નિરંજન મહેતા
ટહેલતા ટહેલતા જીવનની ફિલસુફી સમજાવતું ગીત છે ૧૯૫૯ની ફિલ્મ ‘અનાડી’નું.
किसी की मुस्कुराहटो पे हो निसार
किसी का दर्द मिल सके तो ले उधार
किसी के वास्ते हो तेरे दिल में प्यार
जीना इसी का नाम है
माना अपनी जेब से फ़क़ीर है
इर भी यारो दिल के हम अमीर है
मिटे जो प्यार के लिए वो जिन्दगी
जले बहार के लिए वो जिन्दगी
किसी को हो न हो हमें तो है ऐतबार
जीना इसी का नाम है
रिश्ता दिल से दिल के ऐतबार का
जिंदा है हमी से नाम प्यार का
के मर के भी किसी को याद आयेगे
किसी के आंसुओ में मुस्कुरायेंगे
कहेगा फुल हर कली से बार बार
जीना इसी का नाम है
રાજકપૂર પર રચાયેલ આ ગીતના ગીતકાર છે શૈલેન્દ્ર. શંકર જયકિસનનુ સંગીત છે જેને સ્વર આપ્યો છે મુકેશે.
જીંદગી એ સ્વ માટે નહિ પણ અન્ય માટે છે તે આ ગીતની મુખ્ય ફિલસુફી છે. તમારા સારા કામને કારણે કોઈ તમને સ્મિત આપી ઉપકાર પ્રદર્શિત કરે તો તેની ઉપર જાન ન્યોછાવર કરવો તેનું નામ જિંદગી. તે જ પ્રમાણે અન્યોના દર્દને પોતાનું સમજી અપનાવવું એ પણ જિંદગી નહિ તો બીજું શું?
આગળ ઉપર કહેવાયું છે કે ભલે તમે ધનવાન ન હો પણ તમેં દિલથી તો અમીર જ છો. એટલે અન્ય પ્રત્યે તમે હમદર્દી દાખવી દિલનો ખજાનો લુંટાવો ત્યાંરે તમારૂ જીવવું સાર્થક છે.
અન્યનો પ્રેમ મેળવવો અને બીજા પ્રત્યે મરી ફીટવું તે જ જિંદગીનો મર્મ છે. ભલે અન્યો તમારા પર વિશ્વાસ ન મુકે પણ તમેં અન્યો પર વિશ્વાસ મુકો છે તેથી તમે જિંદગી જીવો છો તે જ સત્ય છે કારણ એકબીજા સાથે વિશ્વાસનો સંબંધ છે. અન્યોનો પ્રેમ તમને તમારૂ જીવન જીવવાલાયક બનાવી દે છે. માટે અન્યો પ્રત્યે પ્રેમ અને વિશ્વાસ બનાવી રાખો અને સાચવી રાખો જેથી તમારી હયાતિ ન હોય ત્યારે પણ લોકો તમને યાદ કરે. આમ તમારી યાદમાં કોઈના આંસુ વહેશે તો જિંદગી જીવ્યું સાર્થક થઇ રહેશે.
Niranjan Mehta
