ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
એક તરફ સાહિર, શકીલ, રાજેંદ્ર કૃષ્ણ અને મજરુહ સુલતાનપુરી જેવા ફિલ્મી શાયરો જેમણે અન્ય ગીતો સાથે પ્રચુર માત્રામાં ગઝલો પણ લખી તો બીજી તરફ ગોપાલદાસ નીરજ જેવા કવિઓ, જેમણે ગીતો તો પુષ્કળ લખ્યાં પણ ગઝલ દીવો લઈને શોધવી પડે !
મજરુહ હરફનમૌલા શાયર હતા. ફિલ્મ અને પરિસ્થિતિઓની માંગ અનુસાર હલકા – ફૂલકા, ગંભીર, કરુણ, રોમાંટિક, સસ્તા, શૃંગારિક, ચાલુ, રંગીન અને વિશુદ્ધ સાહિત્યિક – દરેક પ્રકારના ગીતો રચવા સક્ષમ. દરેક વર્ગના શ્રોતા – વાચકોની અપેક્ષામાં ઉત્તીર્ણ. સંગીતકાર નૌશાદ માટે ફિલ્મ શાહજહાં – ૧૯૪૬ દ્વારા ફિલ્મ – પ્રવેશ બાદ પાછું વાળીને જોયું નહીં. આ જ નૌશાદ સાથે ફિલ્મ અંદાઝ ૧૯૪૯ ના એમના ગીતોએ તો ધૂમ મચાવેલી . ફિલ્મોમાં આવ્યા પહેલાં પણ એક શાયર તરીકે સારી નામના મેળવેલી.
લગભગ બધા જ દિગ્ગજ સંગીતકારો માટે લખ્યું અને સુંદર લખ્યું. દાદાસાહેબ ફાળકે એવોર્ડ પણ જીત્યા.
એમની બે અનોખી ગઝલો જોઈએ :
ઐ દિલ મુઝે ઐસી જગહ લે ચલ જહાં કોઈ ન હો
અપના – પરાયા મેહરબાં – નામેહરબાં કોઈ ન હો
જા કર કહીં ખો જાઉં મૈં, નીંદ આએ ઔર સો જાઉં મૈં
દુનિયા મુઝે ઢૂંઢે મગર મેરા નિશાં કોઈ ન હો
ઉલફત કા બદલા મિલ ગયા, વો ગમ લુટા વો દિલ ગયા
ચલના હૈ સબ સે દૂર દૂર અબ કારવાં કોઈ ન હો
ફિલ્મ : આરઝૂ ૧૯૫૦
ગાયક : તલત મહેમૂદ
સંગીત : અનિલ બિશ્વાસ
હવે તુલના માટે મહાન મિર્ઝા ગાલિબની અને મજરુહથી દોઢ શતાબ્દી પહેલાં લખાયેલી આ ગઝલ જુઓ. આ ગઝલ પણ ૧૯૫૪ ની ફિલ્મ મિર્ઝા ગાલિબ માટે સુરૈયાએ ગાઈ હતી :
રહિયે અબ ઐસી જગહ ચલ કર જહાં કોઈ ન હો
હમસુખન કોઈ ન હો ઔર હમઝુબાં કોઈ ન હો
બે- દરો- દીવાર કા એક ઘર બનાયા ચાહિયે
કોઈ હમસાયા ન હો ઔર પાસબાં કોઈ ન હો
પડિયે ગર બીમાર તો કોઈ ન હો તીમારદાર
ઔર અગર મર જાઈએ તો નૌહા -ખ્વાં કોઈ ન હો
મજરુહની બીજી ગઝલ :
મેરા તો જો ભી કદમ હૈ વો તેરી રાહ મેં હૈ
કે તૂ કહીં ભી રહે તૂ મેરી નિગાહ મેં હૈ
ખરા હૈ દર્દ કા રિશ્તા તો ફિર જુદાઈ ક્યા
જુદા તો હોતે હૈં વો ખોટ જિનકી ચાહ મેં હૈ
છુપા હુઆ – સા મુઝી મેં હૈ તૂ કહીં ઐ દોસ્ત
મેરી હંસી મેં નહીં હૈ તો મેરી આહ મેં હૈ ..
ફિલ્મ : દોસ્તી ૧૯૬૪
ગાયક : મોહમ્મદ રફી
સંગીત : લક્ષ્મીકાંત પ્યારેલાલ
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

ગઝલોનું સુંદર ચયન. દુનિયાદારીથી દૂર, બધું છોડીને જ્યાં કોઈ ન હોય એવી સ્થિતિમાં જતા રહેવાની ઈચ્છા – એ સમાન થીમ પર રચાયેલી બે ગઝલની તુલના રસપ્રદ.
LikeLike
આભાર નરેશભાઈ !
मजरुह અને ग़ालिब ની ગઝલ અલગ-અલગ બહેરમાં છે એ હકીકત તરફ મારું ધ્યાન પછીથી ગયું..
LikeLike
બંને ગઝલ ખૂબ સરસ.
ખૂબ સરસ આલેખન.
પહેલી ગઝલના શબ્દો થાકની પરાકાષ્ઠાનો અનુભવ કરાવે છે.
સ્વર અને સ્વરાંકન ઉમદા
LikeLike
આભાર કમલેશભાઈ!
मजरुह ની ‘ પ્રેરણા ‘ તો ग़ालिब ની ગઝલ જ છે..
LikeLike
વાહ વાહ!
LikeLike
આભાર ચંદ્રશેખરભાઈ !
LikeLike
આભાર કમલેશભાઈ!
मजरुह ની ‘ પ્રેરણા ‘ તો ग़ालिब ની ગઝલ જ છે..
LikeLike