ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
આજે કૈફી આઝમી. આપણે ઉલ્લેખી ગયા એવા અન્ય કેટલાક કવિઓની જેમ એ પણ ફિલ્મોમાં આવ્યા એ પહેલાં ખાસ્સી ખ્યાતિ પ્રાપ્ત કરી ચૂક્યા હતા. આપણામાંના ઘણા એમને શબાના આઝમીના પિતા કે જાવેદ અખ્તરના સસરા તરીકે ઓળખતા હશે પણ એમને એ રીતે ઓળખવા એ તો સરાસર અન્યાય ! એમના પત્ની શૌકત આઝમી પણ વિદુષી મહિલા અને તખ્તાના ઉચ્ચ દરજ્જાના કલાકાર.
બીજા લોકપ્રિય ગીતકારો જેટલી નહીં તો પણ ઘણી ફિલ્મો કરી પણ ગીતો બહુ ઓછા. જે લખ્યું તે બેશકીમતી ! એમનું લખેલું ‘ હકીકત ‘ ફિલ્મનું રફીએ ગાયેલું ‘ મૈં યે સોચકર ઉસકે દર સે ઊઠા થા‘ આજે પણ સાંભળીએ તો રોમ ઝંકૃત થઈ ઊઠે ! અને લોકપ્રિય ગીતોમાં ‘ જીત હી લેંગે બાઝી હમતુમ ખેલ અધૂરા છૂટે ના ‘ કા જવાબ નહીં ! સંગીતકાર મદનમોહનની મૌસિકીમાં એમણે કેટલીક ચિરસ્મરણીય બંદિશો આપી. ( હકીકત, નૌનિહાલ, મહારાજા, પરવાના, હંસતે ઝખ્મ, હિંદુસ્તાનકી કસમ, હીર રાંઝા, આપકી પરછાઇયાં )
એક અભિનેતા તરીકે ફિલ્મ ‘ નસીમ ‘ માં એમણે યાદગાર ભૂમિકા ભજવેલી. ‘ હીર રાંઝા ‘ ( ૧૯૭૦ ) ના બધા સંવાદો એમણે પદ્યમાં લખેલા જે કદાચ આવા સંવાદો ધરાવતી પહેલી અને છેલ્લી હિંદી ફિલ્મ !
ગઝલો પણ અનેક લખી. એમની ફિલ્મ ‘ શમા ‘ ( ૧૯૬૧ ) – સંગીત ગુલામ મોહમ્મદ – માં કુલ ૧૧ ગીતો હતા જેમાંની નવ ગઝલ હતી. એક – એકથી ચડિયાતી ! ત્રણ – ત્રણ ગઝલ રફી, સુરૈયા અને સુમન કલ્યાણપૂરે વહેંચી લીધેલી. આજે એમાંની બે ઓછી જાણીતી જોઈએ / સાંભળીએ :
યાસ* કે દર પે ઝુકા જાતા હૈ સર આજ કી રાત
નીંદ ક્યા મૌત ન આએગી ઈધર આજ કી રાત
ઈશ્ક કી ગોદ મેં હૈ હુસ્ન કા સર આજ કી રાત
ચાંદ સે કહ દો કે દેખે ન ઈધર આજ કી રાત
બામો-દર** જૈસે સિમટતે સે નઝર આતે હૈ
કબ્ર સે તંગ હુઆ જાતા હૈ ઘર આજ કી રાત
તુમ જબ આએ હો તો આયા હૈ બહારોં કા પયામ
રશ્કે – ઝન્નત*** નઝર આને લગા ઘર આજ કી રાત
કિતની વીરાન હૈ સુનસાન હૈ દુનિયા મેરી
દિલ કી ધડકન સે ભી લગને લગા ડર આજ કી રાત
દિલે – બેતાબ મચલતા હૈ મચલ જાને દે
આજ કી રાત હમારી હૈ – ન ડર આજ કી રાત
દિલે – નાકામ યે આલમ તેરી માયુસી કા
ફેર લી જૈસે ખુદા ને ભી નઝર આજ કી રાત..
( *નિરાશા, ઉદાસી, ભય
**ઘર, ઘરનો ખૂણેખૂણો
***સ્વર્ગ માટે પણ ગૌરવસમ )
– ફિલ્મ : શમા – ૧૯૬૧
– રફી – સુમન કલ્યાણપૂર
– ગુલામ મોહમ્મદ
( સમગ્ર ગઝલના સાત શેરમાં વારાફરતી આશા – નિરાશાની વાત સ્ત્રી – પુરુષ અવાજમાં છે. )
વો સાદગી કહેં ઈસે દીવાનગી કહેં
ઉનકા બઢા જો હાથ યહાં દિલ લુટા દિયા
પહલે- પહલ કે દર્દ કી લઝ્ઝત ન પૂછીયે
ઉઠ્ઠી જો દિલ મેં હૂક તો મૈં મુસ્કુરા દિયા
યે કૌન સોચતા હૈ કે સજદા કુબૂલ હો
યે કૌન દેખતા હૈ કહાં સર ઝુકા દિયા
આંચલ કી ઓટ હો કે ન હો અબ નસીબ મેં
મૈને ચરાગ આજ હવા મેં જલા દિયા ..
( ગઝલમાં પરંપરાગત જે મત્લો હોવો જોઈએ તે નથી. )
– ફિલ્મ : શમા – ૧૯૬૧
– રફી
– ગુલામ મોહમ્મદ
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

Very nice information
LikeLike
Thank you !
LikeLike