દર્શના ધોળકિયા
વર્ષાબહેન અડાલજાની લબ્ધપ્રતિષ્ઠિત સર્જક તરીકેની ભાવકોને અત્યાર સુધી થયેલી ઓળખમાં એમની તાજેતરમાં પ્રકાશિત થયેલી ‘પગલું માંડું હું અવકાશમાં’ એ આત્મકથાએ લેખિકાના અંતરંગનો ઘનિષ્ઠ પરિચય સંપડાવ્યો છે. પ્રસ્તુત કૃતિમાં લેખિકાના રસાળ જીવનનો પ્રવાહી શૈલીમાં મળતો રહેતો પરિચય એમની વિકાસયાત્રાનાં એમણે ક્રમશઃ સર કરેલાં સોપાનોનો આલેખ બની રહે છે.

ગુજરાતીના સમર્થ સર્જક ગુણવંતરાય આચાર્યના ઘેઘુર વૃક્ષ શાં વ્યકિતત્વની નિશ્રામાં ભાંડરડાઓની સાથે પાંગરતાં રહેલાં લેખિકાએ જીવતરની વિશાળતાનો અનાયાસ આશ્લેષ પ્રાપ્ત કર્યો છે. શીલ અને સૌંદર્યનો સુભગ સમન્વય ધરાવતાં માતા, ઇલાબહેન અને બિંદુબહેન જેવી પ્રેમાળ બહેનો ને શિશિરભાઈ સમા બંધુના પ્રેમથી કાયમ ભીંજાતા રહેલાં લેખિકાએ જીવતરના ધસમસતા પ્રવાહમાં વહેતાં વહેતાં કેટકેટલી પ્રાપ્તિ કરી ! તેમનો રંગમંચ પ્રત્યોનો પ્રેમ તેમને ઉતમ કૃતિઓમાંથી નીપજેલાં નાટકોની ઉતમ નાયિકા તરીકે તેમને કેળવતો રહ્યો. તો પ્રેમાળ પતિ મહેન્દ્રભાઇની પ્રેરણાથી તેમણે પકડેલી કલમે તેમને માનવજીવનનું જે વિરાટ દર્શન સંપડાવ્યું જેમાંથી નીપજી જેલજીવન, યુધ્ધ, લેપ્રસી, આદિવાસીનાં જંગલો જેવા વિવિધ વિષયોને આલેખતી અનેક નવલકથાઓ !
આ કૃતિઓમાં ક્યાંક નારીની મનોવેદના આલેખાઇ, ક્યાંક ઉત્તમ ચરિત્રો આકાર પામ્યાં તો ક્યાંક મનુષ્યની સૂક્ષ્મ ચેતના ઝિલાઇ. તેમની આ સમગ્ર લેખનયાત્રા આ કૃતિમાં તેમનો ચૈતવિસ્તારની યાત્રા તરીકે આલેખાતી રહી છે. પોતાના જીવનપ્રવાહને લેખિકાએ અહી પાર સચ્ચાઇથી નિરક્યો છે. આથી જ જીવનના વિવિધ તબકકે એમણે અનુભવેલી મૂંઝવણો, અવઢવો ને નિરાશાઓને પણ પુરી નિસબતથી સૌ સમા નિરાવરણ કરતાં એમણે જરાય સંકોચ અનુભવ્યો નથી. પોતાનાં જીવનમાં આવેલા સૌને વર્ષાબહેને પ્રેમથી ભીંજવી અને સ્વ નામને સાર્થક ક્યું છે. કૃતિમાં સહદયને ઝંકૃત કરી દે
એવાં એકાધિક આલેખનોમાં વિશેષ સ્પર્શી જાય એવો પ્રસંગ લેખિકાના પતિ મહેન્દ્રભાઇના માતા સાથે લેખિકાએ સાધેલા સંવાદનો છે. પતિ સાથેના પ્રેમ લગ્નને કારણે ઇચ્છાબાની સતત ઉપેક્ષા પામવા છતાંય લેખિકાએ એમને પોતાના પ્રેમથી વશ કરીને પોતાના સર્જકત્વનો શ્રેષ્ઠ પરિચય આપીને જીવતરનો સાચો હિસાબ જાણે આપી દીધો છે. અનેક માનસન્માન, ઇનામ અકરામોના પડાવોને પાર કરવાની ક્ષણે લેખિકાએ અનુભવેલો આનંદ એમને મળેલી પ્રતિષ્ઠાને અતિક્રમીને એમના સર્જનમાં જ ઠરીઠામ થતો જણાય છે.
કન્યાકુમારીનો સૂર્યોદય, માધુપુરનો દરિયો, શ્રીકૃષ્ણના દેહોત્સર્ગનાં અનુપમ મંદિરમાં કરેલો ઘંટારવ, પાવાગઢના દૂધિયા સરોવરના શીતળ જળમાં સ્નાન કરતાં થયેલી રોમહર્ષક અનુભૂતિ. બેંગકોકમાં પ્રખ્યાત બુદ્ધ મંદિરમાં બુદ્ધની પ્રતિમાનું દર્શન. યાદ વાશેમ – હોલોકોસ્ટ મેમોરિયલ જોતાં ભીની થયેલી આંખ, એ મારે મન માત્ર પ્રવાસપ્રસંગો નથી, કશું વિશેષ છે. માળામાં પાછું ફરતું પંખી ચાંચમાં લઈને આવે છે થોડું આકાશ. પછી એ આકાશ વિસ્તરતું રહે છે.
સમગ્ર કૃતિમાં લેખિકાનો જીવનપ્રેમ એમને જ઼ૉ અર્થમાં એક આસ્તિક વ્યકિત ઠેરવે છે – એમના જીવન પ્રત્યેના વિધાયક અભિગમની । દૃષ્ટિએ, એમોં ખુલ્લી રાખેલી “હથેળીઓમાં જીવને આપેલી ભેટોને સ્વીકારતી વેળાએ અનુભવેલી કૃતજ્ઞાને લઇને અને જીવનને પ્રેમનું વરદાન સમજવાની દૃષ્ટિને લઈને. આ સમગ્ર સંદર્ભમાં લેખિકાએ સાચે જ અવકાશમાં પગલું માંડયાનું ને અનુભવાય છે.
(પગલું માંડું હું અવકાશમાં, લેખિકા: વર્ષા અડાલજા પ્રકા. આર.આર. ના શેઠ, અમદાવાદ પ્ર.આ.૨૦૨૨)
સૌજન્ય: ‘કચ્છમિત્ર’માં દર બુધવારે પ્રકાશિત થતી કોલમ ‘વાચનથાળ’
ડૉ. દર્શના ધોળકિયાનો સંપર્ક darshnadholakia@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
