ફરી કુદરતને ખોળે
જગત કીનખાબવાલા
આજે વિશ્વભરમાં ચારે અનેક પ્રકારની તરફ પ્રાકૃતિક આપદાઓ આવે છે અને હવે તેની સંખ્યા અને તીવ્રતા વધતી જાય છે. કલાઇમેટ ચેન્જ એ બહુ ભયાનક સવરૂપ ધારણ કરી ચૂક્યું છે અને આગળ અનેક પ્રકારના વિનાશકારી અને વાતાવરણના અસહ્ય પ્રશ્નો ઉભા થશે તે નિર્વિવાદ છે.
સાથે સાથે માનવ વસ્તી વધી રહી છે અને કુદરતે રચેલી અદભુત રચનાના વિવિધ જીવ ખુબ ઝડપથી નામશેષ થઇ રહ્યા છે.
દરેક જીવનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે માનવીએ સમૃદ્ધ અને શુદ્ધ હવા, ચોખ્ખું પાણી, ફળદ્રુપ જમીન, કુદરતની રચેલી જીવશ્રુષ્ટિની સાચવણી અને તેની ફૂડ ચેઇન હયાત હોય તો અને તોજ દરેક જીવનું જીવવું શક્ય છે. માનવી કુદરતના માલિક નથી અને તે રીતે ન વર્તે. કુદરતની રચનાને પોતાના સ્વાર્થમાં વિનાશક તરીકે નહિ પરંતુ કુદરતની રચનાના એક અંગ રૂપે બધા જીવ સાથે સહઅસ્તિત્વમાં જીવવું પડશે. સ્વયં સંચાલિત શિસ્તનું પાલન કરવું પડશે. હવા, જળ, પ્લાસ્ટિક, ધ્વનિ અને જમીન પ્રદુષણ બંધ કરવા પડશે.
દરેક વ્યક્તિ અને દરેક જીવ જો પોતાનું જીવન અને વિકાસ સહઅસ્તિત્વની ભાવનાથી કરશે અને કરાવશે તો કુદરત પોતે એટલી સક્ષમ છે કે પાછી ધીરેધીરે પોતાની જાતે સમૃદ્ધ થઇ જશે અને બધાનું અસ્તિત્વ ટકી શકશે બાકી દરેક જીવનો વહેલો મોડો દરવાજે આવીને ઉભેલો દેખાઈ રહ્યો છે.
ફરીથી કુદરતના ખોળે જવું હોય તો જરા પણ અઘરું નથી. તેના માટે કુદરતી દરેક તત્વનો સમજી વિચારીને બગાડ અટકાવવો પડશે (Reduce), મહત્તમ માત્રામાં નકામી થયેલી વસ્તુને ફરી વાપરવા લાયક બનાવી ઉપયોગમાં લેવી પઢશે/ (Recycle & Reuse) કારણકે કુદરતી સ્તોત્ર અમૂલ્ય અને મર્યાદિત છે અને તેને વેડફવા પોસાય તેમ નથી.
પ્રાકૃતિક ખેતી માટે સહુથી પહેલા જમીનને સમૃદ્ધ કરવી પડશે. જમીનની ઉપરના ભાગનો એક ફૂટનો ભાગ સેન્દ્રીય તત્વથી / Orgainc Carbon સમૃદ્ધ જોઈએ જેથી ખેતી સારી થઇ શકે અન્યથા જમીન મૃતઃપાય બની જશે.
સેન્દ્રીય તત્વ સમૃદ્ધ રાખવા માટે કેમિકલ ખાતર અને કેમિકલ પેસ્ટીસાઇડનો બેફામ ઉપયોગ સંપૂણ બંધ કરી ઓર્ગેનિક ખેતી કરવી જોઈએ. ઓર્ગેનિક ખેતી માટે કુદરતે આપેલા બધાજ તત્વોને recycle કરવા પડશે. તેના માટે આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરીને ખાતર તરીકે નિઃશુલ્ક બનાવેલું જીવામૃત વાપરવું ઉત્પાદકતા વધારનાર અને ફાયદા મંદ સમાધાન છે. તેમાં ગાય માતાનું ગોબર, ગૌમૂત્ર, ખેતર અને રસોડાનો ઓર્ગેનિક કચરો વાપરી શકાય છે. તેની મદદથી જમીનનું જરૂરી સેન્દ્રીય તત્વ નહિવત ખર્ચે સમૃદ્ધ થાય છે.
સાથેસાથે તેને વધારે સમૃદ્ધ બનાવવા માટે કુદરતી અળશિયાનું ખાતર પોતાની જાતે બનાવી વાપરી શકાય. આમ જીવામૃત અને અળશિયાની મદદથી બધો કુદરતી કચરો રિસાયકલ થશે અને અને મરવા પડેલી કે મરી ગયેલી જમીન અકલ્પનિય રીતે સર્વોત્તમ ફળ આપશે. લાખ્ખો વર્ષથી જમીનને નહિવત ખર્ચે જીવંત રાખનાર જીવ એટલે અળશિયા, જે જૈવવ્યવસ્થા તંત્રના મુખ્ય સ્તોત્ર તરીકે પોતે જમીનને કાર્યક્ષમ રીતે ખેડીને ભરભરી અને હવાદાર રાખે છે. ગમે તેટલી ક્ષારીય જમીનને પાછી ફળદ્રુપ બનાવી શકે છે. છોડના સંતુલિત વિકાસ માટે સેન્દ્રીય પદાર્થના ચક્રને જાળવી પોશાક તત્વોનું સંતુલન કરવાનું કાર્ય કરે છે.
પ્રાકૃત્તિક ખેતી અને જૈવિક ખેતી માટે નિરુપદ્રવી અળશિયા એ ખેડૂત મિત્ર તરીકે ખેતીની ઉત્પાદકતામાં અને જમીનને જીવંત રાખવામાં પોતાનો બહુ અગત્યનો ભાગ ભજવે છે.
પાણીની શુદ્ધતા ખેતી માટે ખુબજ જરૂરી છે. શ્રેષ્ઠ ગુણવત્તા વાળું વરસાદી પાણીનો વેડફાટ ન થવો જોઈએ અને વધારાનું બધું વરસાદી પાણી જમીનમાં પાછું નાખવું પડશે. જમીનના તળ ખુબજ ઊંડા ઉતારી ગયા છે અને તે પાણી ની ગુણવત્તા વપરાશ માટે યોગ્ય નથી. આ પ્રશ્ન વધારે અને વધારે વિકટ બની રહ્યો છે અને સાથે પાણીમાં દરેક પ્રકારનું નુકશાન કારક પ્રદુષણ વધી ગયું છે. આ એક ખતરાની નિશાની છે પાણી સાચવીને ઘી ની જેમ વાપરવું જોઈએ જે વાત ભગવાન શ્રી મહાવીરસ્વામીએ આજથી ૨૬૦૦ વર્ષ પૂર્વે જણાવી હતી, આપણે માની ન હતી અને તે આજે એ વાત વિકરાળ સ્વરૂપ ધારણ કરીએ સામે આવીને ઉભી રહી છે.
હવાનું પ્રદુષણ અટકાવીને જેટલી શુદ્ધ હવા મળશે તો તેનાથી જમીન અને છોડની તેમજ દરેક જીવની વૃદ્ધિ સારી થશે અને આનો સસ્તો અને સારો ઉપાય છે કે પોતાના વાતાવરણને અનુકૂળ એવા દેશી અને ફળાઉ વૃક્ષો બહુ મોટી સંખ્યામાં વાવો. વૃક્ષ એક સંપૂર્ણ જીવ છે જે દરેકને નિસ્વાર્થ રીતે ભગવાનની જેમ બધું મફતમાં આપે છે અને બધાનો દરેક પ્રકારનો કચરો પોતે ગ્રહણ કરી શુદ્ધતા બક્ષે છે. વૃક્ષ એ ભગવાનને સમકક્ષ
જીવ છે જેના આ પૃથ્વી ઉપર કોઈ પણ જીવનું અસ્તિત્વ શક્ય નથી. વિકાસની દોટમાં માનવી વૃક્ષોનું નિકંદન કરીને બેસી ગયેલો છે અને દરેકનું જીવન દોહ્યલું બની રહ્યું છે.
*સ્નેહ રાખો – શીખતાં રહો – સંભાળ રાખો*
* Love – Learn – Conserve*
લેખક:
જગત કીનખાબવાલા (સ્પેરો મેન)
https://www.facebook.com/jagat.kinkhabwala
ઇમેઇલ: jagat.kinkhabwala @gmail.com
Mob. No. +91 98250 51214
