ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

ભગવાન થાવરાણી

જેમ નૌશાદ અને શકીલ બદાયુની તેમજ શંકર – જયકિશન અને શૈલેન્દ્ર – હસરતના નામ સહિયારા જબાન પર આવે એવું જ મદન મોહન અને રાજા મેંહદી અલી ખાન સાહેબનું. રાજા સાહેબના લગભગ બધા જ ગીતોમાં માનવીય ભાવનાઓ યુક્ત કાવ્ય – તત્ત્વ ઠાંસી – ઠાંસીને ભરેલું હોય ! ગીત હોય કે ગઝલ કે નઝ્મ, એમની મોટા ભાગની રચનાઓમાં રૂદનની વાત આવે જ !

એમની આરંભિક ઓળખ ઊભી થઈ એમના ‘ મેરા સુંદર સપના બીત ગયા ‘ ( ગીતા દત્ત – દો ભાઈ – ૧૯૪૮ ) અને ‘ વતન કી રાહ મેં વતન કે નૌજવાં શહીદ હોં ‘ ( રફી / ખાન મસ્તાના – શહીદ ૧૯૪૮ ) જેવા ગીતોથી. અલ્લામા ઈકબાલની રાષ્ટ્ર – ગીત તુલ્ય રચના ( આમ તો ગઝલ પણ ! ) ‘ સારે જહાં સે અચ્છા હિંદોસ્તાં હમારા ‘ ના શબ્દોમાં મુખડા ( મત્લો ) ને અકબંધ રાખી બાકીના શેરોમાં રદ્દોબદલ કરી એમણે ફિલ્મ ‘ ભાઈબહેન ‘ ( ૧૯૫૯ ) માટે એક સુંદર ગઝલ રચેલી.

મદન મોહન સાથે મળી એમણે અમર ફિલ્મી ગીતોની એક આખી સૃષ્ટિ ખડી કરી ( અદા, મદહોશ, અનપઢ, આપ કી પરછાઇયાં, મેરા સાયા, વોહ કૌન થી, જબ યાદ કિસીકી આતી હૈ, નીલા આકાશ, દુલહન એક રાત કી )

એમના કેટલાક ગીતો ગઝલ તરીકે ગણાવાય છે જે વાસ્તવમાં ગઝલો નથી ( આપ કી નઝરોં ને સમજા પ્યાર કે કાબિલ મુજે અનપઢ અને આપ કે પહેલૂ મેં આ કે રો દિયે મેરા સાયા ) તો બીજી તરફ કેટલીક એવી બંદિશો છે જે છે ગઝલ પણ એ રીતે પરખાઈ નથી ! આવી બે ગઝલો પર નજર ફેરવીએ :

આપ યૂં હી અગર હમસે મિલતે રહે, દેખિયે એક દિન પ્યાર હો જાએગા
ઐસી બાતેં ન કર ઓ હંસી જાદુગર, મેરા દિલ તેરી બાતોં મેં ખો જાએગા

પીછે – પીછે  મેરે  આપ  આતી હૈં ક્યોં, મેરી રાહોં મેં આંખેં બિછાતી હૈં ક્યોં
ક્યા કહું આપ સે યે ભી એક રાઝ હૈ, એક દિન ઈસકા ઈઝહાર હો જાએગા

કૈસી  જાદુગરી કી  અરે જાદુગર, તેરે ચેહરે સે હટતી  નહીં યે નઝર
ઐસી નઝરોં સે દેખા અગર આપને, શર્મ સે રંગ ગુલનાર હો જાએગા

મૈં મુહોબત કી રાહોં સે અનજાન હું, ક્યા કરું ક્યા કરું મૈં પરેશાન હું
આપકી યે પરેશાનિયાં  દેખ કર, મેરા દિલ ભી  પરેશાન હો જાએગા ..

( ‘ પ્યાસા ‘ ફિલ્મની ગઝલ ‘ હમ આપ કી આંખોં મેં ઈસ દિલ કો બસા દેં તો ‘ ની જેમ આ પણ સવાલ – જવાબના રૂપમાં એક ચુલબુલું યુગલ – ગીત છે જેનું કલેવર ગઝલનું છે . )

 

– ફિલ્મ : એક મુસાફિર એક હસીના – ૧૯૬૨

– રફી – આશા

– ઓ . પી . નૈયર

૨.

જબ છાએ કભી સાવન કી ઘટા, રો – રો કે ન કરના યાદ મુઝે
ઐ  જાને- તમન્ના  ગમ  તેરા,  કર  દે  ન  કહીં  બરબાદ  મુઝે

જો  મસ્ત  બહારેં  આઈં  થીં , વો  રૂઠ  ગઈં  ઈસ  ગુલશન સે
જિસ ગુલશન મેં દો દિન કે લિયે, કિસ્મત ને કિયા આબાદ મુઝે

વો રાહી હું પલ ભર કે લિયે, જો ઝુલ્ફ કે સાયે મેં ઠહરા
અબ  લે  કે ચલી હૈ દૂર કહીં, ઐ ઈશ્ક તેરી બેદાદ* મુઝે

ઐ યાદે – સનમ અબ લૌટ ભી જા, ક્યોં આ ગઈ તૂ સમજાને કો
મુજકો  મેરા  ગમ  કાફી  હૈ,  તૂ  ઔર  ન  કર  નાશાદ  મુઝે ..

( * અન્યાય, જુલમ )

 

– ફિલ્મ : રેશમી રૂમાલ ( ૧૯૬૧ )

– તલત મહેમૂદ

– સંગીત : બાબુલ


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.