ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
આ પહેલાંની ઉર્દૂના પ્રતિનિધિ શાયરોના માત્ર એક – એક શેરના સંક્ષિપ્ત રસાસ્વાદની શ્રેણીનો પ્રારંભ સ્વાભાવિક રીતે મિર્ઝા ગાલિબથી કરેલો, એટલે એ સર્વથા ઉચિત છે કે આ ફિલ્મી ગઝલોની સિરીઝનો પ્રારંભ ફિલ્મી ગીતોના ગાલિબ એવા શૈલેન્દ્રથી થાય.
વર્તમાન દૌરના દિગ્ગજ અને ગુણી ગીતકારો ગુલઝાર અને જાવેદ અખ્તર કહે છે એક ફિલ્મી ગીત લખવા માટે જે સૂઝબૂઝની જરૂર પડે એમાં શૈલેન્દ્રની તોલે કોઈ ન આવે ! શૈલેન્દ્ર જ આવી પંક્તિઓ લખી શકે :
તૂને તો સબ કો રાહ દિખાઈ
તૂ અપની મંઝિલ ક્યોં ભૂલા
સુલઝા કે રાજા ઔરોં કી ઉલઝન
તૂ કચ્ચે ધાગે મેં ઝૂલા
ક્યોં નાચે સપેરા ? મુસાફિર જાએગા કહાં..
શંકર – જયકિશનની સફળ બેલડીના સ્થાયી ગીતકાર હોવા છતાં એમણે નાના અને ગુમનામ સંગીતકારો માટે ગીતો લખવામાં છોછ રાખ્યો નહોતો. સંગીતકાર સલિલ ચૌધરી અને સચિન દેવ વર્મન માટે પણ એમણે અફલાતૂન ગીત રચ્યા.
ફિલ્મો માટે એમણે ગઝલો નહીંવત લખી. આંગળીના વેઢે ગણાય એટલી જ. એ પણ ગઝલો છે એ સભાનતા બહુ ઓછા ભાવકોને હશે. અલબત્ત એનું કારણ એ રચનાઓની મોહિનીમય તરજો છે. એવી બે ગઝલો :
ઝિંદગી કા અજબ ફસાના હૈ
રોતે – રોતે ભી મુસ્કુરાના હૈ
ઈશ્ક મેં જાનતે હૈં જાન ગઈ
ફિર ભી કહતે હૈં આઝમાના હૈ
કૈસી મુશ્કિલ હૈ કોઈ ક્યા જાને
આગ કો આગ સે બુઝાના હૈ
દિલ લગાયા થા પર ન થી યે ખબર
મૌત કા યે ભી એક બહાના હૈ
દિલ તો કહતા હૈ તેરે પાસ ચલું
ક્યા કરું રાહ મેં ઝમાના હૈ ..
ફિલ્મ : છોટી છોટી બાતેં ૧૯૬૫
ગાયકો : લતા – મૂકેશ
સંગીત : અનિલ બિશ્વાસ
જાને કૈસે સપનોં મેં ખો ગઈ અખિયાં
મેૈં તો હું જાગી મેરી સો ગઈ અખિયાં
અજબ દીવાની ભઈ મોસે અનજાની ભઈ
પલ મેં પરાઈ દેખો હો ગઈ અખિયાં
બરસી યે કૈસી ધારા કાંપે તનમન સારા
રંગ સે અંગ ભિગો ગઈ અખિયાં
મન અંધિયારા છાયા જગ ઉજિયારા છાયા
ઝગમગ દીપ સંજો ગઈ અખિયાં
કોઈ મન ભા ગયા જાદૂ વો ચલા ગયા
મન કે દો મોતી પિરો ગઈ અખિયાં..
ફિલ્મ: અનુરાધા ૧૯૬૦
ગાયિકા: લતા
સંગીત: પંડિત રવિશંકર
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

અદ્દભુત!
LikeLike
આભાર સાહેબ!
LikeLike
વાહખુબ જ સરસ.આ નવી શ્રેણીમાં ઘણી અજાણી ગઝલ વિશે જાણવાંજાણવાં તથા માણવા મળશે. ખુબખુબ અભિનંદન તથા શુભેચ્છાઓ સર🙏🌹
LikeLike
ખૂબ ખૂબ આભાર પ્રિતીબહેન!
LikeLike
નવી લેખમાળા ગઝલ વિશે એક રસપ્રદ અને મહત્વપૂર્ણ માહિતીનો સ્રોત બનશે કારણ કે આપણે મોટા ભાગે ગઝલને વ્યાખ્યાયિત કરતા નિયમોથી વાકેફ નથી હોતા. માહિતી સાથે ગઝલ માણવાનો આનન્દ તો બોનસમાં.
LikeLike
આભાર નરેશભાઈ!
તમારા જેવા વિદ્વાન સંગીતાચાર્ય હોંકારો ભણતા રહે તો રાહત રહે…
LikeLike