ટાઈટલ સોન્ગ
(આ શ્રેણીમાં હિન્દી ફિલ્મોમાં આવતાં ટાઈટલ્સ દરમિયાન વાગતાં ગીતો વિશે વાત કરવાનો ઉપક્રમ છે.)
બીરેન કોઠારી
કવિ પ્રદીપ અને સંગીતકાર ઓ.પી.નય્યરની યુતિ કેવળ એક જ ફિલ્મ ‘સંબંધ’માં સર્જાઈ અને ‘ચલ અકેલા’ જેવું યાદગાર ગીત સર્જાયું. કવિ પ્રદીપની આવી જ- એક ફિલ્મની યુતિ સંગીતકાર લક્ષ્મીકાન્ત- પ્યારેલાલ સાથે સર્જાઈ હતી. એ ફિલ્મ હતી ૧૯૬૩માં રજૂઆત પામેલી ‘હરિશ્ચન્દ્ર તારામતી’. આ વર્ષે આ જોડીની સૌ પ્રથમ ફિલ્મ ‘પારસમણિ’ની રજૂઆત થઈ હતી, જેનાં ગીતો અત્યંત લોકપ્રિય નીવડ્યાં હતાં. એ ફિલ્મનાં ગીતો ઈન્દીવર, અસદ ભોપાલી અને ફારુખ કૈસર દ્વારા લખાયાં હતાં. આ જ વર્ષે આવેલી, આદર્શલોક નિર્મિત, આદર્શ દિગ્દર્શીત ફિલ્મ ‘હરિશ્ચન્દ્ર તારામતી’નાં તમામ ગીતો પ્રદીપે લખ્યાં હતાં.

આ ફિલ્મમાં પૃથ્વીરાજ કપૂર, જયમાલા, બી.એમ.વ્યાસ, તિવારી જેવા કલાકારોની મુખ્ય ભૂમિકા હતી. ફિલ્મનાં કુલ સાત ગીતો હતાં, જેમાંનાં ચાર ગીતો મહિલાગાયકો દ્વારા ગવાયેલાં હતાં. એ ચાર ગીતો આ મુજબ હતાં.
‘મેઘવા ગગન બીચ ઝાંકે‘ (લતા મંગેશકર અને સાથીઓ), ‘મૈં એક નન્હા સા, મૈં એક છોટા સા બચ્ચા હૂં‘ (લતા), ‘મૈં તેરી અભાગન માં હૂં’ (લતા) અને ‘યહ જવાની ફિર ન આની‘ (આશા ભોંસલે અને ઉષા મંગેશકર).
ફિલ્મનાં ત્રણ ગીતો પુરુષગાયકો દ્વારા ગવાયેલાં હતાં. એ ત્રણ ગીતો હતાં ‘ધર્મ કી ખાતિર બીક ગયા રાજા, બીક ગઈ દેખો રાની‘ (મ.રફી), ‘ટૂટ ગઈ હૈ માલા મોતી બિખર ગયે‘ (પ્રદીપ) અને ‘જગતભર કી રોશની કે લિયે’ (હેમંતકુમાર). આમાંના બે ગીતો ‘ટૂટ ગઈ હૈ માલા’ અને ‘જગતભર કી રોશની કે લિયે’ સદાબહાર બની રહ્યાં છે. આ બે ગીતો પૈકી હેમંતકુમારના સ્વરે ગવાયેલું ‘જગતભર કી રોશની કે લિયે’ અત્યંત મધુર અને કર્ણપ્રિય ગીત છે, જેમાં હેમંતકુમારના સ્વરનો જાદુ પૂરેપૂરો ખીલેલો જણાય છે. ફિલ્મના ટાઈટલ સોન્ગ તરીકે આ ગીતની પસંદગી કરવામાં આવી છે.

ગીતના શબ્દો સાંભળતાં જ ખ્યાલ આવી જાય કે એ કવિ પ્રદીપના લખેલા હશે. ફિલ્મના ટાઈટલ દરમિયાન ગીતનો આટલો અંશ સંભળાય છે:
जगत भर की रोशनी के लिये
करोड़ों की ज़िन्दगी के लिये
सूरज रे जलते रहना
सूरज रे जलते रहना
जगत कल्याण की ख़ातिर तू जन्मा है
तू जग के वास्ते हर दुख उठा रे
भले ही अंग तेरा भस्म हो जाये
तू जल-जल के यहाँ किरणें लूटा रे
लिखा है ये ही तेरे भाग में
कि तेरा जीवन रहे आग में
सूरज रे जलते रहना
सूरज रे जलते रहना
जगत भर की रोशनी के लिये
करोड़ों की ज़िन्दगी के लिये
सूरज रे जलते रहना
सूरज रे जलते रहना
ટાઈટલ્સ સાથે ગવાતો આ ગીતનો અંશ અહીં પૂરો થાય છે. એ પછી ફિલ્મની મધ્યમાં આ ગીત તેના તમામ અંતરા સાથે ફરી એક વાર સંભળાય છે, જેના શબ્દો આ મુજબ છે.
जगत भर की रोशनी के लिये
करोड़ों की ज़िन्दगी के लिये
सूरज रे जलते रहना
सूरज रे जलते रहना
जगत भर की रोशनी के लिये
करोड़ों की ज़िन्दगी के लिये
सूरज रे जलते रहना
सूरज रे जलते रहना
जगत कल्याण की ख़ातिर तू जन्मा है
तू जग के वास्ते हर दुख उठा रे
भले ही अंग तेरा भस्म हो जाये
तू जल-जल के यहाँ किरणें लूटा रे
लिखा है ये ही तेरे भाग में
कि तेरा जीवन रहे आग में
सूरज रे जलते रहना
सूरज रे जलते रहना
ये संकट तू ख़ुशी के साथ सह लेना
सदा हँसते हुए तपना अगन में
किसी आदर्श की रक्षा के हित प्रभु ने
तुझे भेजा है ज्वाला के भवन में
तू जल रे परवाह न कर प्राण की
ये भी इक लीला है भगवान की
सूरज रे जलते रहना
सूरज रे जलते रहना
करोड़ों लोग पृथ्वी के भटकते हैं
करोड़ों आँगनों में है अँधेरा
अरे जब तक न हो घर-घर में उजियाला
समझ ले है अधूरा काम तेरा
जगत उद्धार में अभी देर है
अभी तो दुनिया में अन्धेर है
सूरज रे जलते रहना
सूरज रे जलते रहना
जगत भर की रोशनी के लिये
करोड़ों की ज़िन्दगी के लिये
सूरज रे जलते रहना
सूरज रे जलते रहना
ત્રણે અંતરા સહિતનું આખું ગીત ફિલ્મની મધ્યમાં આવ્યા પછી ફિલ્મના અંતમાં ફરી એક વાર આટલું મુખડું સાંભળી શકાય છે.
जगत भर की रोशनी के लिये
करोड़ों की ज़िन्दगी के लिये
सूरज रे जलते रहना
सूरज रे जलते रहना
जगत भर की रोशनी के लिये
करोड़ों की ज़िन्दगी के लिये
सूरज रे जलते रहना
सूरज रे जलते रहना
આ ગીત સાંભળતી વખતે હેમંતકુમારના સ્વર સિવાયનું બધું જ ગૌણ લાગે છે. પ્રદીપજીના શબ્દોને તેમણે અત્યંત ભાવપૂર્વક ગાયા છે. આ શબ્દોને સચોટ રીતે પહોંચાડી શકાય એ માટે આ ગીત પૂરતું સંગીત પણ ખપ પૂરતું જ છે. અહીં કદાચ સત્યરૂપી સૂરજની વાત કરવામાં આવી છે.
પોતે લખેલાં ઘણાંખરાં ગીતોની ધૂન પ્રદીપજી પોતે જ તૈયાર કરતા હતા. આ ધૂન પણ એમની પોતાની હોય એવી શક્યતા- ખાસ કરીને તેની સરળતા જોતાં નકારી શકાય નહીં.
હેમંતકુમારના જીવંત કાર્યક્રમોમાં આ ગીત લગભગ અનિવાર્ય બની રહ્યું હતું. હાર્મોનિયમની સંગતે હેમંતકુમાર દ્વારા ગવાતું આ ગીત સાંભળવાનો લ્હાવો છે.
એટલી નોંધ જરૂરી કે આ જ નામની અન્ય એક ફિલ્મ ૧૯૭૦માં પણ રજૂઆત પામી હતી, જેમાં ગીતો વીરેન્દ્ર મિશ્રાનાં અને સંગીત હૃદયનાથ મંગેશકરનું હતું.
ટાઈટલ દરમિયાન તેમજ એ પછી ફિલ્મમાં આવતું ગીત આ લીન્ક પર સાંભળી શકાશે. ફિલ્મના અંત ભાગમાં મુખડાનું જ પુનરાવર્તન થાય છે.
https://www.youtube.com/watch?v=YT8u_16wIv8
(તસવીરો નેટના અને વિડીયો ક્લીપો યુ ટ્યૂબના સૌજન્યથી)
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)
