આજથી લગભગ ૧૦૦ વર્ષ પહેલાં વિજ્ઞાન પર લખાયેલ એક પુસ્તકને દર મહિને એક એક પ્રકરણના હિસાબે વેબ ગુર્જરીના વાચકો સમક્ષ રજુ કરવાનો આ એક પ્રયોગ છે.
આશા છે કે આજથી સો વર્ષ પહેલાં વિજ્ઞાન જેવા વિષય પર શું લખાયું હતું અને કેવી શૈલીનો પ્રયોગ થયો હતો તે જાણવા ઉપરાંત વિજ્ઞાનની ઘણી મૂળભુત બાબત વિશે પણ માહિતી મેળવવાનો આ પ્રયોગનો ઉદ્દેશ્ય છે.  અહીં મૂળ પુસ્તકનાં લખાણને તેનાં મૂળ સ્વરૂપે જ મુકવાનો પ્રયાસ કરેલ છે.
સંપાદન મડળ – વેબ ગુર્જરી

પોપટલાલ ગોવિંદલાલ શાહ

ગુજરાતી ભાષામાં વિજ્ઞાન સંબંધી પુરતકો ધણાં જ થોડાં છે, તેમાં ઉમેરો કરતાં જરાયે ક્ષોભ થવો જોઇએ નહિ અને આવાં પુસ્તકોને માટે લાંબાં  નિવેદનની જરૂર રહેતી નથી.

ગુજરાતીર્મા વિજ્ઞાનની વિવિધ શાખાઓ વિષે વર્ણનાત્મક પુસ્તકો પુસ્તક અનુવાદરૂપે અથવા સ્વતંત્ર રીતે તૈયાર થયેલાં છે; પણ વિજ્ઞાનનું વાસ્તવિક સ્વરૂપ સમજવા માટે સ્વતંત્ર વિવેચનાત્મક પુસ્તક મારી જાણમાં નથી. શિક્ષણમાં ઉપયોગી પુસ્તકોની માગણી વધારે થવાથી પ્રથમ પ્રકારનાં પુસ્તકો જલદીથી તેયાર થાય એ સ્વાભાવિક છે; પરંતુ સાધારણુ જનસમાજમાં વિજ્ઞાનને વધારે “જાણીતું” અને વધારે લોકપ્રિય કરવાને માટે વિજ્ઞાનના મુખ્ય યિદ્ધાન્તો સરળતાથી સમજાવનાર પુસ્તકોની ઘણી જરૂર છે. સન ૧૯૧૫ માં હોમ ચુનિવસિટી લાઇગ્રેરીનાં પુસ્તકમાં થોમસનનું “Introduction to Science”  વાંચવાથી તેના જેવું એક સ્વતંત્ર પુસ્તક લખવાનું મને સ્ફુરણ થયું.  એ પુસ્તક સુંદર શૈલીમાં લખાયુ’ હોવા છતાં તેનો તરજૂમો કે અનુવાદ ગુજરાતી વાયકતે અનુકૂળ નહિ યાય એ મને તરત સૂઝતું હતું. આ કામ હાથમાં લીધા પછી પૂરું થતાં ધણો સમય લાગવાથી  અને તે સમયમાં બીજાં અનેક પુસ્તકો વાંચવામાં આવ્યાથી, થોમસનના પુસ્તકના કરતાં એક તદ્દન જુદું જ પુસ્તક લખાયુ’ છે અને ધારવા કરતાં લાબું પણુ વધારે યયુ’ છે. દરેક સ્થળે સંબંધિત પુસ્તકોનો ઉલ્લેખ કરવો અશક્ય હોવાથી તેમની યાદી જુદી આપવામાં આવી છે; તેમાંથી આ વિષયના વધારે અભ્યાસ કરનારને સાધન અને માહિતી મળશે.

આ પુસ્તકના મુખ્ય ત્રણ ભાગ પાડી શકાયઃ

પહેલા વિભાગમાં વિજ્ઞાનના સ્વરૂપનું નિરૂપણ કરવાર્મા આવ્યું છે. વિજ્ઞાન એટલે શુ’?, વિજ્ઞાનની પદ્ધતિ, વૈજ્ઞાનિક વૃત્તિનાં લક્ષણો, વિજ્ઞાનના કેટલાએક મૌલિક સિદ્ધાંતો, વિજ્ઞાનની વિવિધ શાખાઓનો પરિચય કરાવનાર વિજ્ઞાનનો નકશો, વગેરે પ્રકરણો પહેલા વિભાગમાં સમાય છે.

બીજા વિભાગમાં વિજ્ઞાનના ઇતિહાસનું  દિગ્દર્શન કરવામાં આવ્યું છે. વિજ્ઞાનનો  ઇતિહાસ જાણ્યા વિના, વિજ્ઞાનની હાલની સ્થિતિ અને હાલના અગત્યના પ્રશ્નોનું’ વિવેચન સમજવુ મુશ્કેલ છે; પ્રાચીન ભારતમાં થયેલી વિજ્ઞાનની શોધો અને તેમનું તુલનાત્મક વિવેચન ગુજરાતી વાચકને ખાસ ઉપયોગી અને રસમય લાગશે એમ ધારીને “પ્રાચીન હિંદમાં વિજ્ઞાન” એ વિષયનું  પ્રકરણુ જુદું પાડવામાં આવ્યુ’ છે. ખગોળવિદ્યા, ભૌતિકશાસ્ત્રો, રસાયનવિદ્યા, જીવવિદ્યા, માનસશાસ્ત્ર એ બધા વિષયોનું માત્ર વિહંગાવલેકત કરવા જતાં આ વિભાગ જરા લાંબો થયો છે. પરંતુ તે વાંચ્યા વિના છેલ્લા વિભાગમાં ચર્ચાયેલા વિજ્ઞાનના અગત્યના પ્રશ્નોનું વિવેચન કઠિન લાગશે.

વિજ્ઞાન અને રસવૃત્તિ, વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાન, વિજ્ઞાન અને ધર્મભાવના એ ત્રણ પ્રકરણમાં છેલ્લો વિભાગ સમાપ્ત થાય છે. વિજ્ઞાનની વાસ્તવિક કિ’મત અને અર્વાચીન સંસ્કૃતિ્માં વિજ્ઞાને આપેલા ફાળાની સમજૂતી આ પ્રકરણોમાં અપાઈ છે. છેવટે “ગુજરાતને વિજ્ઞાનની જરૂર” એ પ્રકરણમાં વિજ્ઞાનની ઉપયોગિતા અને આવશ્યકતા દર્શાવીને પુસ્તકની સમાપ્તિ કરી છે.

આ ઉપરાંત વિજ્ઞાનની પધ્ધતિના ઉદાહરણુરૂપે વિજ્ઞાનની શાખાઓ અને ઉપશાખાઓના વિષયોનો પરિચય કરાવવાના હેતુથી મે’ જુદા લેખો સ્વતંત્ર રીતે લખેલા, પર’તુ આ પુસ્તક લાંબું થઈ જવાના ભયથી આ લેખસગ્રહ “વિજ્ઞાનવિનોદ” એ નામથી ગુજરાતી સાહિત્ય પરિષદ ભ’ડોળ કમિટી તરફથી જુદો પ્રકટ કરવામાં આવ્યો છે. આ બન્ને પુસ્તકો સ્વત’ત્ર હોવા છતાં પણ બન્નેનુ’ લક્ષ્ય એક જ હોવાથી તેમને સાથે વાંચવાથી વાચકને ઉપયોગી થઇ પડશે. આ પુસ્તકમાં વપરાયેલા પારિભાષિક શબ્દોનો કોષ અંતમાં આપવામાં આવ્યો છે. વૈજ્ઞાનિક પરિભાષાના ઘણા ચર્ચાયેલા વિષયમાં હજુ વ્યવસ્થા અને નિશ્રિતતા પ્રાપ્ત થઈ નથી: આ વિષયમાં “સાહિત્ય” સપ્ટેંબર ૧૯૨૧ માં અપાયેલા મારા વિચારોમાં ફેરફાર કરવાની મને જરૂર લાગતી નથી. કેવળ નવીનતાને માટે ખાસ સસ્કૃત શબ્દો જ શોધવા જોઈએ, અને ફારસી કે અંગ્રેજી ભાષાના શબ્દોનો તદ્દન જ ત્યાગ કરવો જોઇએ એ અભિપ્રાય મને માન્ય નથી. પરિભાષા સરળ અને અર્થસૂચક હોવી જોઇએ એ દષ્ટિબિંદુ સર્વોપરિ રાખીને બીજી ભાષાના શબ્દોને સ્વીકારતાં અચકાવું જોઈએ નહિ.

આ નિવેદનમાં મારા પરમ મિત્ર ડૉ.. કાન્તિલાલ છગનલાલ પંડ્યા સંબંધી ઉલ્લેખ કર્યા વિના રહેવાય તેમ નથી. ૧૯૧૨ માં બેંગ્લોર સાયન્સ ઇંન્સ્ટીટયૂટમાં સાથે રહેવાનો પ્રસ’ગ પ્રાપ્ત થતાં તેમના તરફથી ઝુજરાતીમાં લખવાનું મને પ્રયમ સ્ફુરણુ મળ્યું હતું. આ સ્ફુરણના પ્રતાપે અને તેમના જ ઉત્સાહ અને ઉમંગને લીધે ૧૯૧૬ માં આ પુસ્તક લખવાનુ’ મેં માથે લીધુ’ હતું. ત્યાર પછી પણ તેમની તીવ્ર પણ ઉદાર વિવેચકબુદ્ધિનો લાભ મને અનેક વાર મળ્યો છે અને જો કે તેનો પૂરેપૂરો ઉપયોગ હું કરી શક્યો નથી તે છતાં આ પુસ્તક તેમનુ’ અનેક રીતે ઋણી રહેશે.

આ પુસ્તક લખાતી અને છપાતી વખતે અનેક ઉપયોગી સૂચનો કરવા માટે પ્રોફેસર સાંકળચ’દ જેઠાલાલ શાહનો અને પુસ્તકની છપામણીમાં કરેલી મદદને માટે સોસાયટીના બાહોશ આસિસ્ટંટ સેક્રેટરી રા. હીરાલાલ ત્રિભુવનદાસ પારેખનો ઉપકાર માનવાની આ તક લઉં છું.

છેવટમાં મારે જણાવવું જોઈએ કે મારા જીવનવ્યવસાયમાંથી આ પુસ્તકને જોઇએ તેટલો સમય એકી વખતે આપી નહિ શકવાથી અનેક પ્રકારતી ત્રુટીઓ રહી જવા પામી હશે એમ હું કલ્પી શકું છું; તે દૂર કરવાની સૂચનાઓ મળશે તો તે ઉપર ધ્યાન આપવાને હું તત્પર રહીશ. ગુજરાતી સાહિત્યમાં વિજ્ઞાનનું ક્ષેત્ર ખેડવાનુ’ ધણુ’ બાકી છે; અને તેથી આના કરતાં સારુ પુસ્તક લખવાના પ્રયાસ બીજી વેળા બીજાના હાથે થશે એમ આશા રાખીને આ પુસ્તકને પ્રસિદ્ધિમાં મૂકતાં મને આનંદ થાય છે.

કલકત્તા                                                                                    પોપટલાલ ગોવિંદલાલ શાહ

૩ -૧ – ‘૨૬