આજથી લગભગ ૧૦૦ વર્ષ પહેલાં વિજ્ઞાન પર લખાયેલ એક પુસ્તકને દર મહિને એક એક પ્રકરણના હિસાબે વેબ ગુર્જરીના વાચકો સમક્ષ રજુ કરવાનો આ એક પ્રયોગ છે.

આજથી ૧૦૦ વર્ષ પહેલાં વિજ્ઞાન જેવા વિષય પર ગુજરાતી ભાષામાં શું લખાયું હતું અને કેવી શૈલીનો પ્રયોગ થયો હતો તે જાણવા ઉપરાંત વિજ્ઞાનની ઘણી મૂળભુત બાબત વિશે પણ માહિતી મેળવવાનો આ પ્રયોગનો ઉદ્દેશ્ય છે. અહીં મૂળ પુસ્તકનાં લખાણને તેનાં મૂળ સ્વરૂપે જ મુકવાનો પ્રયાસ કરેલ છે.

સંપાદન મડળ – વેબ ગુર્જરી


કેવલ કલ્પનાશક્તિથી પ્રાપ્ત કરેલા નિયમો ઘણીવાર ખોટા પડે છે; અને ઘણીવાર બધી મહેનત વ્યય જાય છે. જુદા જુદા તથ્યોને ખોટા વગમાં મુકવાથી, તેમની વાસ્તવિક અગત્ય ભુલાઇ જાય છે અને તેથી પરિણામો પણ દોષિત યાય છે. માટે તથ્યો એકઠાં કર્યા પછી પણ તેમનું પૃથક્કરણુ અને વર્ગીકરણ કરવાનું અને તેમાંથી વ્યવસ્થાના તત્ત્વો શોધવાનું કામ ઘણી જ સ’ભાળ અને ચતુરાઇથી કરવાનું છે. તેમાં નકશા, પત્રકો, કોઠા, રેષાઓ,* વગેરે યુક્તિઓના લાભ લેવાથી કામ સરળ યાય છે. નિયમિત અને  અનિયમિત વર્તન સહેલાઇથી પારખી શકાય છે, અને તેથી બન્નેનો ભેદ સમજીને તેર્માથી વધુ પ્રયોગ અને નિરીક્ષણની નવી દિશા અને નવાં ક્ષેત્ર શોધવાની તક મળે છે. રસાયનવિઘામાં મેન્ડેલીફ નામના રશિયન વૈજ્ઞાનિકે બધાં રાસાયનિક તત્ત્વાને તેમના અણુવજનની  સંખ્યા પ્રમાણે ગોઠવવાથી, અને તે પ્રમાણે એક કોષ્ટક તૈયાર કરવાથી રાસાયનિક અન્વેષણને ઘણી રીતે ઉત્તજન મળ્યું છે. કોષ્ટકમાં ખાલી રહેલી જગ્યાએ નવાં તત્ત્વો હોવાં જોઇએ એ વિચારથી તેની શોધ કરવાની પ્રગત્તિ યઈ અને સામગ્રી પણ મળી. વળી જૂનાં જાણીતાં તત્ત્વોના અણુભારાંકમાં પ્રયોગાત્મક ભેદ અથવા ભૂલ શોધવાનું નવું સાધન પ્રાપ્ત થયું.

તથ્યોની વ્યવસથા કરવાનું કામ ફકત બહારની ગોઠવણમાં પૂરું થતું નથી. દરેક તથ્યને વ્યવસ્થાપૂર્વક ગોઠવવામાં અને ત્તેની પરીક્ષા કરવામાં તે વિષયના ખાસ શિક્ષણની જરૂર પડે છે. રાસાયનિકોના હાથે પદાર્થના વાસ્તવિક સ્વરૂપની તપાસ કરવાને માટે પૃથક્કરણ કરવામાં આવે છે. તે કામથી શિલા અને પથ્થરની બારીક પતરી ધસીને સૂક્ષ્મદર્શક કાચ નીચે જોવાનું કામ જુદા જ પ્રકારનું હોય છે, અને તેથી પ્રાણીવિદ્યાના અભ્યાસીઓનું પ્રાણીઓની અંદરની રચના જોવાનું કામ અથવા તો જંતુશાસ્રીઓની કામ કરવાની યુકિતઓ જુદા જ પ્રકારની હોય છે. તે છતાં વિજ્ઞાનની બધી શાખાઓના અભ્યાસની પ્રણાલિકા છેવટે એકસરખી જ હોય છે. દરેક ધટના સંબંધી સઘળું જ્ઞાન મેળવ્યા પછી, ખરી ખોટી હકીકતો જુદી પાડ્યા પછી અને બધાં તથ્યોને એકઠાં કર્યાં પછી અથવા તો એકઠાં કરવાની ક્રિયામાં જ ઘણા! પ્રકારના સંબંધો સ્પષ્ટ થાય છે, તેમની પૂર્વાનુગામી વસ્તુસ્થિતિ સ્પષ્ટ થાય છે અને સાથેના કાર્યકારણના સંબંધની દિશાનું કાંઇક રેખાદર્શન થાય છે. તે ઉપરથી વ્યાપ્તિઓ પણુ સ્ફુરી આવે છે. આ સ્ફુરણો નૈસર્ગિક શોધકબુદ્ધિવાળાઓને ફક્ત કલ્પના અને વિચારથીજ સ્ફુરે છે[1]; પરંતુ સાધારણ વૈજ્ઞાનિકને તો ઘણી મહેનત અને ચિંતનને જ પરિણામે પ્રાપ્ત થાય છે. પહેલા પ્રકારના સ્ફુરણાનાં દૃષ્ટાંત ન્યૂટન અને ડાર્વિન અને મેયરનાં આપણે જોઈ ગયા. બીજા પ્રકારનાં સ્ફુરણાનાં ખાસ દૃષ્ટાંત તો વૈજ્ઞાનિકોના કાર્યમાં રોજ મળે છે. સૂર્ય ઉપરના ડાઘનો સતત ત્રીસ વર્ષ અભ્યાસ કરનાર શ્વાબે ફ્ક્ત એક જ વ્યાપ્તિ નિયમ શોધી શક્યો હતો કે સૂર્ય ઉપર દેખાતા આ ડાધ નિયમિત રીતે વધતા-ધટતા દેખાય છે. અને આ વધઘટ-કાળ લગભગ દ૨ દર વર્ષે ફરીથી આવે છે. પરંતુ તેથી શ્વાબેનું કામ વ્યય ગયું એમ કહી શકાય નહિ. તેના જેવા અસ’ખ્ય વિજ્ઞાનીઓ ફક્ત તથ્યો ચોકસાઇથી એકઠાં કરીને રાખી મૂકે છે; આ તથ્યોમાંથી કેપ્લર, ન્યૂટન કે ડાર્વિનન જેવા કોઇ એક પ્રતિભાસાલી વિચારકો જ વ્યાપ્તિમય નિયમોની શોધ કરી શકે છે. વર્ણનાત્મક વનસ્પતિશાસ્ર, વર્ણનાત્મક જીવનવિદ્યા, વર્ણનાત્મક રસાયનવિદ્યા વગેરે અનેક વિજ્ઞાનની શાખાઓના વર્ણનાત્મક વિભાગમાં કેવલ તથ્યોનો સંગ્રહ હોય છે, પરંતુ તૈ વર્ણનાત્મક વિભાગમાંથી નવા નિયમો અને સિદ્ધાન્તો ફલિત થાય ત્યારે ખરૂં વિજ્ઞાન ઉદ્ભવે છે. ટાઈકોબ્રાહી જેવા ખગોલવૈત્તા બધાં તથ્યો એકઠાં કરે ત્યાર પછી જ કેપ્લર જેવા વિચારકોને નિયમશોધનનું કાર્ય સૂઝે અને ત્યાર પછી જ ન્યૂટન જેવા મહાવિજ્ઞાનીનું કામ સિદ્ધ થઈ શકે. તથ્ય શોધવાનું અને નિયમ શોધવાનું’ એ બે કામ ઘણા જુદા જ પ્રકારનાં છે. એ વિષે લૌર્ડ કેલ્વીન બહુ ભાર દેતા. તેઓ પહેલા કાર્યને “કુરતનો ઇતિહાસ” અને બીજા કાર્યને “કુદરતતુ’ તત્વજ્ઞાન” એમ કહેતા. આ શબ્દો હવે વપરાતા નથી, પરં’તુ તે ઉપરથી નિમમશોધનના કાર્યની અગત્ય સમજાય છે.


[1] વધુ માટે જુઓ: Tyndall – Scientific use of imagination.


ક્રમશઃ


હવે પછીના અંશમાં “નિયમ સિદ્ધિ”વિશે વાત કરીશું.