒ यदासी॒त्तप॑स॒स्तन्म॑हि॒ना जा॑य॒तैकं॑॥ ३॥
काम॒स्तदग्रे॒ सम॑वर्त॒ताधि॒ मन॑सो॒ रेत॑: प्रथ॒मं यदासी॑त्।
स॒तो बन्धु॒मस॑ति॒ निर॑विन्दन् हृ॒दि प्र॒तीष्या॑ क॒वयो॑ मनी॒षा॥४॥
ति॒र॒श्चीनो॒ वित॑तो र॒श्मिरे॑षाम॒धः स्वि॑दा॒सी दु॒परि॑ स्विदासी त्।
रे॒तो॒धा आ॑सन्महि॒मान॑ आसन्त्स्व॒धा आ॒वस्ता॒त्प्रय॑तिः प॒रस्ता॑त्॥५॥
को अ॒द्धा वे॑द॒ क इ॒ह प्र वो॑च॒त्कुत॒ आजा॑ता॒ कुत॑ इ॒यं विसृ॑ष्टिः।
अ॒र्वाग्दे॒वा अ॒स्य वि॒सर्ज॑ने॒नाथा॒ को वे॑द॒ यत॑ आब॒भूव॑॥६॥
इ॒यं विसृ॑ष्टि॒र्यत॑ आब॒भूव॒ यदि॑ वा द॒धे यदि॑ वा॒ न।
यो अ॒स्याध्य॑क्षः पर॒मे व्यो॑म॒न्त्सो अ॒ङ्ग वे॑द॒ यदि॑ वा॒ न वेद॑॥ ७॥
હિંદીમાં અનુવાદ
सृष्टि से पहले सत् नहीं था, असत् भी नहीं
अन्तरिक्ष भी नहीं आकाश भी नहीं था
छिपा था क्या? कहाँ? किसने ढका था?
उस पल तो अगम अतल जल भी कहाँ था? ।।१।।
नहीं थी मृत्यु थी अमरता भी नहीं
नहीं था दिन रात भी नहीं
हवा भी नहीं साँस थी स्वयमेव फिर भी
नही था कोई कुछ भी परमतत्त्व से अलग या परे भी ।।२।।
अंधेरे में अंधेरा-मुँदा अँधेरा था,जल भी केवल निराकार जल था
परमतत्त्व था सृजन-कामना से भरा , ओछे जल से घिरा
वही अपनी तपस्या की महिमा से उभरा ।।३।।
परम मन में बीज पहला जो उगा ,काम बनकर वह जगा
कवियों ग्यानियों ने जाना, असत् और सत् का निकट संबंध पहचाना ।।४।।
फैले संबंध के किरण धागे तिरछे, परमतत्त्व उस पल ऊपर या नीचे?
वह था बँटा हुआ पुरुष और स्त्री बना हुआ
ऊपर दाता वही भोक्ता नीचे वसुधा स्वधा हो गया ।।५।।
सृष्टि यह बनी कैसे? किससे? आई है कहाँ से?
कोई क्या जानता है? बता सकता है?
देवताओं को नहीं ग्यात वे आए सृजन के बाद
सृष्टि को रचां है जिसने उसको जाना किसने? ।।६।।
सृष्टि का कौन है कर्ता? कर्ता है वा अकर्ता?
ऊँचे आकाश में रहता सदा अध्यक्ष बना रहता
वही सचमुच में जानता या नहीं भी जानता है
किसी को नहीं पता नहीं पता नहीं है पता ।।७।।
દિગ્દર્શક શ્યામ બેનેગલે તેમની ટી વી સિરિયલ ‘ભારત એક ખોજ’માં આ સૂક્તના હિદી અનુવાદને વસંત દેવે સંગીતમાં વણી લીધેલ છે.
ઉપવેદ
ઉપવેદની સંખ્યા ચાર છે. દરેક વેદને એક ઉપવેદ છે.
ઉપવેદ વેદ
(૧) આયુર્વેદ ઋગ્વેદ અને અથર્વવેદ (સુશ્રુતના યજ્ઞ મુજબ)
(૨) ધનુર્વેદ યજુર્વેદ
(૩) ગાંધર્વવેદ સામવેદ
(૪) અર્થશાસ્ત્ર અથર્વવેદ
આયુર્વેદ
આયુર્વેદ આજે પણ જીવંત છે. ધન્વંતરી, સુશ્રુત અને ચરકે આયુર્વેદ પર પ્રકાંડ સંહિતાઓ લખી છે.
ધનુર્વેદ
આજના વૈજ્ઞાનિક કાળમાં ધનુર્વેદે પોતાનું મહત્ત્વ ગુમાવ્યું છે.
ગાંધર્વવેદ
ગીત, સંગીત, પવિત્ર નૃત્ય, અને નાટ્યશાસ્ત્રનો ગાંધર્વવેદમાં સમાવેશ થાય છે. ગાંધર્વવેદનાં આ તમામ અંગો આજે ભારતની સીમાઓ પાર કરીને વિશ્વભરમાં લોકપ્રિય બની રહેલ છે.
અર્થશાસ્ત્ર
આજે ફક્ત કૌટિલ્યનું અર્થશાસ્ત્ર પ્રાપ્ય છે. રાજ્ય વ્યવસ્થા અને કૂટનીતિ પર લખાયેલ આ ગ્રંથ દુર્લભ છે.
ષડ્દર્શન
વેદમાં જે જ્ઞાન છે તેને તાર્કિક રીતે સમજાવતાં દર્શનો એટલે આ ષડ્દર્શન. ષડ્દર્શનમાં ભારતીય તત્ત્વજ્ઞાનની ચર્ચા જોવા મળે છે.
પૂર્વમિમાંસા
જન્મથી મનુષ્યને બધું, ખાસ કરીને તો ધર્મ વિશે, જાણવું હોય છે. તે પરથી જૈમિની ઋષિએ આ ગ્રંથની રચના કરી છે. તેના પ્રારંભનું સૂત્ર अथातो धर्म जिज्ञासा છે. તેમાં ૧૨ અધ્યાય, ૬૦ પાદ અને ૨,૬૩૧ સૂત્રો છે.
ઉત્તર મિમાંસા (બ્રહ્મસૂત્ર)
પરમ ચેતના બ્રહ્મ તથા મૂળ જગતનું કારણ કઈ રીતે જાણવું તેની વ્યાખ્યા તાદૃશપણે ઉત્તર મિમાંસામાં કરેલ છે. જીવન-મરણનાં ચક્રમાં રહીને વ્યક્તિ જે સંસ્કારો પૂરા કરે છે તેનું અંતિમ લક્ષ મુક્તિમાર્ગ છે. આમ ઋષિઓએ મોક્ષમાર્ગ પર આ આસ્તિક ગ્રંથની રચના કરેલ છે.
સાંખ્ય દર્શન
આ દર્શનના રચયિતા અતિ પ્રાચીન ઋષિ કપિલ છે. આ ગ્રંથ એટલો બધો પ્રાસંગિક બની રહ્યો છે કે ભગવદ્ ગીતા, કેટલાક ઉપનિષદો, પુરાણો, રામાયણ અને મહાભારત પર આ શાસ્ત્રની ભારે અસર જોવા મળે છે.
ઋષિ જણાવે છે કે વિશ્વમાં જે વિરાટ પુરુષ છે તે નિષ્ક્રિય છે. તેને સક્રિય પ્રકૃતિ કરે છે. પ્રકૃતિમાં મહત્, અહંકાર, બુદ્ધિ અને સત્વ, રજસ્ અને તમસ્ જેવાં ૨૪ જેટલાં તત્ત્વો છે. પ્રકૃતિમાં સુષુપ્ત રહેલાં ત્રણ તત્ત્વો – સત્વ, રજસ્ અને તમસ્ -માં ક્ષોભન થવાથી મહત્ત્ જેવાં અન્ય તત્ત્વો પ્રગટ થાય છે ત્યારે વિરાટ પુરુષ જાગૃત થઈને સૃષ્ટિની રચના કરે છે. તે ઉપરાંત, વ્યક્તિ માત્ર તેના જીવનકાળ દરમ્યાન જે આધિ, વ્યાધિ અને ઉપાધિ ભોગવે છે તેમાંથી નિવૃતિના પણ સાંખ્ય દર્શન આપે છે. પંચતત્ત્વોને પણ અહીયાં પ્રતિભાષિત કરવામાં આવેલ છે.
વૈશેષિક દર્શન
આ ગ્રંથ મહર્ષિ કણાદે રચ્યો છે. તેમાં જડ ચેતન સૃષ્ટિને સાંખ્ય દર્શનમાં આપેલાં ૨૫ તત્ત્વો નહીં, પણ સાત તત્ત્વો દ્વારા પંચમહાત્મ્યનું દર્શન આપવામાં આવેલ છે. આ દર્શનનું લક્ષ વ્યક્તિએ સાંસારિક જીવનનો ત્યાગ કરી, સુખની અનુભૂતિ કરી અને મોક્ષ પામવાનું છે. આ જ્ઞાનને વિશેષ જ્ઞાનનો દરજ્જો આપવામાં આવેલો છે, તેથી તે વૈશેષિક દર્શન તરીકે ઓળખાય છે.
ન્યાયદર્શન
પ્રથમ તો આ દર્શનમાં ઈશ્વરની મહાનતા પ્રસ્થાપિત કરવામાં આવી છે. તે સાથે, આ દર્શનનો મુખ્ય વિષય નાય પણ છે, પાણ તેના ઘણા અર્થો થાય છે. અત્રે તેઓનો અર્થ સાધનના સ્વરૂપમાં કરાયો છે. તેમા ૫૩૧ સૂત્રો છે. સંખ્ય દર્શનનાં ૧૩ તત્ત્વોનો આધાર લઈને સત્યને શી રીતે શોધવું તેની ચર્ચા આ દર્શનમાં જોવા મળે છે.
યોગદર્શન
યોગદર્શનના રચયિતા પતંજલિ છે. અષ્ટાંગ માર્ગ ઉપરાંત તેમાં ૧૯૪ સુત્રોમાં પરમેશ્વરની સમીપતાનો અનુભવ્કરીને મોક્ષ પ્રાપ્તિ શી રીત કરવી તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. ભારતની આ પરંપરાને વિશ્વભરે ઉત્સાહપૂર્વક અપનાવી છે. દર વર્ષે ૨૧ જૂનના દિવસે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
ધર્મશાસ્ત્ર
કોઈ પણ સમાજ ફક્ત ધર્મદર્શનના આધારે ટકી ન શકે. તેમાં સામાજિક ન્યાયની પણ પુરી વ્યવસ્થા હોવૂ જોઈએ. તેથી, ભારતવર્ષના મહાજ્ઞાનીઓએ સમાઅજના દરેક ઘટકો માટે નિયમો ઘડ્યા છે જે પરંપરાગત રૂપે કાયદાનું સ્થાન ભોગવે છે. આ દર્શનમાં ધર્મ ઉપરાંત વ્યક્તિનાં જીવનનાં નૈતિક ધોરણો શું હોવાં જોઈએ તેની સમજ આપવામાં આવી છે. બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સન્યાસ એમ ચાર આશ્રમો, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ ચાર પુરુષાર્થો, પ્રાયશ્ચિત, પુરુષાર્થ, તીર્થયાત્રા, કુટુંબ જીવન, સંતાન અને સ્ત્રીનું સ્થાન, મિલકતની ન્યાયિક વહેંચણી વગેરે વિષયોને ધર્મશાસ્ત્ર નામ આપવામાં આવ્યું છે.
વિશ્વની કોઈ પણ સંસ્કૃતિમાં ઉપરોક્ત વિષયો પર આટલું વિશદ વિવેચન જોવા મળતું નથી.આ બાબતનો ખ્યાલ આપણને એ હકીકત પરથી આવશે કે ભારત રત્ન પી વી કાણેએ ૧૯૩૦માં ધર્મશાસ્ત્રોના ગ્રંથનો પહેલો ભાગ પાડ્યો તે પછી તેના પરથી લખાયેલા ગ્રંથોની યાદી ૧૭૦ પાનાંઓમાં સમાવાઈ શકી છે. આજે તો એ યાદી લખવા માટે કદાચ ૨૫૦ પાનાં પણ ઓછાં પડે. કાણેએ ધર્મશાસ્ત્રના પોતાના ગ્રંથનાં ૬,૫૦૦ પાનામાં ધર્મશાસ્ત્રના દરેક વિષયની અદ્ભૂત છણાવટ, બહુ સરસ ભાષામાં, કરી છે. અત્રે આપણે ધર્મશ્રુતિ અને શાસ્ત્રોની એક ટુંકી યાદી આપીને સંતોષ પામીએ –
૧) મનુસ્મૃતિ, ૨) યજ્ઞવાલ્કય શ્રુતિ, ૩) આપસ્તંબ ધર્મસૂત્ર ૪) બૌદ્ધાયન સ્મૃતિ, ૫) ગૌતમ ધર્મશાસ્ત્ર, ૬) કામંડક નીતિશાસ્ત્ર, ૭) નારદ સ્મૃતિ, ૮) પારસ્કર ગૃહ્ય સૂત્ર, ૯) વશિષ્ઠ ધર્મસૂત્ર, ૧૦) વિષ્ણુ ધર્મસૂત્ર, ૧૧) કાત્યાયન સ્મૃતિ, ૧૨) નિર્ણય સાગર અને ૧૩) નિર્ણય સિંધુ.
વેદ પરંપરાના આ લેખો વાંચીને વેબ ગુર્જરીના વાચકોને એ પ્રશ્ન જરૂર થશે કે આ પરંપરા આજે કેટલી પ્રાસંગિક છે.
આધુનિક સમયમાં વેદ પરંપરાના નિષ્ણાતોએ આ પ્રશ્ન પર ઘણું મનોમંથન કરેલ છે. તે પછી તેઓ વચ્ચે એક સહમતિ સધાઈ છે કે આજે આપણે જે હિંદુ ધર્મમાં માનીએ છીએ તેમાં ફક્ત ૨૦થી ૨૫ વૈદિક પરંપરાનાં તત્ત્વોને આપણે જાળવી શક્યાં છીએ. આ વિદ્વાનો વૈદિક પરંપરાની આ સ્થિતિ માટે નીચેના કારણો જણાવે છેઃ
૧) વેદમાં જે સ્રૂષ્ટિ વિજ્ઞાન છે તે આજે લુપ્ત થયું છે.
૨) વેદ સુક્તો અને મંત્રોમાં બહ્માણ્ડમાં વ્યાપ્ત પદાર્થો અને તત્ત્વોને સમજવાની વિચારધારાને આપણે ગુમાવી બેઠાં છીએ.
૩) વેદ સાહિત્યમાં મધુવિદ્યા – રહસ્યવાદ આજે વિસ્મૃત થયેલ છે.
૪) વેદના પાયામાં તેની ભવ્ય યજ્ઞ પ્રથા છે. છેલ્લા ૪,૦૦૦ વર્ષોથી શ્રમણ પરંપરાના પ્રવર્તકો, ભગવાન બુદ્ધ અને મહાવીર સ્વામી,ના દર્શન અને ઉપદેશોએ યજ્ઞ પ્રથા પર મરણતોલ ફટકો મારેલ છે. તેથી, પશ્ચિમના વિદ્વાનોએ એ સાચું કહ્યું છે કે વેદના ગ્રંથો હવે text out of context (અસાંદર્ભિક ગ્રંથો) બની રહ્યા છે.
પછી શંકરાચાર્ય, ગોરખનાથ, માધવાચાર્ય, રામાનુજમ અને નયનાર સંતોએ ઉપનિષદના વેદાંતનું અને હિંદુ ધર્મના ભક્તિવાદનું મહાઉત્થાન કર્યું, જેનું આપણે આજે પાલન કરીએ છીએ. આપણી ભવ્ય અને પુરાતન વેદપ્રથાનું, તેમાં રહેલા મહાવાક્યો અને શ્લોકો દ્વારા, સ્મરણ કરી તેને પ્રણામ કરીએ.
વેદનાં ચાર મહાવાક્યો
अहँ ब्रह्माऽस्मि । – હું પરમ ચેતના છું (બૃહદારણ્યક ઉપનિષદ)
ॐ प्रज्ञानं ब्रह्म । – આ મહાજ્ઞાન જ બ્રહ્મ છે. (ઐતરેય ઉપનિષદ)
तत्त्वमसि । – તે બ્રહ્મ તું છે. (છાંદોગ્ય ઉપનિષદ)
अयम् आत्मा ब्रह्म । – આ આત્મા બ્રહ્મ છે. (માણ્ડક્ય ઉપનિષદ)
કેટલીક વેદઋચાઓ
असतो मा सद्गमय।
तमसो मा ज्योतिर्गमय।
मृत्योर्मामृतं गमय ॥
ઊંડાં અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા, મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા.
ॐ सहनाववतु
सह नौ भुनक्तु
सह वीर्यं करवाव है
तेजस्वि नावधीतमस्तु मा विद्विषाव है
ॐ शान्तिः शान्तिः शान्तिः
ઈશ્વર અમારી એક સાથે રક્ષા કરે, એક સાથે પોષણ કરે. અમે ઘણી ઉર્જા સાથે મળીને કામ કરીએ. અમે પરસ્પર વિવાદ ન કરીએ. ॐ મારામાં, વાતાવરણમાં શાંતિ હોય. મારી આજુબાજુનાં વાતાવરણમાં શાંતિ રહે. હું જે કાર્ય કરૂં છું તેની શક્તિમાં શાંતિ રહે.
હવે પછીના મણકામાં આપણે જૈન પરંપરા વિષે ચર્ચા કરીશું.
શ્રી પ્રવાસી ધોળકિયાનો સંપર્ક pravasidholakia@yahoo.com.વીજાણુ સરનામે થઈ શકે છે.
