ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

ભગવાન થાવરાણી

મુક્તદા હસન નિદા ફાઝલી મૂલત: વિશુદ્ધ ઉર્દૂ સાહિત્ય અને મુશાયરાઓના શાયર હતા. રોજી-રોટીના ચક્કરમાં મજબૂરન ફિલ્મોમાં આવ્યા. જો કે એ દુનિયાના બીબાંમાં પૂરેપૂરા ક્યારેય ઢળી ન શક્યા.

જગજીત – ચિત્રાએ ગાયેલી એમની ગઝલ ‘ દુનિયા જિસે કહતે હૈં જાદૂ કા ખિલૌના હૈ ‘ કયા ગઝલ-પ્રેમીએ નહીં સાંભળી હોય ? અને ‘ આપ તો ઐસે ન થે ‘ ફિલ્મનું ગીત ‘ તૂ ઈસ તરહ સે મેરી ઝિંદગી મેં શામિલ હૈ ‘ પણ ખાસ્સું લોકપ્રિય અને સંવેદન – સભર.

પ્રકૃતિએ ગઝલકાર એટલે ફિલ્મોમાં પણ ઘણી ગઝલ લખી. અહીં આપેલી બીજી ગઝલ ( ફિલ્મ : રઝિયા સુલતાન ) સહિત બે ગીત એ ફિલ્મમાં લખવાનો અવસર એમને કેવળ એ કારણે મળ્યો કે ફિલ્મના મૂળ ગીતકાર જાન્નિસ્સાર અખ્તર ફિલ્મના નિર્માણ દરમિયાન જ અવસાન પામ્યા !

આ બીજી ગઝલના ગાયક કબ્બન મિર્ઝા સિત્તેરના દશક દરમિયાન વિવિધ ભારતીના લોકપ્રિય કાર્યક્રમ ‘ છાયા ગીત ‘ માં ઉદ્ઘોષક તરીકે એમના ઘેઘૂર અવાજ દ્વારા શ્રોતાઓ પર છવાયેલા રહ્યા. એમનો સ્વર ગજબનો ખરજદાર અને અનોખો હતો પણ ‘ રઝિયા સુલતાન ‘ ના બે ગીત સહિત (બીજું એટલે ‘ આઈ ઝંજીર કી ઝનકાર ખુદા ખૈર કરે ‘ ) માત્ર ત્રણ જ ગીતો ફિલ્મોમાં ગાયા અને પછી ગળાના કેંસરને કારણે પોતાનો અવાજ ગુમાવી બેઠા.

નિદા સાહેબની બે ગઝલો જોઈએ :

કભી કિસીકો મુકમ્મલ જહાં નહીં મિલતા
કહીં ઝમીં તો કહીં આસમાં નહીં મિલતા

જિસે ભી દેખિયે વો અપને આપ મેં ગુમ હૈ
ઝુબાં મિલી હૈ મગર હમઝુબાં નહીં મિલતા

બુઝા  સકા  હૈ ભલા  કૌન  વક્ત  કે  શોલે
યે ઐસી આગ હૈ જિસ મેં ધુંઆં નહીં મિલતા

તેરે જહાન મેં ઐસા  નહીં  કે  પ્યાર ન હો
જહાં ઉમ્મીદ હો ઈસકી વહાં નહીં મિલતા..

 

– ફિલ્મ : આહિસ્તા આહિસ્તા ૧૯૮૧
– ભૂપેન્દ્ર / આશા
– ખૈયામ

તેરા  હિજ્ર  મેરા  નસીબ  હૈ, તેરા  ગમ હી મેરી હયાત હૈ
મુજે તેરી દૂરી કા ગમ હો ક્યોં, તૂ કહી ભી હો મેરે સાથ હૈ

મેરે  વાસ્તે  તેરે  નામ  પર, કોઈ  હર્ફ આએ નહીં નહીં
મુજે ખૌફે દુનિયા નહીં મગર, મેરે રૂ-બ-રૂ તેરી જાત હૈ

તેરા ઈશ્ક મુજ પે હૈ મેહરબાં, મેરે દિલ કો હાસિલ હૈં દો જહાં
મેરી જાને જાં ઈસી  બાત પર,  મેરી  જાન જાએ  તો બાત હૈ

તેરા વસ્લ ઐ મેરી દિલરુબા, નહીં મેરી કિસ્મત તો ક્યા હુઆ
મેરી  મહઝબીં  યહી કમ હૈ ક્યા, તેરી હસરતોં કા તો સાથ હૈ ..

 

– ફિલ્મ : રઝિયા સુલતાન ૧૯૮૩
– કબ્બન મિર્ઝા
– ખૈયામ


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.