ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

ભગવાન થાવરાણી

પ્યારેલાલ સંતોષી પોતાના જમાનાના હરફનમૌલા કલાકાર હતા. નિર્માતા, દિગ્દર્શક, લેખક, સંવાદ લેખક, પટકથાકાર અને ગીતકાર. હાલ સક્રિય ફિલ્મકાર રાજકુમાર સંતોષીના એ પિતા પણ એ ઓળખાણ અન્યાયકારી ગણાય. એમણે ૪૦૦ થી યે વધુ સુંદર અને લોકપ્રિય ગીતો લખ્યા પણ એમાં ગઝલ નહીંવત. ‘ જબ દિલ કો સતાએ ગમ તૂ છેડ સખી સરગમ ‘ અને ‘ કોઈ કિસીકા  દીવાના ના બને ‘ એ બન્ને ગીતો (ફિલ્મ : સરગમ ) એમની પહેચાન તરીકેઉલ્લેખી શકાય. એમણે જે ગણીગાંઠી ગઝલો લખી એમને પણ, એમની ગાયન શૈલી  જોતાં ગઝલો તરીકે ઓળખ મળી નહીં ( એ પણ કબૂલ કે સરેરાશ શ્રોતાને ગીતની મીઠાશ અને કર્ણપ્રિયતા જોડે સંબંધ છે, એ ગીત, ગઝલ, ભજન કે નઝ્મ છે એની સાથે નહીં ! )

કહે છે, એ જમાનાની મશહૂર અભિનેત્રી રેહાનાના એ ગડાબૂડ પ્રેમમાં હતા. એમણે જ્યારે પ્યારેલાલના પ્યારને ઠુકરાવ્યો ત્યારે એ વેદનામાંથી પ્યારેલાલની કલમેથી એક ગીત નીપજ્યું  ‘ તુમ ક્યા જાનો તુમ્હારી યાદ મેં હમ કિતના રોયે ‘ અને એ ગીત એમણે પોતે બનાવેલી અને નિર્દેશિત કરેલી રેહાના દ્વારા જ અભિનીત ફિલ્મ ‘ શીન શિનાકી બુબલા બૂ ‘ માં લીધું અને સી રામચંદ્રના સંગીત અને લતાના કંઠે એમના શબ્દોને અમર કરી દીધા !

ફિલહાલ, એમણે લખેલી પણ ગઝલો ક્યારેય ન કહેવાઈ એવી બે ગઝલો :

વો હમ સે ચુપ હૈં હમ ઉનસે ચુપ હૈ, મનાને વાલે મના રહે હૈં
નિગાહેં ઉઠ-ઉઠ કે ઝુક રહી હૈં, મઝે મુહોબત કે આ રહે હૈ

યે જૂઠી આહેં યે જૂઠે આંસૂ, ઝલક રહે હૈં જો હર પલક મેં
બતા  રહે  હૈં  કે  ટૂટે  દિલ  દો, હઝારોં  સદમે ઉઠા રહે હૈં

ઘડી મેં બિગડે ઘડી મેં ઝઘડે, હૈં બૈઠે ફિર ભી ઐસી અદા સે
દબા કે અપને હોઠોં કો દોનોં, હંસી કો અપની છુપા રહે હૈં..

 

– ફિલ્મ : સરગમ (૧૯૫૦)

– લતા / ચિતલકર

– સી રામચંદ્ર

 

જો  મુઝે  ભુલા  કે  ચલે  ગએ, મુઝે  યાદ  ઉનકી  સતાએ ક્યોં
જો કિસીકા બન કે ન રહ સકે, વો કિસી કો અપના બનાએ ક્યોં

તેરા  પ્યાર  એક  બહાના  થા, એક  દો  ઘડીકા ફસાના થા
મુઝે ઉમ્ર ભર કો રુલાના થા, કોઈ ચાર દિન કો હંસાએ ક્યોં

વો દિન રહે ન વો રાતેં રહીં, ન વો તુમ રહે ન વો બાતેં રહીં
વો બહાર આઈ ચલી ગઈ, દિલ ઉસ પે આંસૂ બહાએ ક્યોં ..

– ફિલ્મ : સંગીતા (૧૯૫૦)

– લતા

– સી રામચંદ્ર


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.