બીરેન કોઠારી
આ શ્રેણીમાં માત્ર ‘સાહિત્ય’ના વિષયને કેન્દ્રમાં રાખીને ચીતરેલાં કાર્ટૂન મૂકવામાં આવે છે, જે વાર્તા સામયિક ‘વારેવા’માં અગાઉ પ્રકાશિત થઈ ચૂક્યાં છે.
‘વારેવા’ના પાંચમા અંકમાં આ કાર્ટૂન પ્રકાશિત થયાં હતાં. હજી વિવિધ અખતરા અમે કરી રહ્યા હતા. અત્યાર સુધી કાર્ટૂન હું સ્કેચબુકમાં ચીતરતો ત્યારે સંવાદ પણ પેન વડે સ્પીચ બલૂનમાં લખતો. પણ એમ જણાયું કે એ રીતે મુદ્રણ પછી અક્ષરો બરાબર વાંચી શકાતા નથી. આથી એક અખતરો એવો કરી જોયો કે કાર્ટૂન હું ચીતરીને મોકલું અને એમાં સંવાદ તૈયાર સ્પીચ બલૂનમાં, મુદ્રિત સ્વરૂપે મૂકીએ.
એ મુજબ, આ અંકમાં માત્ર કાર્ટૂન દોરીને મોકલ્યાં હતાં, જ્યારે સંવાદ હાથે લખવાને બદલે મુદ્રિત સ્વરૂપે મૂકાયા હતા. અહીં એ મૂળ કાર્ટૂન અને તેની નીચે સંવાદ મૂકેલાં છે.
ઊધઈ ઊવાચ

ઉધઈ ૧ – (ઘૂંટણિયે પડેલી): “તારે ખોળે છઉં.”
ઉધઈ ૨ – (ઉભેલી): “દાદા દર વખતે આવા સેન્ટિ કેમ થઈ જાય છે?”

“અરે! એવું હોય કંઈ? બૂસ્ટર ડોઝ તો લેવો જ પડે! તો શું કે પાંચ વરસ સુધી ચિંતા નહીં!”
વાર્તાવ્યંગ્ય

વક્તા: “કંઈક નોખું કરવાની પરંપરા અમારી પ્રકાશનસંસ્થાએ હજી જાળવી રાખી છે.”

ગુજરાતી સંપાદનનાં પુસ્તકો માટે લેખકોને નિમંત્રણ મોકલવાની પ્રક્રિયા
(વાર્તામાં, વાર્તાલેખનમાં રસ ધરાવનાર સૌ કોઈને આ વિશિષ્ટ સામયિકમાં રસ પડશે. તેના વિશે વધુ વિગતો તેની સાઈટ https://vareva.co.in/ પર જોઈ શકાશે.)
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)
