જ્ઞાન સાથે રસ પણ પડે એવા વિરોધાભાસો
સંકલન અને રજૂઆત: અશોક વૈષ્ણવ
સ્વ- સંદર્ભ (self-reference), અસીમ પીછેહઠ (infinite regress), અન્યોન્યાશ્રયી (ગોળગોળ) પરિભાષાઓ (circular definitions) અને સારાંશનનાં (abstraction) અલગ અલગ સ્તરો વચેની ગૂંચ કે સંદિગ્ધતા એ બધાં વિરોધાભાસોનાં સર્વસામાન્ય વિષયવસ્તુઓ છે.
સારાંશન (Abstraction) (લેટિન abs, થી દૂર જવું અને trahere , દોરવું, ખેંચવું) માં કોઈ એક વસ્તુમાંથી તેનાં અમુક લાક્ષણિકતાઓથી દૂર જઈ , કે લઈ લેવાથી તેની મહત્ત્વની લાક્ષણિકતાઓ જ સામે રહે તેમ કરવાનો આશય હોય છે.
વ્યવહારમાં આ વિચારબીજનો એક સરળ દાખલો લઈએ – આપણે (એક વસ્તુ) કોઈ અજાણી વ્યક્તિને અમુક જગ્યાએ મળવાનું નક્કી કરેલ છે. સામેની વ્યક્તિ આપણને ઓળખી જઈ શકે એ માટે તેને આપણે આપણા સંબંધી મહત્ત્વની માહિતી આપવાની છે. સામાન્યપણે, આપણે તેને આપણા કપડાંનો રંગ, અમુક ચોક્કસ જગ્યાની બાજુમાં ઊભા રહેવું વગેરે નિશાનીઓ આપીએ છીએ. સ્વાભાવિક છે કે આવે વખતે આપણો પરિચય આપતું આખું જીવન વૃતાંત તેને નથી કહી જણાવતાં.[1]
અથવા તો, કોઈ પણ પુસ્તક કે ફિલ્મ કે કલાકૃતિનું વિગતવાર વિવેચન કરવાને બદલે માત્ર તેનો સારાંશ આપવો.
કોઈ એક ચોક્કસ વસ્તુમાંથી સારાંશ સ્વરૂપ લાક્ષણિકતાઓને અલગ કરતાં જવાથી અમુક સ્પષ્ટતાઓ ઘટતી જતી હોય છે, તેને કારણે વે વસ્તુની ઓળ્કહ કે અર્થ બાબત એટલે અંશે સંદિગ્ધતા વધતી જતી હોય છે. આ સંદિગ્ધતા કે અસ્પષ્ટતા એ સારાંશનની વિશેષતા બની રહે છે. જેમ કે સમાચાર પત્ર જેવી એક સામાન્ય વસ્તુને છ સ્તરથી ઊંડા જઈને વિગતવાર વર્ણવી શકાય. ( સંદિગધતાથી ચોક્કસતા તરફ ક્રમિક વૃદ્ધિનું એક બહુ સરસ ઉદાહરણ Douglas Hofstadter તેમનાં પુસ્તક Gödel, Escher, Bach (1979)માં ટુંકી વાર્તાઓ, ઉદાહરણો અને વિશ્લેષણો વડે સમજાવે છે કે દેખીતાં અર્થવિહિન ઘટકોથી પણ કેમ તંત્રવ્યવસ્થાને અર્થસંભર બનાવી શકાય.) :
(૧) પ્રકાશન
(૨) અખબાર
(૩) ઈન્ડિઅન એક્ષપ્રેસ
(૪) ૧૮ જુલાઈ ૨૦૨૩નું ઈન્ડિઅન એક્ષપ્રેસ
(૫) મેં ખરીદેલ ઈન્ડિઅન એક્ષપ્રેસ ૧૮ જુલાઈ ૨૦૨૩ની નકલ
(૬) મેં ખરીદેલ ઈન્ડિઅન એક્ષપ્રેસ ૧૮ જુલાઈ ૨૦૨૩ની નકલ, જે હવે પસ્તીના ઢગલામાં પડેલ છે. [2]
હજુ બીજું એક ઉદાહરણ – સવારમાં કોફીનો કપ તૈયાર કરવો. આ માટે કેટલું પાણી, કોફી પાવડર, ખાંડ કે દૂધ લેવાં અને કેટલું ગરમ કરવું એટલું જ જાણવું પુરતું બની રહી શકે. એ સમયે કૉફી પાવડર કોફીના કયા દાણામાથી બનાવેલો છે, તેને કેટલાં ઉષ્ણાતામાને જ ગરમ કરવાથી તેની સુગંધ અને સ્વાદ મહત્તમ કક્ષાએ જળવાશે, કે ખાંડની મીઠાશને માપીને નક્કી કરવું કે કેટલી ખાંડ પુરતી થઈ રહેશે, કોફી ગરમ કરતી વખતે તેમાં કેટલા સમયમાં જરૂરી માત્રાની ઉષ્ણતા ઉમેરેવી વગેરે કે કોફી પીવા માટે કયો મગ જ શા માટે વાપરવો જેવી વિગતોમાં આપણે, સામાન્યપણે, ઊંડાં નથી ઉતરતાં હોતાં. [3]
[કોફી બનાવવાની OOP – Object Oriented Programming સંબંધિત વિગતવાર પ્રક્રિયા અહીં વાંચી શકાય છે.]
તો, વિરોધાભાસ જ અહીંયાં છે :
સારાંશકરણ જેટલું વધારે મહત્ત્વનું બનતું જાય તેટલું જ વધારે તે નુકસાન પણ પહોંચાડી શકે.
જે સારાંશકરણ વધારેને વધારે વપરાશમાં આવે તે વધારે મૂલ્યવાન બનતું જાય, કેમકે તે વધારેને વધારે સમય અને મહેનત બચાવી શકે છે.
તેની આ ઉપયોગીતા તે કેટલી હદે વ્યાપક સ્વરૂપ છે તેના પર રહે છે. (જેમ કે માઈક્રોસોફટ ઈંક. દ્વારા વિકસિત અને વેંચાતાં, સ્વમાલીકીનાં, ગ્રાફિકલ ઓપરેટીંગ સિસ્ટમ પરિવારનાં સોફટવેર સમૂહ માટે ‘એમએસ વિન્ડોઝ’ હવે એક બહુમૂલ્યવાન ટ્રેડમાર્ક બની ગયેલ છે.) સારાંશકરણ જેટલું વધારે ઓછું વિશિષ્ટ, કે વધારે સર્વસામાન્ય હોય તેટલું તે વધારેને વધારે વ્યાપક અર્થમાં વાપરી શકાય, અને એટલું તેનું મૂલ્ય વધારે.
પણ ઘણી વાર એવું પણ બને છે કે આ સાંરાંશકરણ કરતી વખતે વિગતોમાં કરાયેલ ઘટાડા ઘણી વાર ભૂલોમાં પણ વધારો કરતા રહે છે. (જેમ કે પુરતી સલામતીને લગતી વિગતોને ધ્યાનમાં લીધા સિવાય, મોબાઈલ ફોન વડે (કે ઇન્ટરનેટ દ્વારા) કરાતા નાણાકીય વ્યવહારો બહુ મોટાં આર્થિક નુકસાનના ખાડામાં ઉતારી શકે છે.)
સારાંશકરણનાં જોખમો પણ સાથે ન હોય એવું બહુમૂલ્ય સારાંશકરણ સંભવિત નથી. [4]
[3] Examples of Abstraction in Everyday Life
[4] The Paradox of Abstraction: When Good Code is Bad Code
વિરોધાભાસ વિષય વિષે આટલી પ્રાથમિક, ભલે બહુ જ સંક્ષિપ્ત, સમજ મેળવ્યા પછી આપણે હવે પછીથી આપણે ‘જ્ઞાન મળવાની સાથે રસ પણ પડે એવા’ વિવિધ વિરોધાભાસોના આપણા મૂળ વિષય પૈકી કેટલાક વિરોધાભાસો વિષે વાત કરીશું.
