ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

ભગવાન થાવરાણી

એક વધુ લખનવીની વાત કરીએ. નામ આરઝૂ લખનવી. આ પહેલાંના મણકામાં ચર્ચી ગયા એ ‘ નૂર’ લખનવી સાહેબ કરતાં એમણે વધુ ગીતો આપ્યા. ૪૦ ના દશકના એ લોકપ્રિય ગીતકાર હતા. કુંદનલાલ સહગલ અને પંકજ મલિકે એમના લખેલા અનેક ગીતો ગાયા. કારકિર્દીની શરુઆતમાં એ મુનશી આરઝૂ તરીકે ઓળખાતા. મૂળ નામ સૈયદ અનવર હુસૈન. લખનૌના સાહિત્યિક વર્તુળોમાં એમનું નામ ખૂબ અદબપૂર્વક લેવાતું. વિભાજન પછી બીજા અનેક શાયરોની જેમ કરાચી જઈ વસેલા.

મુનશીનો અર્થ જ લેખક અથવા લિપિક. એમણે અનેક ફિલ્મોના ગીતો ઉપરાંત સંવાદ પણ લખ્યા. પંકજ મલિકે ગાયેલા ચલે પવન કી ચાલ ‘ , ‘ મદ ભરી રુત જવાન હૈ ‘ , ‘ મહક રહી ફુલવારી ‘ અને ‘ ગુઝર ગયા વો ઝમાના ‘ એ એમની કલમનું સર્જન. સહગલનું ‘ કરું ક્યા આસ નિરાસ ભઈ ‘ પણ એમની રચના.

ગઝલો એમણે બહુ ઓછી લખી . આ બે એમાંની :

આજ અપની મહેનતોં કા મુજકો સમરા મિલ ગયા
જિસમેં ખુદ ખોયા હુઆ થા મૈં વો સહરા મિલ ગયા

રહ ગયા મિલને મેં ક્યા જબ ચૈન દિલ કા મિલ ગયા
ફૂલ  યે  આધા ગયા  તો  બાગ  સારા  મિલ  ગયા

સુર્ખ  પત્તે  ઝાડ  કર  સર – સબ્ઝ હોતે હૈં શજર
જિતના કુછ લુટતા રહા ઉસસે ઝિયાદા મિલ ગયા

‘ આરઝૂ ‘ તસ્કીને દિલ કી આરઝૂએં બેશુમાર
યે ન સોચો ક્યા ન પાયા, યે કહો ક્યા મિલ ગયા ..

( સમરા = ફલક, દુનિયા )

 

– ફિલ્મ : ડોક્ટર ૧૯૪૧
– પંકજ મલિક
– પંકજ મલિક

 

યે કૌન આજ આયા સવેરે સવેરે
કે દિલ ચૌંક ઉઠ્ઠા સવેરે સવેરે

કહા રૂપ ને ચાંદ હૈ ચૌદવીં કા
મગર ચાંદ કૈસા સવેરે સવેરે

ગયા મન કા ધીરજ બઢી બેકલી ભી
યે  મુજકો  હુઆ  ક્યા  સવેરે સવેરે

( આતે હી એક તરહદાર ને દિલ છીન લિયા
દિલરુબા બન કે દિલદાર ને દિલ છીન લિયા
બાંકી ચિતવન કે પીછે ખાર ને દિલ છીન લિયા
દે કે ધોકા કિસી ઐયાર ને દિલ છીન લિયા )

 

આંખોં મેં જાદૂ બાતોં મેં શોલા
દિયા કૈસા ચરખા સવેરે સવેરે ..

 

– ફિલ્મ : નર્તકી ૧૯૪૦

– પંકજ મલિક

– પંકજ મલિક

( આ ગઝલના પહેલા ત્રણ શેર તો ગઝલના માળખામાં ચુસ્ત બેસે છે. પછી અચાનક ધુન અને લહેજો બદલે છે અને એક સાવ સામાન્ય મુક્તક ગવાય છે. આખરી શેર ગૂંચવાયેલો છે. પહેલો મિસરો મુખ્ય ગઝલના લયમાં નથી અને બીજાનો અર્થ સ્પષ્ટ થતો નથી, પણ આવું બધું તો ફિલ્મોમાં ચલાવી લેવું પડે ! )


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.