ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

ભગવાન થાવરાણી

શાયર જાંનિસ્સાર અખ્તરના વ્યક્તિત્વને યોગ્ય સન્માન આપવા એમ કહેવું વધુ યોગ્ય છે કે જાવેદ અખ્તર અને શબાના આઝમી એમના પુત્ર અને પુત્રવધુ છે, કવિ મુઝ્તર ખૈરાબાદી એમના પિતા, ફરહાન અખ્તર એમના પૌત્ર અને કવિ મજાઝ લખનવી એમના સાળા !

મને બહુ જ પ્રિય એવા એમના બે શેર ટાંકવાની લાલચ રોકી શકતો નથી :

સસ્તે દામોં લે તો આતે લેકિન દિલ થા ભર આયા
જાને કિસકા નામ ખુદા થા પીતલ કે ગુલદાનોં પર..

અને

કુછ સમજ કર હી ખુદા તુજ કો કહા હૈ વરના
કૌન  સી  બાત  કહી  ઈતને  યકીં  સે  હમને..

જાંનિસ્સાર અખ્તર સાહેબ પ્રગતિશીલ લેખક સંઘની ચળવળના પ્રણેતાઓમાંના એક હતા. ચાર દાયકાની ફિલ્મી કારકિર્દીમાં એમણે યાસ્મીન, સી આઈ ડી, નયા અંદાઝ, રુસ્તમ સોહરાબ, પ્રેમ પરબત, શંકર હુસૈન, નૂરી અને રઝિયા સુલતાન જેવી ફિલ્મોમાં દોઢ સોની આસપાસ ગીતો રચ્યા. એમના જાણીતા લોકપ્રિય ગીતોની વાત કરીએ તો મેરી નીંદોં મેં તુમ મેરે ખ્વાબોં મેં તુમ ‘ ( નયા અંદાઝ ), ‘ ગમ કી અંધેરી રાત મેં દિલ કો ન બેકરાર કર ‘ ( સુશીલા ), ‘ યે દિલ ઔર ઉનકી નિગાહોં કે સાયે ‘ ( પ્રેમ પરબત ) અને એમનું લખેલું છેલ્લું ગીત ‘ ઐ દિલે નાદાં આરઝૂ ક્યા હૈ ‘ ( રઝિયા સુલતાન ) ને ગણાવાય.

ફિલ્મોમાં ગઝલો પણ એમણે ખાસ્સી લખી. એમાંની બે :

દિલ ઉનકો ઢૂંઢતા હૈ હમ દિલ કો ઢૂંઢતે હૈં
ભટકે  હુએ  મુસાફિર  મંઝિલ કો ઢૂંઢતે હૈં

હમ હૈં  તેરી લગન  હૈ, ઐ શમા તૂ કહાં હૈ
પરવાના બનકે તેરી મહેફિલ કો ઢૂંઢતે હૈં

દુનિયા સે હૈ નિરાલા, દસ્તૂર આશિકોં કા
જીને કી આરઝૂ મેં કાતિલ કો ઢૂંઢતે હૈં

સીને  મેં  હસરતોં  કા  જાગા  હુઆ  હૈ તૂફાં
હમ મૌજ બનકે અપને સાહિલ કો ઢૂંઢતે હૈં..

– ફિલ્મ : યાસ્મીન ( ૧૯૫૫ )

– લતા

– સી રામચંદ્ર

દર્દે દિલ   દર્દે વફા    દર્દે તમન્ના   ક્યા  હૈ
આપ ક્યા જાનેં મુહબ્બત કા તકાઝા ક્યા હૈ

બેમુરવ્વત બેવફા બેગાના એ દિલ આપ હૈં
આપ માનેં યા ન માનેં મેરે કાતિલ આપ હૈં

આપ સે શિકવા હૈ મુજકો ગૈર સે શિકવા નહીં
જાનતી હું દિલ મેં રખ લેને કે કાબિલ આપ હૈં

સાંસ  લેતી  હું  તો  યૂં  મહેસૂસ  હોતા  હૈ  મુજે
જૈસે મેરે દિલ કી હર ધડકન મેં શામિલ આપ હૈં

ગમ  નહીં  જો  લાખ  તૂફાનોં  સે  ટકરાના  પડે
મૈં વો કશ્તી હું કે જિસ કશ્તી કે સાહિલ આપ હૈં ..

( શરુઆતની બે પંક્તિઓ ગીતની સાખી છે જેને મુખ્ય ગઝલ સાથે રચનાકીય દ્રષ્ટિએ લેવાદેવા નથી. )

– ફિલ્મ : સુશીલા ૧૯૬૬

– મુબારક બેગમ

– સી અર્જુન


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.