નિરંજન મહેતા
૧૯૫૭ની ફિલ્મ ‘ભાભી’નુ આ પ્રચલિત ગીત છે જે ત્રણ ભાગમાં છે.
સૌ પ્રથમ આ ગીત ટાઈટલ ગીત તરીકે પાર્શ્વગીત રૂપે મુકાયું છે.
चल उड़ जा रे पंछी के अब ये देश हुआ विराना
ख़तम हुए दिन इन उस डाली के
जिस पर तेरा बसेरा था
आज यहाँ और कल हो वहा ये जोगी वाला फेरा था
ये तेरी जागीर नहीं थी चार घड़ी का डेरा था
सदा रहा है इस दुनिया में किस का आबोदाना
આ જ ગીત બીજી વાર જ્યારે કુટુંબમાં ભાગલા પડે છે અને બલરાજ સહાની પોતાના કુટુંબ સાથે ઘર છોડે છે ત્યારે મુકાયું છે જેના શબ્દો છે.
तूने तिनका तिनका चुनकर नगरी एक बसाईं
बारिश में तेरी भीगी पाठे धुप में गरमी खाई
गम ना कर जो तेरी मेंहनत तेरे काम न आई
अच्छा है कुछ ले जाने से देकर ही कुछ जान
ત્રીજી વાર આ ગીત આવે છે જ્યારે નંદા ઘર છોડીને જાય છે અને ત્યારે પણ આ ગીત પાર્શ્વગીત રૂપે મુકાયું છે
भूल जा अब मस्त हवा वो उड़ना डाली डाली
जग की आँख का काँटा बन गई चाल तेरी मस्तानी
कौन भला उस बाग़ को पूछे हो ना जिस का माली
तेरी किस्मत में लिखा है जीते जी मर जाना
रोते है वो पंख पंखेरू साथ तेरे जो खेले
जिन के साथ लगाये तूने अरमानो के मेले
भीगी अंखियो से ही उनकी आज दुआऐ ले ले
किस को पता अब इस नगरी में कब हो तेरा आना
https://youtu.be/XH_kWzpQ8E0
પહેલા ભાગમાં પંખીઓને ઉડતા દેખાડ્યા છે અને તેને ઉદ્દેશીને આ ગીત સર્જાયું હોય તેમ લાગે છે પણ પંખીના રૂપક દ્વારા કવિ આપણને સમજાવે છે કે હે મનુષ્ય તારો સમય હવે પૂરો થયો છે અને આજે આ દુનિયામાં તો હવે પછી બીજી દુનિયામાં તારો વાસ થશે. આ સંસારરૂપી જાગીર પર તારો કોઈ હક્ક નથી કારણ તે ચાર દિવસની ચાંદની હતી. તું એક જ આ દુનિયાનો વાસી નથી આ દુનિયામાં અન્યોનો પણ વાસ રહ્યો છે.
તારા વસવાટ દરમિયાન મહેનત કરીને તે અહી ધીરે ધીરે બધું વસાવ્યું. ઠંડી, ગરમી, વરસાદ આ બધું તે સહ્યું પણ અંતે આ બધું તારે છોડવું જ રહ્યું. પણ તેનો શોક શા માટે? ભલે તું તેને બરાબર માણી ન શક્યો હોય પણ જે કાઈ તે સારૂ કર્યું છે તે તારા ગયા પછી અન્યોને કામ આવશે તેનો આનંદ લે. કારણ હવે તું આ જગતને યોગ્ય નથી રહ્યો. હવે બધું ભૂલી જા. હજી પણ આ જો નહિ સમજાય તો તું ભલે જીવતો હશે પણ મર્યા બરોબર છે.
તારા ગયા પછી તારા સાથીઓ અને સંબંધીઓ રોકકળ કરશે. તેમની અશ્રુભીની આંખ તારા માટે આશીર્વાદ રૂપ બની રહેશે કારણ હવે તું આ જગતમાં ફરી ક્યારે આવશે તેની કોઈ જાણ નથી.
આ ફિલ્મની વાર્તા એક સંયુક્ત કુટુંબ પર રચાઈ છે એટલે તેમાં ઘણા કલાકારો હોય તે સ્વાભાવિક છે. પણ મુખ્ય કલાકારો છે બલરાજ સહાની, પંઢરીબાઈ, દુર્ગા ખોટે, શ્યામા, નંદા, જગદીપ વગેરે.
ગીતકાર છે રાજીન્દર કૃષ્ણ, સંગીતકાર છે ચિત્રગુપ્ત અને સ્વર છે રફીસાહેબનો.
Niranjan Mehta

બહુ સરસ.મજા પડી.ગીત બહુવાર દિલ થી સાંભળ્યુ છે પણ શબ્દાર્થ જાણી મજા આવી
LikeLike
મારા બાપુજી ની બહુ પ્રિય ફિલ્મ
LikeLike